ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન ધ ડ્રાય એરિયાઝ
January, 2002
ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન ધ ડ્રાય એરિયાઝ (ICARDA) : સૂકા વિસ્તારના કૃષિસંશોધન અંગે એલેપો(બેરોન)માં CGIAR દ્વારા સ્થપાયેલ કેન્દ્ર. આ સંસ્થા જવ, ઘઉં અને મસૂરની જાતની સુધારણા માટે મુખ્યત્વે જવાબદાર છે. આ ઉપરાંત ખેતી-પદ્ધતિ, ઘેટાંની જાળવણી તથા સુધારણા માટે પણ ત્યાં સંશોધન હાથ ધરવામાં આવે છે. ભૂમધ્ય પ્રદેશ અને ખાસ કરીને સૂકી જમીનના વિસ્તારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંશોધનકાર્ય હાથ પર લેવામાં આવે છે.
નટવરલાલ પુ. મહેતા
મગનભાઈ ઉ. કુકડિયા