ચાંદખાં અને સૂરજખાં (સોળમી સદી) : નામાંકિત ગાયકો. બેઉ ભાઈઓ પંજાબના ખૈરાબાદ ગામના વતની હતા. પ્રચલિત સંગીતમાં મૂળભૂત ફેરફાર કરવાની એમની મુરાદ હતી અને તે બાબતમાં એમણે પ્રયત્નો કર્યા હતા. પણ તેમાં એમને સફળતા મળી નહોતી. શાસ્ત્રીય સંગીતના ખયાલની પદ્ધતિમાં ફેરફાર કરીને એમણે જે સંગીતનું આવિષ્કરણ કર્યું તે પદ્ધતિ ખૈરાબાદીને નામે ઓળખાઈ, પણ તે હાલમાં પ્રચારમાં નથી. આ બેઉ ગાયકો મૂળ હિંદુ હતા અને એમનાં મૂળ નામ અનુક્રમે સુધાકર અને દિવાકર હતાં. પાછળથી એમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો.
બટુક દીવાનજી