વેટ, જૉન હેન્રી બિકફૉર્ડ

February, 2005

વેટ, જૉન હેન્રી બિકફૉર્ડ (. 19 જાન્યુઆરી 1930, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના ક્રિકેટખેલાડી. તેઓ સૌથી સફળ વિકેટકીપર નીવડવા ઉપરાંત આધારભૂત જમણેરી બૅટધર પણ બની રહ્યા. દક્ષિણ આફ્રિકા વતી તેઓ વિક્રમજનક 50 ટેસ્ટમાં રમ્યા. 1961-62માં ન્યૂઝીલૅન્ડ સામે તેમણે 26 બૅટધરોને આઉટ કર્યા. (તેમાં 23 કૅચ અને 3 સ્ટમ્પિંગ હતાં.) એ ઘટના તે વખતે ટેસ્ટ સીરિઝ માટે વિક્રમરૂપ હતી.

1948-52 સુધી તેઓ ઈસ્ટર્ન પ્રૉવિન્સ માટે અને 1953-56 સુધી તેઓ ટ્રાન્સવાલ વતી રમતા હતા. ત્યારબાદ તેઓ ટ્રાન્સવાલ ક્રિકેટ કાઉન્સિલના નિયામક બન્યા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 1951-65 : 50 ટેસ્ટ; 30.44ની સરેરાશથી 2,405 રન; સદી 4; સૌથી વધુ જુમલો 134; 124 કૅચ; 17 સ્ટમ્પિંગ.

(2) 194865 : પ્રથમ વર્ગની મૅચ, 35.04 રનની સરેરાશથી 9,812 રન; સદી 23; સૌથી વધુ જુમલો 219; 426 કૅચ; 86 સ્ટમ્પિંગ.

મહેશ ચોકસી