શતદ્રૂ : પૂર્વ પંજાબના પહાડી પ્રદેશમાં આવેલ પ્રાચીન સમયનું રાજ્ય. હ્યુ એન ત્સાંગે પૂર્વ પંજાબમાં જોયેલાં રાજ્યોમાં જાલંધર, કુલુતા, ચિ-ના-પુહ્-તી સાથે શતદ્રૂ રાજ્યનો પણ ઉલ્લેખ કર્યો છે. સાતમી સદીના પૂર્વાર્ધમાં તે રાજ્ય હોવું જોઈએ. તે રાજ્યોનો હર્ષના સામ્રાજ્યમાં સમાવેશ થતો હોય એવી સંભાવના છે.
જયકુમાર ર. શુક્લ