કાફી રાગ : કાફી થાટમાંથી રચાયેલો મનાતો આશ્રયરાગ.
काफी दोनों राग थाट ग-गनि कोमल सब शुद्ध ।
प वादी संवादी षड्ज सप्त स्वरोंसे युक्त ।।
ગંધાર-નિષાદ કોમલ તથા અન્ય સ્વરો શુદ્ધ લેવામાં આવે છે. प વાદી અને सा સંવાદી છે. પરંતુ આધુનિક શાસ્ત્રાનુસાર રિષભ સ્વરને પણ સંવાદી સ્વર માનવામાં આવે છે. ગાવાનો સમય મધ્યરાત્રિ છે.
આરોહ સા રે ગ મ પધ નિ સા’ . પં. વિષ્ણુનારાયણ
અવરોહ સાં નિ ધ પ મ ગ રે સા ભાતખંડે સ્વરલિપિ
પદ્ધતિ મુજબ
આરોહ સા રે ગ્ મ પ ધ ની્ સા’. પં. વિષ્ણુ દિગંબર
અવરોહ સાં ની ધ પ મ ગ્ રે સા પલુસ્કર લિપિ
પકડ રે મ પ ડ ગ્ રે । પદ્ધતિ મુજબ
વિશેષતા (1) બિલાવલ તથા કલ્યાણ રાગોની જેમ આ રાગ પણ પોતાના જ થાટનો આશ્રય-રાગ છે. રાગમાં સુંદરતા લાવવા માટે કોઈવાર આરોહમાં શુદ્ધ ગંધાર અને શુદ્ધ નિષાદનો પ્રયોગ કરવામાં આવે છે; દા.ત., મ પ ધ નીડસાં – નિ ધ પ મ ગ રે તથા રે ગ મપ ગ રે.
(2) આ રાગ ગંભીર પ્રકૃતિનો નહિ હોવાથી તેમાં છોટા ખ્યાલ અને ઠૂમરી ગાવાનો પ્રઘાત છે. અધિકાંશ ઠૂમરીઓની રચનામાં વ્રજની હોરીઓનાં વર્ણન જોવા મળે છે. માટે આવી હોરી-વર્ણનની ઠૂમરીઓ હોલી-ઉત્સવમાં એટલે ફાલ્ગુન મહિનામાં વધારે ગવાય છે. ટપ્પા ગાયનશૈલી પણ આ રાગમાં ગાવામાં આવે છે.
(3) આમાં રે પ તથા ગની સંગતિ વારંવાર જોવા મળે છે.
(4) ન્યાસ સ્વર – સા, રે, પ મળતો રાગ – સિંદૂર.
(5) આરોહી આલાપીમાં ગનો ઉપયોગ ઓછો – લગભગ નહિ. ની પ ગ્ રે વિશેષ સ્વરસંગતિ.
મંદાકિની અરવિંદ શેવડે