સિંગ આરસીપ્રસાદ

January, 2008

સિંગ, આરસીપ્રસાદ (. 19 ઑગસ્ટ 1911, અરાઉત, સમસ્તીપુર, બિહાર; . 15 નવેમ્બર 1996) : મૈથિલી અને હિંદીના કવિ. તેઓ કોચી ડિગ્રી કૉલેજ, ખગસિયા ખાતે અધ્યાપક રહ્યા, 1948-51; ઑલ ઇન્ડિયા રેડિયો ખાતે હિન્દીના કાર્યક્રમ-નિર્માતા તરીકે કામ કર્યું, 1956-88.

તેમને મળેલ સન્માનોમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવૉર્ડ (1984), બિહાર સરકાર તરફથી દિનકર એવૉર્ડ તથા ઉત્તરપ્રદેશ સરકાર તરફથી ‘સાહિત્યભૂષણ’ પદવીનો સમાવેશ થાય છે.

તેમની માતૃભાષા મૈથિલી છે અને તેઓ હિંદીમાં લખે છે. તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘આજકલ’ (1936), ‘ચાંદામામા’ (1944), ‘પાંચજન્ય’ (1945), ‘ઓનામાસી’ (1953), ‘જાદુ કી બંસી’ (1954), ‘કલમ ઔર બંદૂક’ (1968), ‘રજનીગંધા’ (1990), ‘ચાણક્યશિખા’ (1992), ‘બદલ રહી હૈ દવા’ (1992), ‘આસ્થા કા અગ્નિકુંડ’ (1992) – એ તમામ કાવ્યસંગ્રહો; ‘બિરબર કુંવરસિંગ’ (1993) (મહાકાવ્ય); ‘સૂર્યમુખી’ – મૈથિલીમાં કાવ્યસંગ્રહ.

મહેશ ચોકસી