પ્રદક્ષિણા પથ : મંદિરોમાં ગર્ભગૃહની ફરતે રખાયેલ ભ્રમતિ. આનો લાભ નિજ મંદિરની આજુબાજુ પરિક્રમા કરવા માટે લેવામાં આવે છે. ઉત્તર ભારતનાં મંદિરોના પ્રાકારોમાં આ જાતની વ્યવસ્થા વિશેષ જોવા મળે છે. પ્રદક્ષિણા પથ ધરાવતાં મંદિરને સાંધાર પ્રાસાદ અને પ્રદક્ષિણા પથ વિનાના મંદિરને નિરંધાર પ્રાસાદ કહે છે.
રવીન્દ્ર વસાવડા