કાર્બીન (R2C) : દ્વિબંધ કાર્બન ધરાવતો ક્રિયાશીલ મધ્યસ્થી (reactive intermediate).
ડાયએઝોઆલ્કેન્સ અથવા માંથી α-વિલોપન દ્વારા HX દૂર થવાથી તે મળે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તે અલ્પસ્થાયી મધ્યસ્થી (transient intermediate) તરીકે બને છે. કાર્બન ચતુ:સંયોજક હોવા છતાં કાર્બીનમાં તે ફક્ત બે જ સંયોજકતાનો ઉપયોગ કરે છે અને તે તટસ્થ હોય છે. 1876માં રિમર-ટિમાન પ્રક્રિયા દરમિયાન ડાયક્લૉરોકાર્બીન Cl-C-Cl બને છે તેમ માનવામાં આવતું. આ માટેનો પુરાવો 1950માં મળ્યો. ઇલેક્ટ્રૉન મૅગ્નેટિક રેસોનન્સ સ્પેક્ટ્રૉસ્કોપી દ્વારા પુરવાર કરવામાં આવ્યું છે કે જે સામાન્ય કાર્બીન CH2 ત્રિક (triplate) ધરાસ્થિતિમાં હોય છે, જેમાં બે C-H બંધ વચ્ચેનો ખૂણો 136oનો હોય છે. (જુઓ : આકૃતિ)
N2, O2 અને હેલોજનયુક્ત કાર્બીનમાં તે એકલ (singlet) ધરાસ્થિતિમાં હોય છે. દા.ત., CH3O-C-H, Cl-C-H વગેરે. કાર્બીન ઊંચી ઊર્જા ધરાવતો મધ્યસ્થી હોવાને લીધે, તે જે કાર્બનિક સંયોજનમાંથી મેળવવામાં આવે છે તેમાં વધુ ઊંચી સ્થિતિએ ઊર્જા હોવી જોઈએ અથવા તેમાં ઊર્જા ઉમેરવી પડે. ડાયએઝો સંયોજનોના આવા વિઘટનથી કાર્બીન મળે છે.
કીટીનનું પ્રકાશ અપઘાતીય વિઘટન (photolytic decomposition) કરતાં પણ તે મળે છે.
રિમર-ટિમાન પ્રક્રિયા અને આર્ન્ડટ-આઇસ્ટર્ટ સંશ્લેષણ કાર્બીન મધ્યસ્થી દ્વારા જ થાય છે. કાર્બીન અત્યંત સક્રિય મધ્યસ્થી છે. સંસ્પંદન દ્વારા તેની સક્રિયતામાં ઘટાડો થાય છે, જેમ કે
F-C-F ↔ F+ = C– – F ↔ F-C– = F+ ડાયફ્લોરો કાર્બીન. F-C-F વધુ સ્થિર અને ઓછી ક્રિયાશીલતા ધરાવે છે. કેટલીક વખતે અંતરઅણુ અને આંતરઅણુ પ્રક્રિયા દરમિયાન પણ કાર્બીન બને છે, જેમ કે મિથાઇલ કાર્બીનમાંથી ઇથિલીન બને છે.
CH3 – C – H → H2C = CH2
મિથાઇલ કાર્બીન ઇથિલીન
કેટલીક વખતે કાર્બીન ડાયમરાઇઝેશન થાય છે અને દ્વિલક (dimer) સંયોજન મળે છે.
2CH3O – C – OCH3 → (CH3O)2 C = C (OCH3)2
ડાઇમિથોક્સિ કાર્બીન ટેટ્રામિથોક્સિ ઇથિલીન
કાર્બીન ઓલેફિન અને એસેટિલીન સંયોજનો સાથે પ્રક્રિયા કરી શકે છે અને અનુક્રમે તેમાંથી સાઇક્લોપ્રોપેન અને સાઇક્લોપ્રોપીન મળે છે.
જ. પો. ત્રિવેદી