પોસાઇડોન : ગ્રીક લોકોની ધાર્મિક માન્યતા મુજબ સમુદ્રના દેવ. તે ધરતીકંપના દેવ પણ મનાતા હતા. આખ્યાયિકા અનુસાર તેઓ પ્રાચીન દેવ ક્રોનૉસ અને દેવી રિયાના પુત્ર હતા. ઝ્યૂસ અને હેડીસ તેમના ભાઈઓ હતા. આ ત્રણેય ભાઈઓએ તેમના પિતાને પદભ્રષ્ટ કર્યા ત્યારે સમુદ્રનું રાજ્ય પોસાઇડોનને મળ્યું. તેમનું શસ્ર ત્રિશૂળ હતું. પોસાઇડોનને હિંસક અને શક્તિશાળી દેવતા તરીકે વર્ણવવામાં આવે છે. તેમનાં લગ્ન ઓસિનસની પૌત્રી એમ્ફિટ્રાઇટ સાથે થયાં હોવા છતાં અનેક પ્રેમસંબંધો માટે તેઓ જાણીતા હતા.
જયકુમાર ર. શુક્લ