ઉમદા ધાતુઓ

January, 2004

ઉમદા ધાતુઓ (noble metals) : ઉપચયન(oxidation)નો અવરોધ કરતાં રાસાયણિક ધાતુતત્વો. આવર્તકોષ્ટકની બીજી અને ત્રીજી સંક્રાંતિ શ્રેણીના રૂથેનિયમ (Ru), રહેડિયમ (Rh), પેલેડિયમ (Pd), સિલ્વર (Ag), રહેનિયમ (Re), ઓસ્મિયમ (Os), ઇરિડિયમ (Ir), પ્લેટિનમ (Pt) અને ગોલ્ડ (Au) આ વર્ગમાં ગણાય. કૉપર (Cu), સિલ્વર અને ગોલ્ડની સાથે મુદ્રા ધાતુઓ(coinage metals)નું જૂથ રચે છે. આ ધાતુઓના વિદ્યુતધ્રુવ વિભવ(electrode potentials)નાં મૂલ્યો ઘણાં નીચાં હોઈ સામાન્ય ઍસિડની તેમના ઉપર અસર થતી નથી. આ ગુણોને કારણે તેમને ઉમદા ધાતુઓ કહે છે. Cu સંક્રાંતિ તત્વ નથી પણ Cu2+ સંક્રાંતિ તત્વોના ગુણો દર્શાવે છે. આ ધાતુઓ ઉદ્દીપક તરીકે ઘણી ઉપયોગી છે.

પ્રવીણસાગર સત્યપંથી