રાગાનુરાગ સંબંધ રૂપા ભક્તિ : અનુરાગ દ્વારા ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરાવનારી ભક્તિ. રૂપ ગોસ્વામીએ ગૌણી ભક્તિના એક પેટા-પ્રકારમાં આ ભક્તિ પ્રકારને મૂકી છે. ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધ પરત્વે ચાર પ્રકાર પ્રવર્તે છે : (1) દાસ્ય, (2) સખ્ય, (3) વાત્સલ્ય અને (4) દામ્પત્ય. હનુમાનનો રામચંદ્ર સાથે દાસ્ય-સંબંધ છે. સુદામા, ઉદ્ધવ અને અર્જુનનો શ્રીકૃષ્ણ સાથે સખ્ય-સંબંધ છે. નંદ-યશોદાનો બાલકૃષ્ણ સાથે વાત્સલ્ય-સંબંધ છે જ્યારે રાધા અને રુકિમણીનો દામ્પત્યભાવ આદર્શરૂપ મનાય છે.
પ્રવીણચંદ્ર પરીખ