રીડબર્ગ અચળાંક (Rydberg constant) : ઇલેક્ટ્રૉન અને પારમાણ્વિક નાભિકની બંધન-ઊર્જા (binding energy) સાથે સંકળાયેલ અને પારમાણ્વિક વર્ણપટના સૂત્રમાં વપરાતો અચળાંક. સંજ્ઞા R . અન્ય અચળાંકો સાથે તે નીચેના સૂત્ર વડે જોડાયેલો છે :
જ્યાં μo = ચુંબકીય અચળાંક, m અને e ઇલેક્ટ્રૉનના અનુક્રમે દળ અને વીજભાર, c પ્રકાશનો વેગ અને h પ્લાંકનો અચળાંક છે. તેનું મૂલ્ય 1.097 373 1534 × 107 મી.–1 છે.
એક ઇલેક્ટ્રૉન ધરાવતા પરમાણુઓ(દા.ત., હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, હિલિયમ આયન He+ વગેરે)ના વર્ણપટમાંની રેખાઓની તરંગસંખ્યા (wave numbers) મેળવવા માટેના સમીકરણમાં તે ઉપયોગમાં લેવાય છે :
જ્યાં Z પરમાણુક્રમાંક, અને n અને m ધન (positive) પૂર્ણાંક સંખ્યાઓ છે. (હાઇડ્રોજન પરમાણુ માટે Z = 1).
જ. દા. તલાટી