આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં) : મ્યાનમારમાં પાગાન નગરમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર.
આ મંદિર ક્યાનઝીથ્થ (1084–1112) રાજાએ 1090માં બંધાવ્યું હતું. આ બૌદ્ધ પેગોડા આશરે 187 મી. × 187 મી.ના સમચોરસમાં બાંધેલું છે અને આશરે 90 મી. પહોળું તથા 50 મી. ઊંચું છે. તેની વિવિધ બેઠકોનું નીચેથી ઉપર ઘટતું જતું કદ, તેની સોપાનપંક્તિઓ, તેનાં ચારેબાજુનાં પ્રવેશદ્વારો પરથી થતું દર્શન, તેની છત્રાવલિ આદિની રચના, દશ મીટર જેટલી ઊંચાઈવાળી બૌદ્ધ પ્રતિમાઓ તથા મુખ્ય પેગોડાની બહારના બે પ્રદક્ષિણાપથ આદિને લીધે તે મ્યાનમારની કલાનું સારું પ્રતિબિંબ પાડે છે.
ર. ના. મહેતા