અત્યધિક શ્વેતકોશી પ્રતિક્રિયા (leukaemoid reaction) : લોહીના કૅન્સર જેવું લાગતું, શ્વેતકોષોનું વધેલું પ્રમાણ. કેટલાક ચેપ, ઝેર, કૅન્સર અને અન્ય રોગોથી પીડાતા દર્દીઓની અસ્થિમજ્જા(bone marrow)માં નિયમનવાળી પ્રતિક્રિયા રૂપે અપક્વ કે/અને પક્વ શ્વેતકોષોનું ઉત્પાદન વધે છે. દર્દીના લોહીમાં અપક્વ કે 30,000થી 50,000 ઘમિમી.ના પ્રમાણમાં પક્વ શ્વેતકોષો પરિભ્રમણ કરતા થાય છે. દર્દીની લોહીની તપાસમાં રુધિરકૅન્સર (leukaemia) જેવી લાગતી આ પરિસ્થિતિ રુધિરકૅન્સર નથી હોતી. અસ્થિમજ્જામાં અપક્વ કોષોમાં ‘ફિલાડેલ્ફિયા’ રંગસૂત્ર કે ઑરદંડ (auer rod) હોતાં નથી. પક્વ શ્વેતકોષોમાં આલ્કેલાઇન ફૉસ્ફેટેઝનું પ્રમાણ ઘટતું નથી. આ જુદા જુદા પ્રકારના રુધિરકૅન્સરમાં નિદાનસૂચક ચિહનો ગણાય છે. અહીં બધા જ પ્રકારના રુધિરકૅન્સરના જેવી જ પ્રતિક્રિયા થયેલી જોવા મળે છે, પરંતુ મજ્જાબીજકોષી રુધિરકૅન્સર-(myeloid leukaemia)ના જેવી પ્રતિક્રિયા વધુ પ્રમાણમાં થાય છે. (જુઓ સારણી). ક્યારેક ચોક્કસ નિદાન કરવું મુશ્કેલ બને છે. ચિકિત્સાર્થે મૂળ કારણની સારવાર તથા અસ્થિમજ્જાની તપાસ જરૂરની છે. (જુઓ : અસ્થિમજ્જા).
અત્યધિક શ્વેતકોષી પ્રતિક્રિયાનાં કારણો અને પ્રકારો
કારણો | પ્રતિક્રિયાનો પ્રકાર | |
(૧) | ચેપ |
|
ન્યુમોનિયા | ઉ. મ. રુ. સમ | |
વ્યાપક ક્ષય | ઉ./દી. મ. રુ. સમ | |
મધ્યમવક્ષીય (mediastinal) ક્ષય | ઉ./દી. લ. રુ. સમ | |
અતિ એકકેન્દ્રીકોષી | ||
(monocytic) | ||
વિષાણુજ રોગો જેવા કે અછબડા, | ઉ. લ. રુ. સમ | |
લાપોટિયું | ||
ચેપી એકકેન્દ્રીકોષિતા (mononucleosis) | ||
ઉટાંટિયું, ચેપી લસિકાકોષિતા | ||
(lymphocytosis) | દી. લ. રુ. સમ | |
અમીબાજન્ય રોગ | આતિઇઓસીનરાગી કોષિતા | |
(૨) | વિષાક્તતા (poisoning) | |
મદ્યજન્ય યકૃત મેદસ્વિતા | ||
(alcoholic fatty liver) | ઉ. મ. રુ. સમ | |
વ્યાપક દહન, પારો | દી. મ. રુ. સમ | |
(૩) | કૅન્સર | |
હાડકાંમાં રોગસ્થાનાંતરતા (metastasis), | દી. મ. રુ. સમ | |
બહુમજ્જાર્બુદી કૅન્સર (multiple myeloma), | ||
લસિકાર્બુદ (lymphoma), હૉજકિનનો રોગ, | ||
તંતુકોષી કૅન્સર (fibrosarcoma), | ||
ચેપયુક્ત કૅન્સરો | ||
(૪) | પ્રકીર્ણ | |
અતિશય રુધિરસ્રાવ (bleeding) કે | દી. મ. રુ. સમ | |
રુધિરભંજન (haemolysis), સગર્ભી | ||
આંચકી (eclampsia), આમવાતી | ||
સંધિશોધ (rheumatoid arthritis), | ||
ઉગ્ર સગુચ્છી મૂત્રપિંડ શોથ (acute | ||
glomerular nephritis), ડાઉનનો | ||
સંલક્ષણ, મહારક્તબીજકોષી પાંડુતા | ||
(megaloblastic anaemia), | ||
ઔષધ ઍલર્જી, | ||
રુધિર પ્રતિક્ષેપ (transfusion) | દી. મ. રુ. સમ | |
મધ્યવક્ષી ગર્ભપેશી અર્બુદ | અતિએકકેન્દ્રીકોષિતા | |
(mediastinal teratoma) | (monocytosis) | |
*ઉ. ઉગ્ર (acute) | ||
મ. | મજ્જાબીજકોષી (myeloid) | |
રુ. | રુધિરકૅન્સર (leukaemia) | |
દી. | દીર્ઘકાલી (chronic) | |
લ. | લસિકાબીજકોષી (lymphoid) |
નોંધ : ઉ.મ.રુ. સમ = ઉગ્ર મજ્જાબીજકોષી રુધિરકૅન્સર(AML) સમ; દી.મ.રુ. સમ = દીર્ઘકાલી મજ્જાબીજકોષી રુધિરકૅન્સર (CML) સમ; ઉ.લ.રુ. સમ = ઉગ્ર લસિકાબીજકોષી રુધિરકૅન્સર (ALL) સમ; દી.લ.રુ. સમ = દીર્ઘકાલી લસિકાબીજકોષી રુધિરકૅન્સર (CLL) સમ.
શિલીન નં. શુક્લ