Search Results: બદનક્ષી

મૉમસેન, ક્રિશ્ચિયન મૅથિયાસ થિયૉડૉર

Feb 26, 2002

મૉમસેન, ક્રિશ્ચિયન મૅથિયાસ થિયૉડૉર (જ. 30 નવેમ્બર 1817, ગાર્ડિંગ, જર્મની; અ. 1 નવેમ્બર 1903, શારૉલેટનબર્ગ, જર્મની) : જર્મનીના નામાંકિત ઇતિહાસકાર અને લેખક. તેમણે કીલ ખાતે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રૉટેસ્ટન્ટ સમુદાયના એક પાદરી સમા પોતાના પિતાના પ્રભાવ હેઠળ તેઓ ભાષાવિજ્ઞાની બન્યા અને ગ્રીક, લૅટિન, ફ્રેન્ચ, ઇંગ્લિશ, સ્વીડિશ તથા ઇટાલિયન જેવી ઘણી ભાષાઓ અને પોતાની માતૃભાષા જર્મનીનો…

વધુ વાંચો >

લાઇફ ઑવ્ એમિલ ઝોલા

Jan 19, 2004

લાઇફ ઑવ્ એમિલ ઝોલા : ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1937. નિર્માતા : હેન્રી બ્લૅન્ક. દિગ્દર્શક : વિલિયમ ડિયેટેર્લ (William Dieterle). પટકથા : નૉર્મન રેલી રેને, હેન્ઝ હેરાલ્ડ, ગેઝા હર્ઝેગ (Geza Herczeg). કથા : હેરાલ્ડ અને હર્ઝેગની વાર્તા પર આધારિત. સંગીત : લિયો એફ. ફૉર્બસ્ટિન. મુખ્ય કલાકારો : પૉલ મુનિ, ગેલ…

વધુ વાંચો >

વહીવટી કાયદો

Jan 22, 2005

વહીવટી કાયદો વહીવટી સત્તામંડળોની સત્તાઓ અને ફરજોનું બયાન કરતો તથા તેની કાર્યરીતિ અને પરિણામોમાંથી ઉદભવતી સમસ્યાઓના ઉપાયો પર પ્રકાશ પાડતો કાયદો. વીસમી સદીમાં જેમ જેમ સરકારની જવાબદારીઓમાં અને તેના કાર્યક્ષેત્રમાં વધારો થતો ગયો અને સમાજકલ્યાણ, ઔદ્યોગિક સંબંધો, આવશ્યક વસ્તુઓનાં ઉત્પાદન અને વહેંચણી, ઝૂંપડપટ્ટીઓની સુધારણા, પ્રજાનું સ્વાસ્થ્ય, બાળકોનું શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં વિકાસનાં પગલાં ભરવાં પડ્યાં તેમ…

વધુ વાંચો >

સામાજિક સંઘર્ષ

Jan 4, 2008

સામાજિક સંઘર્ષ : વ્યક્તિઓ વચ્ચે અને જૂથો વચ્ચે વિવિધ સ્વરૂપે પ્રવર્તતા સંઘર્ષો. સામાજિક આંતરક્રિયાના એક સ્વરૂપ તરીકે સામાજિક સંઘર્ષ માનવ-સમાજમાં સાર્વત્રિક છે. આર્થિક તથા રાજકીય અથડામણો, યુદ્ધો, હુલ્લડો, દુશ્મનાવટભરી બદનક્ષી/ગાલિપ્રદાન, કોર્ટોમાં મુકદ્દમા રૂપે ચાલતી તકરારો વગેરે જેવાં અનેકવિધ રૂપોમાં સંઘર્ષ પ્રગટ થાય છે. તદુપરાંત ગુલામી, વેઠ કે શોષણને લગતા વ્યવહારોમાં પણ સામાજિક સંઘર્ષ પ્રગટ કે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

Feb 5, 1994

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી આ પ્રદેશ આનર્ત નામે જાણીતો…

વધુ વાંચો >

શૌરી, અરુણ

Jan 23, 2006

શૌરી, અરુણ (જ. 2 નવેમ્બર 1941, જાલંધર) : જાણીતા પત્રકાર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન, અર્થશાસ્ત્રી. શ્રીમતી દયાવંતીદેવી અને શ્રી હરિદેવ શૌરીના પુત્ર અરુણ શૌરીએ પત્રકાર તરીકે ઘણી નામના મેળવી છે પરંતુ તે પહેલાં તેમની કારકિર્દી અર્થશાસ્ત્રી તરીકેની હતી. નવી દિલ્હીમાં કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ન્યૂયૉર્કસ્થિત સાયરાકસ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરીને 1967થી 1978 દરમિયાન તેમણે…

વધુ વાંચો >

નીલ દર્પણ

Jan 19, 1998

નીલ દર્પણ (1860) : દીનબંધુ મિત્ર (1832-73) લિખિત બંગાળી ભાષાનું અને સમગ્ર ભારતનું અંગ્રેજોની વિરુદ્ધનું ક્રાંતિકારી નાટક. તેમાં ગળીનાં ખેતરોના ખેડૂતો  કામદારો અને તેમની ઉપર જુલમ ગુજારતા અંગ્રેજ જમીનદારો વચ્ચેના સંઘર્ષનું આલેખન છે. ગોલોકચન્દ્ર બાસુ ગળીનું વાવેતર કરતો મધ્યમ વર્ગનો ખેડૂત છે જ્યારે સાધુચરણ સમૃદ્ધ જમીનદાર છે. પ્રથમ અંકમાં ગોલોક પર જુલમ ગુજારાતો દર્શાવાયો છે.…

વધુ વાંચો >

સ્ઝેચેનાઇ ઇસ્ત્વાન ગ્રૉફ (કાઉન્ટ)

Jan 7, 2009

સ્ઝેચેનાઇ, ઇસ્ત્વાન, ગ્રૉફ (કાઉન્ટ) (જ. 21 સપ્ટેમ્બર 1791, વિયેના; અ. 8 એપ્રિલ 1860, ડૉબ્લિંગ, વિયેના નજીક) : હંગેરિયન સમાજસુધારક અને લેખક. તેમનાં વ્યાવહારિક સાહસોમાં રાષ્ટ્રસુધારણાની ધગશ દૃષ્ટિગોચર થાય છે. સમાજમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટે દેશમાં જાગેલી ક્રાન્તિકારી ચળવળમાં ગ્રૉફની વિચારણા અને પ્રવૃત્તિમાં વાવેલાં બીજનું પરિણામ જોવા મળે છે. તેમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેમણે…

વધુ વાંચો >

હિકી જેમ્સ ઑગસ્ટસ

Feb 9, 2009

હિકી, જેમ્સ ઑગસ્ટસ (જ. ?; અ. ?) : બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતમાં પત્રકારત્વની શરૂઆત કરવાનું શ્રેય ધરાવનાર આઇરિશ નાગરિક. ભારતમાં કંપની સરકારની આપખુદશાહીનો વિરોધ કરવા માટે 29 જાન્યુઆરી 1780ના શનિવારના રોજ ‘બંગાલ ગૅઝેટ ઑર કોલકાતા જનરલ ઍડવર્ટાઇઝર’ નામનું બે પાનાનું સ્વતંત્ર આર્થિક અને રાજકીય સાપ્તાહિક બહાર પાડવાનું તેમણે શરૂ કર્યું. 12  8 ઇંચનું આ વ્યાવસાયિક…

વધુ વાંચો >

ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa)

Jan 2, 1991

ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa) (જ. 1753, જાપાન; અ. 31 ઑક્ટોબર 1806, ટોકિયો, જાપાન) : જાપાન અને પશ્ચિમ યુરોપમાં લોકપ્રિય બનેલી અને ‘ઉકીઓ-ઇ’ (Ukio-E) નામે પ્રસિદ્ધિ પામેલી કાષ્ઠ-છાપ-ચિત્રકલાના પ્રમુખ ચિત્રકારોમાંના એક. 1775માં નાની વયે એડો (Edo) નામે ઓળખાતા ટોકિયો નગરમાં આવી વસ્યા અને કાનો ગ્યોકુયનના શિષ્ય ટોરીયામા સિકીનના શિષ્ય બની ચિત્રકલાની તાલીમ લેવી શરૂ કરી, પોતાનું…

વધુ વાંચો >