ટિમ્પનમ : પશ્ચિમી સ્થાપત્ય અનુસાર પ્રવેશમંડપનાં નીચાં ઢળતાં છાપરાં કે કમાન પરની ત્રિકોણાકાર કે વૃત્તખંડીય બાંધણી. યુરોપમાં અગિયારમી તથા બારમી સદીમાં ચર્ચની રચનામાં તેનો ઉપયોગ થતો. તેમાં વચમાં મોટી ઈસુની મૂર્તિવાળું લાસ્ટ જજમેન્ટનું શિલ્પ કંડારાતું. મોઝેના સંત પિયેરના તથા ઑટમના સંત લઝારના ચર્ચના ટિમ્પનમ ઉલ્લેખનીય છે.

હેમંત વાળા