ઑ-બગીચા-સુર્ચા (કીયાન્ગ્સુ દક્ષિણ ચીન)
January, 2004
ઑ-બગીચા-સુર્ચા (કીયાન્ગ્સુ, દક્ષિણ ચીન) : મીન્ગ વંશ(પંદરમીથી સત્તરમી સદી)ના એક વિદ્વાનનો વિશાળ આવાસ. તત્કાલીન સંસ્કૃતિને અનુરૂપ આનાં ‘સરોવર’, ‘પર્વતો’, ‘નદીઓ’ અને તેના પુલ અને બગીચા આ રહેણાકની આજુબાજુ બ્રહ્માંડનું એક નાનું પ્રતિબિંબ ખડું કરતા. આ રહેણાકનાં (1) બગીચા, (2) ખડકો, (૩) પટાંગણ, (4) પ્રવેશ, (5) સત્કાર-ખંડ, (6) વાચનાલય, (7) વિશેષ ખંડ, (8) પાલખી-ખંડ અને (9) ગ્રીષ્મગૃહ વગેરે મુખ્ય અંગો હતાં.
રવીન્દ્ર વસાવડા