કૅન્સર

અપરિપક્વ કોષોની આક્રમક સંખ્યાવૃદ્ધિ કે તેને કારણે થતી જીવલેણ ગાંઠ એટલે કૅન્સર. લોહીના અપરિપક્વ કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતા રુધિરકૅન્સર(leukaemia)માં ગાંઠ જોવા મળતી નથી. કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠને અર્બુદ (tumour) અથવા નવવિકસન (neoplasia) કહે છે. તે સૌમ્ય (benign) અને જીવલેણ કે મારક (malignant) એમ બે પ્રકારની હોય છે. સૌમ્ય ગાંઠ સામાન્ય રીતે જીવલેણ હોતી નથી, પરંતુ ક્યારેક તે તેના સ્થાનને કારણે મહત્વના અવયવના કાર્યમાં વિક્ષેપ લાવીને જીવનને જોખમી બની શકે છે; જેમ કે ગળાની આગળના ભાગમાં થતા ગલગંડ(thyroid goitre)ના દર્દીને શ્વસનમાર્ગમાં અવરોધ ઉદભવે. જીવલેણ અથવા મારક ગાંઠને સામાન્ય રીતે કૅન્સર(કર્કાર્બુદ)ના નામે ઓળખવામાં આવે છે. કૅન્સર શબ્દ લૅટિન ભાષાના ‘crab’ (કરચલો અથવા કર્ક) શબ્દ પરથી ઊતરી આવેલો છે. બ્રિટનના કૅન્સરવિદ્ (oncologist) સર રુપર્ટ વિલ્સે કરેલી વ્યાખ્યા પ્રમાણે પેશીની વિષમ (abnormal) અને અસમતોલ વૃદ્ધિને કારણે થતી ગાંઠને કૅન્સર કહે છે, જેની વૃદ્ધિ સામાન્ય અથવા અવિષમ (normal) પેશીની વૃદ્ધિ કરતાં વધુ હોય છે અને તેને શરૂ કરનાર ઉત્તેજક પરિબળો શમી જાય તે પછી પણ સતત ચાલુ રહે છે. આવી ગાંઠની વૃદ્ધિ હેતુ વગરની અને સ્વાયત્ત (autonomous) હોય છે અને તે મૂળ સજીવ(host)ના જોખમે થતી રહે છે. કૅન્સરને લગતા અભ્યાસને કૅન્સરવિદ્યા અથવા કર્કાર્બુદવિદ્યા (oncology) કહે છે. ગ્રીક ભાષાના શબ્દ oncosનો અર્થ ગાંઠ થાય છે.

કૅન્સર આધુનિક કાળનો રોગ નથી. તે સદીઓથી થતો આવ્યો છે તેવા પુરાવા મળે છે. આદિકાળમાં ડાઇનોસૉર જાતિનાં પ્રાણીઓ હતાં અને તેમને હાડકાનું કૅન્સર થયાના પુરાવા છે. ઇજિપ્તનાં મમી (સંગૃહીત શબ) તથા 1,000 વર્ષ જૂનાં દક્ષિણ અમેરિકાના ઇન્ડિયનોનાં હાડપિંજરમાં પણ કૅન્સર જોવા મળેલું છે. ભારતમાં ચરક અને સુશ્રુતે કૅન્સરનાં નિદાન અને સારવાર વર્ણવ્યાં છે. અન્ય પ્રાણીઓ અને વનસ્પતિમાં પણ કૅન્સર થાય છે. ભારતમાં મૃત્યુકારક મુખ્ય રોગોમાં વિવિધ ચેપ (infection), હૃદય અને રુધિરવાહિનીના રોગો તથા કૅન્સર છે. જેમ જેમ ચેપી રોગોનું પ્રમાણ ઘટતું જાય છે અને વધુ ને વધુ પ્રમાણમાં તે મટતા જાય છે તેમ તેમ જીવનકાળ વધતો જાય છે તેમજ કૅન્સરનો નવસંભાવ્ય દર (incidence rate) પણ વધતો જાય છે. કોઈ ચોક્કસ સમયગાળામાં ચોક્કસ વિસ્તાર અને 1 લાખની વસ્તીમાં કૅન્સરના રોગના નવા દર્દીઓની સંખ્યાને તેની નવસંભાવ્યતા (incidence) કહે છે જ્યારે 1 વર્ષમાં કોઈ ચોક્કસ વિસ્તારની 1 લાખની વસ્તીએ કૅન્સરના નવા દર્દીઓ નોંધાય તેમની સંખ્યાને નવસંભાવ્યદર કહે છે. કૅન્સર કોઈ પણ ઉંમરે, કોઈ પણ પેશીમાં, પુરુષ તેમજ સ્ત્રીઓને થાય છે.

સજીવકોષ : પ્રાણીઓ અને વનસ્પતિ સૂક્ષ્મ એકમો અથવા કોષો(cells)નાં બનેલાં હોય છે. પુખ્ત માનવના શરીરમાં આશરે 5,00,00,00,00,00,000 (5 ´ 1013) કોષો હોય છે. તે વિવિધ આકારના અને જુદાં જુદાં ચોક્કસ કાર્ય કરવાની ક્ષમતાવાળા હોય છે. તેના આધારે તેમના સમૂહો પેશીઓ (tissues) અને અવયવો (organs) બનાવે છે. ચેતાકોષ, સ્નાયુકોષ, રક્તકોષ, શ્વેતકોષ વગેરે જુદા જુદા આકારના અને કાર્ય કરતા કોષો હોય છે. એકસરખા કોષો કોઈ એક વિશિષ્ટ કાર્ય કરતા એક સમૂહમાં જોવા મળે તો તે સમૂહને પેશી અથવા ઊતક (tissue) કહે છે. જુદી જુદી પેશીઓ એકઠી થઈને અવયવ (organ) બનાવે છે.

આકૃતિ 1 : કોષ અને તેના વિવિધ ભાગો (અંગિકાઓ) : (1) કોષકેન્દ્ર, (2) કોષરસ અને (3) કોષકલા અથવા કોષપટલ.

કોષના 3 મુખ્ય ભાગો છે : કોષકેન્દ્ર (nucleus), કોષરસ (cytoplasm) અને કોષકલા અથવા કોષપટલ (cell membrane). પ્રાણીકોષોને કોષદીવાલ (cell wall) હોતી નથી. કોષરસમાં આવેલી અંગિકાઓ (organelles) કોષનાં જુદાં જુદાં કાર્યો કરે છે, જેમ કે કણાભસૂત્રો (mitochondria) કોષના શ્વસનનું કાર્ય કરે છે જ્યારે રીબોઝોમ પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. કોષકેન્દ્રમાં રંગસૂત્રો (chromosomes) હોય છે અને તે કોષનાં આકાર, રચના અને કાર્યો અંગેની માહિતીનું વહન તેમજ નિયમન કરે છે. કોષની દરેક વિશિષ્ટ લાક્ષણિકતા માટે રંગસૂત્રોમાં જનીનો (genes) આવેલા હોય છે. રંગસૂત્રો પરની જનીનોની ગોઠવણી નિશ્ચિત પ્રકારની હોય છે. કોષકેન્દ્રમાં ઉદભવતા સંદેશવાહકો (messengers) પ્રોટીન ઉત્પન્ન કરવા માટે જનીનો પરની માહિતીનું કોષરસમાં વહન કરે છે. કોષકેન્દ્રમાંનું જનીનદ્રવ્ય મુખ્યત્વે DNA(ડીઑક્સિરીબોઝ ન્યૂક્લિઇક ઍસિડ)નું બનેલું છે. પ્રોટીનનું ઉત્પાદન રીબોઝ ન્યૂક્લિઇક ઍસિડ (RNA) વડે થાય છે.

દરેક સજીવની શરૂઆત એક કોષથી થાય છે. વિભાજન દ્વારા તેની સંખ્યાવૃદ્ધિ તેમજ વિકાસ થાય છે. કોષવિભાજનથી થતી કોષોની સંખ્યાવૃદ્ધિ જનીનો દ્વારા નિયંત્રિત હોય છે. પૂરેપૂરી વૃદ્ધિની પ્રક્રિયા પૂરી થાય એટલે સંખ્યાવૃદ્ધિનો દર ઘટી જાય છે અને તે ઘસારાથી થતા નાશની પુરવણી પૂરતો રહી જાય છે. રોગ કે ઈજાને કારણે કોષનો નાશ થાય તો કોષવિભાજન અને સંખ્યાવૃદ્ધિનો દર ફરીથી વધે છે. નવજાત કોષોનો વિકાસ પણ જનીનો દ્વારા નિયંત્રિત હોય છે. કોષોના વિકાસની પ્રક્રિયાને વિભેદન (differentiation) કહે છે. તેને કારણે પુખ્ત કોષોનો આકાર તથા તેમનું કાર્ય સુનિશ્ચિત અને જે તે પેશીને અનુરૂપ બને છે.

કૅન્સરકોષ : કૅન્સર જનીનોની વિકૃતિથી ઉદભવતા કોષવિકારવાળો રોગ છે. તેની કેટલીક લાક્ષણિકતાઓ છે. તેમાં મહદ્અંશે એક કોષગોત્ર(clone)ના કોષો હોય છે, પરંતુ ક્યારેક તમાકુ જેવા કૅન્સરકારક દ્રવ્યની અસરથી સંસર્ગમાં આવતા આવા ક્ષેત્રમાં અનેક કોષગોત્રોવાળા કૅન્સરો ઉદભવે છે. તેને ક્ષેત્ર કૅન્સરીકરણ (field cancerisetion) કહે છે. એક જ આદિકોષ(stem cell)માંથી ઉદભવેલા કોષોના સમૂહને કોષગોત્ર કહે છે. તેઓની બધી લાક્ષણિકતાઓ સમાન હોય છે. કૅન્સરકોષો ‘અમર’ છે કેમ કે તેઓ અનેક વખત સંખ્યાવૃદ્ધિ માટે દ્વિવિભાજન પામી શકે છે. તેઓનાં રંગસૂત્રો અને જનીનોમાંનું DNA અસ્થિર (instable) હોય છે તેથી તેમાં વિકૃતિઓ ઉદભવે છે. સંખ્યાવૃદ્ધિનું નિયંત્રણ કરતું સ્પર્શનિગ્રહણન (contact inhibition) અને વાપસ્થાપન (anchorage) પર આધારિત વૃદ્ધિ હોતી નથી. કોષો તેમના સ્થાને સ્થાપિત થાય ત્યાર પછી જ સંખ્યાવૃદ્ધિ થાય તેને વાપસ્થાપન કહે છે અને તેમની સંખ્યાવૃદ્ધિથી આસપાસની પેશીના કોષોનો સ્પર્શ થાય ત્યારે તે બંધ થઈ જાય તેને સ્પર્શનિગ્રહણ કહે છે. આ બંને ક્રિયાઓ બંધ થઈ જાય છે. તેથી તેઓ અમર્યાદ સંખ્યાવૃદ્ધિ કરતા રહે છે, આસપાસની પેશીઓ તથા નસો પર આક્રમક બને છે અને તેણી દ્વારા અન્યત્ર ફેલાઈને સ્થાનાંતરતા (metastasis) કરે છે.

આકૃતિ 2 : કૅન્સરના ઉદભવ પર જનીની ઘટકો તથા અન્ય પરિબળોની અસર

કારણવિદ્યા : આધુનિક સંકલ્પના (concept) પ્રમાણે રંગસૂત્રોમાંથી ઉદભવતા ખોટા સંદેશાઓને કારણે વૃદ્ધિ (growth) અને સંખ્યાવૃદ્ધિ(proliferation)ની સામાન્ય નિયંત્રણની પ્રક્રિયાઓ અસરગ્રસ્ત થતાં કોષમાં કૅન્સરનો રોગ થાય છે. જોકે કૅન્સરનું ચોક્કસ કારણ હજુ નક્કી કરવાનું બાકી છે. કૅન્સર, ખરેખર તો, વિવિધ કારણોથી થતા રોગોનો એક સમૂહ છે. કોષની સંખ્યાવૃદ્ધિનું નિયંત્રણ કરતા રંગસૂત્રનો કોઈક ભાગ છૂટો પડી જાય, તેમાં કોઈ બીજા જનીનો ઉમેરાઈ જાય કે તેમાં વિકૃતિ (mutation) થાય તો રંગસૂત્ર દ્વારા કોષવિભાજન અને કોષોની સંખ્યાવૃદ્ધિનું નિયંત્રણ નાશ પામે છે. તેથી સામાન્ય રીતે નિષ્ક્રિય રહેતાં હોય તેવાં જનીન સક્રિય બની જાય છે અને ખોટા સંદેશાઓ સર્જીને કોષોની સંખ્યાવૃદ્ધિ કરાવે છે. આવાં કૅન્સર કરતાં જનીનોને કૅન્સરકારી જનીન (oncogenes) કહે છે. તેવી જ રીતે કેટલાંક જનીનો નિષ્ક્રિય થાય ત્યારે કોષોની સંખ્યાવૃદ્ધિ બંધ કરવાની ક્રિયા અટકી પડે છે અને તેથી અનિયંત્રિત કોષ-સંખ્યાવૃદ્ધિ થાય છે. આવાં જનીનોને કૅન્સરરોધી અથવા પ્રતિકૅન્સર જનીન (antioncogenes) કહે છે. તેમને અર્બુદદાબક અથવા અર્બુદદમક (tumour suppressor) જનીન પણ કહે છે. કૅન્સર કરતાં ભૌતિક, રાસાયણિક તેમજ જીવશાસ્ત્રીય ઘટકો અને પરિબળો ઉપર જણાવેલ જનીનોના બે સમૂહોને અસર કરે છે.

વિવિધ અભ્યાસોએ સૂચવ્યું છે કે આશરે 80 % માનવ-કૅન્સરો વાતાવરણનાં પરિબળોને કારણે થાય છે અને તેથી સૈદ્ધાંતિક રીતે જોતાં તેમને થતાં અટકાવી શકાય એમ છે. કૅન્સરની સારવાર શક્ય નથી અથવા તે મટી શકે તેમ નથી એવી ખોટી માન્યતાને કારણે તેનું વહેલું અન્વેષ્ટન અથવા નિર્દેશન (early detection) કે નિદાન (diagnosis) તેમજ વહેલી સારવાર શરૂ કરવામાં તકલીફ રહે છે.

કૅન્સરકારકો : કૅન્સર કરતા કે કૅન્સર થવાનું જોખમ વધારતા ઘટકોને કૅન્સરકારકો (carcinogens) કહે છે. તે ત્રણ પ્રકારના હોય છે – ભૌતિક (physical), રાસાયણિક (chemical) તથા જૈવશાસ્ત્રીય અથવા જૈવિક (biological). સર પર્સિવલ પોટે બસોથી વધુ વર્ષ પહેલાં ચીમની સાફ કરતા છોકરાઓમાં શુક્રગ્રંથિની કોથળી અથવા સંવૃષણ(scrotum)નું કૅન્સર થાય છે એવું દર્શાવ્યું હતું. રસાયણો દ્વારા કૅન્સર થવાની શક્યતા આ રીતે સૌપ્રથમ જાણી શકાઈ હતી. બેન્ઝીનને કારણે રુધિર-કૅન્સર અથવા લોહીનું કૅન્સર થાય છે. અનેક રસાયણોના સંસર્ગથી કૅન્સર થવાની સંભાવના છે એમ જાણી શકાયું છે.

રાસાયણિક કૅન્સરકારકો બે પ્રકારના હોય છે : (ક) પ્રારંભકો (initiators) અને (ખ) પ્રવર્ધકો (promoters). સારણી 1માં કૅન્સરનો આરંભ કરતા પ્રારંભક-કૅન્સરકારકો દર્શાવ્યા છે. તે કોષમાંનાં DNAમાં કાયમી પ્રકારના ફેરફારો આણે છે; પરંતુ તેને કારણે કૅન્સરની શરૂઆત થઈ જતી નથી. આવા ‘પ્રારંભિત’ (initiated) કોષ જો પ્રવર્ધક-કૅન્સરકારકોની અસર હેઠળ આવે તો તેમનું કૅન્સરકોષમાં રૂપાંતર થાય છે. ફાયરબૉલ ઈસ્ટર્સ, ફીનૉલ્સ, કેટલાક અંત:સ્રાવો (hormones) અને ઔષધો (દા.ત., ફિનૉબાર્બીટોન) પ્રવર્ધક-કૅન્સરકારકો તરીકે વર્તે છે. પૉલિસાઇક્લિક ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન્સ કદાચ સૌથી વધુ અસરકારક કૅન્સરકારકો છે. કૅન્સરકારકો સીધેસીધી કે આડકતરી અસર ઉપજાવે છે. જો કૅન્સરકારક પ્રારંભક અને પ્રવર્ધક બંને હોય તો તેને સંપૂર્ણ કૅન્સરકારક કહે છે. રસાયણોની કૅન્સરકારકતા તેમની માત્રા (dose) પર આધારિત હોય છે. સારણી 2માં કેટલાંક કૅન્સરકારક રસાયણોથી થતાં કૅન્સર દર્શાવેલાં છે, જ્યારે સારણી 3માં કેટલાંક કૅન્સર થવામાં કારણભૂત કૅન્સરકારક રસાયણો દર્શાવાયાં છે.

સારણી 1 : મુખ્ય રાસાયણિક કૅન્સરકારકો

(ક) સીધેસીધું કાર્ય કરતા કૅન્સરકારકો :
(1) કૅન્સરવિરોધી અલ્કાયલેટિંગ ઔષધો જેવાં કેસાઇક્લોફૉસ્ફેમાઇડ, ક્લોરેમ્બ્યુસિલ, નાઇટ્રોસ્યૂરિયા જૂથ;(2) બીટા-પ્રૉમિડેક્ટોન; (3) ડાયમિથાઇલ સલ્ફેટ ડાયપ્રૉક્સિબ્યુટેન;(4) ડાયમિથાઇલ કાર્બામિલ ક્લોરાઇડ તથા (5) ઍસિલેટિંગએજન્ટ, દા.ત., 1-ઍસિટાઇલ-ઇમિડેઝોલ
(ખ) ચયાપચયી પ્રક્રિયાઓ દ્વારા કાર્યાન્વિત થતા પૂર્વકૅન્સરકારકો(procarcinogens) :(1) પૉલિસાઇક્લિક અને હિટેરો-સાઇક્લિક ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન્સ; (2) બેન્ઝ ઍન્થ્રાસિન, ડાયબેન્ઝ ઍન્થ્રાસિન;(3) 3-મિથાઇલ ક્લોરેન્થ્રિન; (4) ડાયમિથાઇલ બેન્ઝઍન્થ્રાસિન
(ગ) ઍરોમૅટિક ઍમાઇન્સ :(1) 2-નૅફથાઇલ ઍમાઇન (બીટા-નૅફથાઇલ ઍમાઇન);(2) 2-ઍસિટાઇલ ઍમીનો ફ્લુરિન
(ઘ) કુદરતી પદાર્થો :(1) ઍફલોટૉક્સિન; (2) ગ્રિસિઓસ્પિન; (3) સેફ્રોલ;(4)  સોપારી
(ચ) અન્ય પદાર્થો :
(1) નાઇટ્રોસેમિન અને ઍમાઇડ્ઝ; (2) વિનાઇલ ક્લોરાઇડ;(3) નિકલ; (4) ક્રોમિયમ; (5) કેટલાંક જંતુનાશકો, ફૂગનાશકો;(6) પૉલિક્લોરિનેટેડ બાયફિનાઇલ્સ

આવી રીતે પ્રારંભક-કૅન્સરકારકથી અસર પામેલા કોષ કૅન્સરના કોષો હોતા નથી. તે પોતાની સંખ્યાવૃદ્ધિ પણ કરતા નથી. તે માટે પ્રવર્ધક-કૅન્સરકારકની જરૂર રહે છે (આકૃતિ 2). પૉલિસાઇક્લિક હાઇડ્રોકાર્બન્સ પ્રકારના રાસાયણિક કૅન્સરકારકો સિગારેટ-બીડીના ધુમાડામાં, ધૂમિત માંસમાં અને માછલીમાં હોય છે.

આકૃતિ 3 : રાસાયણિક કૅન્સરકારકથી કૅન્સરજનન

રબર અને ઍનેલિન રંગોમાં ઍરોમૅટિક ઍમાઇન્સ અને ઍઝોડાયઝ પ્રકારના કૅન્સરકારકો હોય છે. આહારમાં વપરાતા કેટલાક રંગો તથા ફૂગ વળેલા શિંગદાણાનું ફૂગવિષ (aflotoxin) તથા માણસનાં આંતરડાંમાં બનતા નાઇટ્રોસો ઍનાઇન્સ પણ કૅન્સરકારકો છે.

સારણી 2 : કેટલાંક કૅન્સરકારક રસાયણોથી થતાં કૅન્સર

સંસર્ગ રસાયણ કૅન્સર
ઔદ્યોગિક 2-નૅફ્થાઇલ ઍમાઇન બેન્ઝીડિન 4-ઍમાઇનો બાયફિનાઇલ બિસ-ક્લોરોમિથાઇલ ક્રોમિયમનાં સંયોજનો મૂત્રાશય કૅન્સર મૂત્રાશય કૅન્સર મૂત્રાશય કૅન્સર ફેફસાનું કૅન્સર ફેફસાનું કૅન્સર
નિકલનાં સંયોજનો મસ્ટાર્ડ ગૅસ ટાર, તેલ, ધુમાડો ઍસ્બેસ્ટૉસ બેન્ઝીન નાકની આસપાસમાં પરિનાસાવિવર (paranasal sinus) તથા ફેફસાનું કૅન્સર
શ્વસનમાર્ગનું કૅન્સર ચામડી અને ફેફસાનું કૅન્સર ફેફસાનું આવરણ કરતી પરિફેફસીકલા (pleura) તથા પેટના પોલાણનું આચ્છાદન (lining) કરતી પરિતનકલા- (peritoneum)નું કૅન્સર લસિકાભ(lymphoid)પેશીનું કૅન્સર
સામાજિક નાગરવેલ પાન અને તમાકુ ચાવવી ધૂમ્રપાન મોંનું કૅન્સર
ફેફસાં, ગળું, સ્વરપેટી, મૂત્રમાર્ગનું કૅન્સર
ઔષધીય ડાયમિથાઇલ, સ્ટીલ્બેસ્ટેરોલ
મૅલ્ફેલાન
સાઇક્લોફૉસ્ફેમાઇડ
આર્સેનિક સંયોજન
ફેનિટોઇન
ઍઝાથાયોપ્રિન
યોનિ (vagina), ગર્ભાશયના
અંત:સ્તર(endometrium)નું
કૅન્સર
મૂત્રાશય અને લસિકાભપેશીનું
કૅન્સર
મૂત્રાશય અને લસિકાભપેશીનું
કૅન્સર
ચામડીનું કૅન્સર
લસિકાભપેશીનું કૅન્સર
લસિકાભપેશી, ચામડી તથા
મૃદુપેશીનું કૅન્સર

આહાર અને કૅન્સરજનન : ફૂગ વળેલા શિંગદાણા તથા મદ્યપાન ઉપરાંત આહારના કેટલાક ઘટકો કૅન્સરજનન (carcinogenesis) સાથે સંકળાયેલા હોવાનું જણાયું છે (જુઓ સારણી 4 અને 5).

પશ્ચિમી ઢબનો આહાર લેતા દેશોમાં મોટા આંતરડા અને સ્તનનું કૅન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. આહારમાં ચરબી ઘટાડીને સ્તનના કૅન્સરનું પ્રમાણ તથા રેસાવાળા આહાર લેવાથી મોટા આંતરડાના કૅન્સરનું પ્રમાણ ઘટાડી શકાય છે. જાપાનીઓના આહારને કારણે જઠરનું કૅન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. દક્ષિણ ભારતમાં પણ આહાર અને જઠરના કૅન્સર વચ્ચે સંબંધ છે કે નહિ તેનું સંશોધન ચાલી રહ્યું છે. હાલ કૅન્સર થવાની સંભાવના ઘટાડવા માટે સૂચવાયેલા આહારમાં ઓછા પ્રમાણમાં ચરબી, 20થી 30 ગ્રામ રેસા, લીલાં અને પીળાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરવાનું સૂચવાય છે. મદ્યપાન મધ્યમસરથી વધુ ન હોવું જોઈએ તથા મીઠામાં સંગ્રહેલા કે ધૂમિત આહારનું પ્રમાણ પણ ઓછું હોવું જરૂરી ગણાય છે.આહાર અને કૅન્સરજનન : ફૂગ વળેલા શિંગદાણા તથા મદ્યપાન ઉપરાંત આહારના કેટલાક ઘટકો કૅન્સરજનન (carcinogenesis) સાથે સંકળાયેલા હોવાનું જણાયું છે (જુઓ સારણી 4 અને 5).

સારણી 3 : કેટલાંક રાસાયણિક કૅન્સરકારકો

ક્રમ અવયવ રસાયણો ઔષધો
1 2 3 4
1. મોં તમાકુનાં રસાયણો તથા ધુમાડો, દારૂ, ચૂના-સોપારીવાળું પાન
2. નાકની આસપાસનાં વિવરો (sinuses) નિકલની ખનિજ, લાકડાની રજ
3. ગળું, જીભનુંમૂળ તમાકુનાં રસાયણો તથાધુમાડો, દારૂ
4. સ્વરપેટી તમાકુનાં રસાયણો તથા ધુમાડો
5. ફેફસું,શ્વાસનળી તમાકુનાં રસાયણો તથા ધુમાડો,આર્સેનિક, ડામર (tar) ઍસ્બેસ્ટૉસ,ક્રોમિયમ રસાયણો, નિકલની ખનિજ,લાકડાની રજ, બિસક્લોરોમિથાઇલ-ઈથર, બિસક્લોરોઇથાઇલ-સલ્ફર આર્સેનિકનાંરસાયણો
6. પરિફેફસીકલા(pleura) ઍસ્બેસ્ટૉસ
7. અન્નનળી તમાકુનાં રસાયણો તથા ધુમાડો, દારૂ
8. જઠર તમાકુનો ધુમાડો તથા રસાયણો, દારૂ આર્સેનિકનાંરસાયણો
9. સ્વાદુપિંડ(pancreas) તમાકુનાં રસાયણો તથા ધુમાડો
10. યકૃત (liver) મગફળીની ફૂગનું એફ્લોટૉક્સિનવિનાઇલ ક્લોરાઇડ, દારૂ એનાબોલિકસ્ટીરૉઇડ,ગર્ભનિરોધકગોળીઓ
11. મળાશય દારૂ (બિયર)
12. પરિતનકલા(peritoneum) ઍસ્બેસ્ટૉસ
13. મૂત્રપિંડનો કુંડ(renal pelvis)         – ફિનાસેટિન
14. મૂત્રપિંડ ધૂમ્રપાન, કદાચ વધુ પડતી ચરબી
15. મૂત્રાશય તમાકુનાં રસાયણો અને ધુમાડો,ઍરોમૅટિક ઍમાઇન્સ, ઍઝો-રંગો અલ્કાયલેટિંગ>ઔષધો,ક્લૅરનેફ્ઝિન
16. પુર:સ્થ(prostate)ગ્રંથિ કૅડમિયમ, કદાચ વધુ પડતી ચરબી
17. યોનિ (vagina)        – ડાયઇથાયલ-સ્ટીલ્બેસ્ટેરોલ
18. ચામડી આર્સેનિક, ધુમાડો, ડામર આર્સેનિકનાંરસાયણો
19. રુધિરકૅન્સર(leukaemia) >બેન્ઝીન અલ્કાયલેટિંગઔષધો
20. લિમ્ફોમા(લસિકાર્બુદ)         – >પ્રતિરક્ષાદાબીઔષધો(immuno-Suppressivedrugs)

ઇન્ડોલવાળાં શાક(દા.ત., કોબીજ, કૉલીફ્લાવર)ને એક બાજુ જઠરના કૅન્સરની સંભાવના સાથે જોડવામાં આવે છે તો બીજી બાજુ તેનાથી મોટા આંતરડાના કૅન્સર સામે કદાચ રક્ષણ મળે છે તેમ મનાય છે.

સારણી 4 : કૅન્સરની સંભાવના વધારતો આહાર

પદાર્થ કયા અવયવનું કૅન્સર થાય
ચરબી/તળેલો ખોરાક સ્તન, મોટું આંતરડું, કદાચ ગર્ભાશય
અને અંડગ્રંથિ
વધુ પડતી કૅલરી સ્તન, ગર્ભાશય, પુર:સ્થ (prostate) ગ્રંથિ,
મોટું આંતરડું, પિત્તાશય
પ્રાણિજ પ્રોટીન સ્તન, ગર્ભાશય, મોટું આંતરડું
દારૂ (ખાસ કરીને ધૂમ્રપાન
(સાથે)
મોઢું, ગળું, સ્વરપેટી, અન્નનળી, યકૃત
(liver)
બિયર મળાશય (rectum)
ફૂગવાળા શિંગદાણા યકૃત
ક્ષારમાં સંગ્રહેલો, દુણાયેલો કે બળેલો ખોરાક અન્નનળી, જઠર
નાઇટ્રેટ-નાઇટ્રાઇટ જેવાંઆહારપૂરકો (food additives) આંતરડું
ઇન્ડોલવાળાં શાક દા.ત., કોબીજ, કૉલીફ્લાવર જઠર

સારણી 5 : કૅન્સર સામે સંભવિત રક્ષણ આપતો આહાર

વધુ રેસાવાળો ખોરાક
લીલાં-પીળાં શાકભાજી
ધાન્ય(અનાજ)ના આખા દાણા
સોયાબીન
ઇન્ડોલવાળાં શાક (મોટું આંતરડું)
વિટામિન એ, બી અને સી-વાળો ખોરાક, લોહ (અન્નનળી)

તમાકુની કૅન્સરકારકતા : ભારતમાં થતા કૅન્સરના 40 % ઉપરાંત કિસ્સામાં તમાકુ કારણભૂત ગણાય છે. તેમાં મુખ્યત્વે મોંનું કૅન્સર, ગળાનું કૅન્સર, જીભના મૂળનું કૅન્સર, સ્વરપેટીનું કૅન્સર, ફેફસાનું કૅન્સર, અન્નનળીનું કૅન્સર તથા મૂત્રાશયનું કૅન્સર હોય છે. ધૂમ્રપાનને કારણે ગર્ભાશય-ગ્રીવા(cervix)નું કૅન્સર પણ વધારે પ્રમાણમાં થાય છે. તમાકુ ઉપરાંત પાનમસાલાને કારણે પણ જનીની વિકૃતિઓ થાય છે અને આમ તે બંને કૅન્સરકારક છે એવી સાબિતી ઉપલબ્ધ થયેલી છે. ધૂમ્રપાન ઘટાડવાની ઝુંબેશને કારણે પશ્ચિમના દેશોમાં ફેફસાંના કૅન્સરની બીમારી અને તેનાથી થતા મૃત્યુનો દર ઘટ્યો છે. ધૂમ્રપાન કરતા પુરુષની પત્નીને કે ધૂમ્રપાન કરતા કર્મચારી કે મુસાફરથી તેમની સાથેની વ્યક્તિને અસક્રિય (passive) ધૂમ્રપાનને કારણે ફેફસાંનું કૅન્સર થાય છે. તેથી જાહેર સ્થળોએ ધૂમ્રપાનનો નિષેધ કરાય છે તથા ઘરમાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ તથા અન્ય સર્વ વ્યક્તિઓનાં રક્ષણ માટે પણ ધૂમ્રપાન ન કરવાનું સૂચવાય છે. તેમ છતાં હજુ અમેરિકામાં આશરે 50 % કૅન્સર તમાકુને કારણે થાય છે.

કૅન્સરકારક વિષાણુઓ (carcinogenic viruses) : પ્રાણીઓમાં થતાં કેટલાંક વિવિધ કૅન્સરોનું કારણ વિષાણુઓ છે એવું નિશ્ચિત કરાયેલું છે. માણસમાં પુખ્ત વયે થતું T-લિમ્ફેટિક લ્યૂકીમિયા/લિમ્ફોમા (લસિકાકોષીય રુધિરકૅન્સર/લસિકાર્બુદ) નામનું કૅન્સર વિષાણુઓથી થાય છે તેવું સાબિત થયેલું છે. તેવી જ રીતે પેપિલોમા વિષાણુના ચેપને કારણે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખ(uterine os)ની આસપાસ ગર્ભાશય-ગ્રીવા(uterine cervix)નું કૅન્સર થાય છે તેવું પણ નિશ્ચિત થયું છે. તેથી તેને માટેની રસી શોધવાનું સંશોધન ચાલી રહ્યું છે. અન્ય વિવિધ કૅન્સરો સાથે વિવિધ વિષાણુઓ જોવા મળે છે પરંતુ તે બધા કૅન્સર કરનારા વિષાણુઓ છે એવું સાબિત થયેલું નથી. કૅન્સરકારક વિષાણુઓ DNA તથા RNA એમ બંને પ્રકારના હોય

સારણી 6 : તમાકુને કારણે થતાં સંભવિત કૅન્સર

ક્રમ અવયવ વધારાનાં પરિબળો
1. મોં, ગળું, જીભનું
મૂળ, અન્નનળી
દારૂ
2. ફેફસું ઍસ્બેસ્ટૉસ, ખનિજની રજ,
હવાનું પ્રદૂષણ
3. સ્વાદુપિંડ (pancreas) વધુ ચરબીવાળો આહાર
4. મૂત્રપિંડ, મૂત્રાશય
5. ગર્ભાશય-ગ્રીવા
(uterine cervix)
વિષાણુ (virus)

છે. પેપિલોમા વિષાણુઓ, એપ્સ્ટિન-બાર વિષાણુ તથા હિપેટાઇટિસ-બી વિષાણુઓ DNA પ્રકારના હોય છે. એપ્સ્ટિન-બાર વિષાણુ હર્પિસ-જૂથના છે અને તે બર્કિટના લિમ્ફોમા તથા નાકની પાછળ થતા નાસાગ્રસના કૅન્સરમાં જોવા મળે છે. હિપેટાઇટિસ-બી વિષાણુથી યકૃતમાં ચેપ લાગે છે અને તેનાથી ચેપી કમળો અથવા બી-પ્રકારનો યકૃતશોથ (hepatitis) થાય છે. દીર્ઘકાલી યકૃતશોથના દર્દીમાં યકૃતકોષીય (hepatocellular) કૅન્સર થાય છે ત્યારે હિપેટાઇટિસ-બી વિષાણુના પ્રતિજન દર્શાવી શકાય છે. એપ્સ્ટિન-બાર વિષાણુ કૅન્સરજનીન (oncogene) તરીકે કાર્ય કરે છે જ્યારે હિપેટાઇટિસ-બી વિષાણુ કોષમાં સીધેસીધું કૅન્સર કરતા નથી. જોકે તેમનો ચેપ રોકવાથી કૅન્સર થવાની શક્યતા ઘટે છે એમ માનવામાં આવે છે. યકૃતશોથ-બી(hepatitis-B)ના વિષાણુના ચેપમાં પાછળથી યકૃતકૅન્સર (liver cancer, hepatoma) થાય છે તે જાણમાં આવ્યા પછી તે વિષાણુના ચેપનું પૂર્વનિવારણ કરતી રસી વડે યકૃતકૅન્સર થતું અટકાવવાનું શક્ય બન્યું છે.

સારણી 7 : કેટલાક સંભવિત કૅન્સરકારક સૂક્ષ્મજીવો

સૂક્ષ્મજીવ કૅન્સર
 (ક) વિષાણુઓ :
1. સાયટોમેગાલો (CMV) કાપોસીનું માંસાર્બુદ (sarcoma)
2. એપ્સ્ટિન-બાર (EBV) બર્કિટનું લસિકાર્બુદ
(lymphoma), નાસાગ્રસની
(nasopharyngeal) કૅન્સર
3. યકૃતશોથ-બી
(hepatitis-B, HBV)
યકૃત
4. માનવ-ટી
લસિકાકોષીય-I (HTLV-I)
લિમ્ફોમા-લ્યૂકીમિયા
(લસિકાર્બુદરુધિરકૅન્સર)
5. માનવ પ્રતિરક્ષાદાબી (HIV)
અથવા એઇડ્ઝનો વિષાણુ
કાપોસીનું સાર્કોમા, લસિકાર્બુદ
(lymphoma)
6. માનવ પેપિલોમા (HPV) ગર્ભાશય-ગ્રીવા (મુખ)
(ખ) કૃમિઓ (પર્ણકૃમિઓ, flukes) :
1. ચીની યકૃત પર્ણકૃમિ પિત્તાશય
2. રુધિર પર્ણકૃમિ મૂત્રાશય

કૅન્સર-સંબંધિત RNA-વિષાણુઓ વિપરીત-ક્રિયક વિષાણુઓ (retroviruses) પ્રકારના હોય છે. તેમનામાં વિપરીત લિપ્યંતરક (reverse transcriptase) નામનો ઉત્સેચક હોય છે, જે આશ્રયદાતા કોષમાં વિપરીત લિપ્યંતરણ દ્વારા વિષાણુ-સંબંધિત DNAનો અણુ બનાવે છે. આવો DNAનો અણુ કૅન્સરજનીન તરીકે વર્તે છે અને આશ્રયદાતા કોષના DNA સાથે યોગ્ય સ્થળે જોડાઈ જાય છે. તેને વિ-કૅન્સરજનીન (v-oncogene) કહે છે (આકૃતિ 4). માણસમાં કૅન્સર કરનાર વિષાણુ, માનવ ટી-લસિકાકોષીય રુધિરકૅન્સરકારી વિષાણુ-I(human-T-lymphocytic leukaemia virus-I, HTLV-I)ને વિ-કૅન્સરજનીન હોતો નથી. તે માણસમાં પુખ્ત વયે T-લસિકાકોષીય રુધિરકૅન્સર / લસિકાર્બુદ (adult-T-leukaemia / lymphoma, ATL) નામનું કૅન્સર કરે છે. તેની ચોક્કસ કાર્યપ્રવિધિ જાણમાં નથી પરંતુ કદાચ તે ઇન્ટિરલ્યુકિન-2 નામના દ્રવ્યનું ઉત્પાદન કરાવીને કોષોની અતિશય સંખ્યાવૃદ્ધિ કરીને કૅન્સર કરે છે.

આકૃતિ 4 : વિષાણુ દ્વારા સામાન્ય કોષમાંથી કૅન્સરકોષનો ઉદભવ : (1) વિષાણુ, (2) સામાન્ય કોષ, (2) કોષમાં પ્રવેશેલો વિષાણુ, (4) કોષકેન્દ્ર, (5) કોષકેન્દ્રમાં રહેલાં જનીનદ્રવ્યોમાં DNA વિષાણુનો પ્રવેશ અને તેનું ભળવું, (6) જો RNA પ્રકારનો વિષાણુ હોય તો વિપરીત લિપ્યંતરક (reverse tran-scriptase) વડે બનાવાતો DNAનો અણુ અથવા v-onc, (7) v-oncનું કોષના જનીનદ્રવ્ય સાથે ભળવું.

કૅન્સરજનીન : કોષનું અનિયંત્રિત વિભાજન અને સંખ્યાવૃદ્ધિ કરાવતી DNAની શૃંખલાને કૅન્સરજનીન અથવા ‘onc’ શૃંખલા કહે છે. વિષાણુમાંની આવી શૃંખલાને v-onc અથવા વિ-કૅન્સરજનીન કહે છે જ્યારે કોષમાંની શૃંખલાને c-onc અથવા કો-કૅન્સરજનીન કહે છે. (‘વિ’ એટલે વિષાણુ-સંબંધિત અને ‘કો’ એટલે કોષીય). કોષીય કૅન્સરજનીનને પૂર્વ-કૅન્સરજનીન (proto-oncogene) પણ કહે છે. તેનો સૌપ્રથમ અભ્યાસ વિનબર્ગે કર્યો હતો.

વિષાણુ-સંબંધિત કૅન્સરજનીનને અંગ્રેજીના 3 મૂળાક્ષરોથી ઓળખવામાં આવે છે જેમ કે src, yes, alb, erb-B, H-ras, sis, ros, L-myc, N-myc, bcl-2 વગેરે. કૅન્સરજનીન દ્વારા કૅન્સર-પ્રોટીન(oncoprotein)નું ઉત્પાદન કરાય છે, જે કેટલાક ઉત્સેચકો (enzymes) જેવાં કાર્યો કરે છે. આ ઉત્સેચકો કોષોની સંખ્યાવૃદ્ધિ માટેના ઘટકોના કાર્યપથમાં કાર્ય કરે છે અને કોષોની વિશેષ સંખ્યાવૃદ્ધિ કરે છે.

એઇડ્ઝ અને કૅન્સર : એઇડ્ઝના દર્દીમાં તેના કારણભૂત વિષાણુઓ સીધેસીધા કૅન્સર કરતા નથી. તેઓ લોહીના CD4 પ્રકારના ટી-લસિકાકોષો(T-lymphocytes)ને ચેપગ્રસ્ત કરીને શરીરની પ્રતિરક્ષા (immunity) ઘટાડે છે. એઇડ્ઝના દર્દીઓમાં લસિકાર્બુદ (lymphoma) તથા કાપોસીનું સાર્કોમા નામનું કૅન્સર થાય છે. પશ્ચિમના દેશોમાં એઇડ્ઝના 25 % દર્દીઓમાં કાપોસીનું સાર્કોમા જોવા મળ્યું હતું.

ભૌતિક કૅન્સરકારકો : વિવિધ ભૌતિક કૅન્સરકારકોમાં પારજાંબલી કિરણો, વીજચુંબકીય વિકિરણન અને કણીય વિકિરણન (particulate radiation) ઉપરાંત તંતુઓ (દા.ત., ઍસ્બેસ્ટૉસ) તથા સતત સંક્ષોભન(irritation)નો સમાવેશ થાય છે. તૂટેલા દાંતથી થતા સતત ઘર્ષણથી જીભની કિનારીનું કૅન્સર થતું જોવા મળેલું છે. તેવી જ રીતે કાશ્મીરીઓ પેટની આગળ ગરમી મળી રહે એવી કાંગરી નામની નાની સગડી જેવું રાખે છે. તેની સતત ગરમીને કારણે તેમને પેટની આગળની દીવાલમાં કૅન્સર થાય છે. આમ ઘર્ષણ તથા સતત ગરમી જેવી ભૌતિક પ્રક્રિયાઓથી થતા ક્ષોભન(ચચરાટ)ને કારણે કૅન્સર ઉદભવે છે. કોષના DNAમાં ઉદભવતી વિકિરણનજન્ય વિકૃતિઓને કારણે કૅન્સર થાય છે. પારજાંબલી કિરણોના અતિશય સંસર્ગથી વિષુવવૃત્ત કે તેની આસપાસ (આફ્રિકા, ઑસ્ટ્રેલિયા) રહેતા શ્વેતવર્ણના લોકોમાં ચામડીનું કૅન્સર થાય છે, જેમ કે અધિત્વકીય કૅન્સર (epidermoid carcinoma), અથવા શલ્કસમ કોષી કૅન્સર (squamous cell carcinoma), તલીય કોષ કૅન્સર (basal cell carcinoma) તથા કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma).

એક્સ-રે તથા ગૅમાકિરણ જેવાં વીજચુંબકીય કિરણો તથા બીટા-કણ, આલ્ફા-કણ, પ્રોટૉન, ન્યૂટ્રૉન જેવા કણીય વિકિરણોને કારણે ફેફસાંનું, ગળામાં આવેલી ગલગ્રંથિ(thyroid gland)નું, સ્તનનું તથા મોટા આંતરડાનું કૅન્સર થાય છે એવું નોંધવામાં આવેલું છે. આવી જ રીતે મજ્જાબીજકોશી (myeloid) પ્રકારના ઉગ્ર અને દીર્ઘકાલી રુધિરકૅન્સર (leukaemia) પણ વિકિરણનને કારણે થાય છે. વિકિરણનશક્તિને કારણે કોષોનાં રંગસૂત્રોને ઈજા પહોંચે છે, તેમાં રંગસૂત્રીય પ્રતિસ્થાપન (translocation) અને બિન્દુવિકૃતિ (point mutation) જેવા ફેરફારો થાય છે. બીજી એક માન્યતા પ્રમાણે વિકિરણન સૌપ્રથમ પાણી તથા ઑક્સિજનમાં મુક્ત વીજભારિત મૂલાંકો (free radicals) ઉત્પન્ન કરે છે જે DNAને ઈજા પહોંચાડે છે. વિકિરણનજન્ય DNAની ઈજાને કારણે કૅન્સર ઉદભવે છે. હિરોશિમા અને નાગાસાકીમાં કરાયેલા પરમાણુ પ્રસ્ફોટક(બૉમ્બ)ના વિસ્ફોટ પછી લાંબા સમય સુધી વિવિધ કૅન્સર તથા રુધિરકૅન્સર થયાં હતાં. જોકે કૅન્સરના દર્દીઓના 1 %થી ઓછા દર્દીઓમાં વિકિરણની અસર હોવાની શક્યતા નોંધાયેલી છે.

કૅન્સરજનન (carcinogenesis) : કૅન્સરના ઉદભવ થવાની પ્રક્રિયાને કૅન્સરજનન કહે છે. તેમાં વિવિધ તબક્કાઓ હોય છે. તેનો પ્રારંભિક તબક્કો ઝડપી અને અનિવર્તનીય (irreversible) હોય છે. તેમાં જનીનદ્રવ્ય (DNA) અસરગ્રસ્ત થાય છે. તે પ્રારંભિક કૅન્સરકારકને લીધે થાય છે. તેના બીજા તબક્કાને પ્રવર્ધન (promotion) તબક્કો કહે છે. તેમાં પ્રવર્ધક કૅન્સરકારકો કાર્યાન્વિત હોય છે. તે તબક્કો લાંબો હોય છે અને ઘણે અંશે તેમાં શરૂઆતમાં થતા ફેરફારો ઘટાડી શકાય છે. સામાન્ય રીતે કૅન્સર વારસાગત રોગ નથી. જોકે કેટલાંક ભાગ્યે જ થતાં કૅન્સર વારસાગત છે; દા.ત., નાનાં બાળકોની આંખનું કૅન્સર – ર્દષ્ટિપટલબીજકોષી કૅન્સર (retinoblastoma). કેટલાંક કુટુંબોમાં અમુક કૅન્સર થવાની સંભાવના વધારે હોય છે; જેમ કે સ્તનનું કૅન્સર, મોટા આંતરડા(સ્થિરાંત્ર)નું કૅન્સર, જઠરનું કૅન્સર, ફેફસાંનું કૅન્સર, હાડકાંનું કૅન્સર વગેરે. જેમના કુટુંબમાં કૅન્સર થયેલું હોય તેમને કૅન્સર થવાની સંભાવના સહેજ વધુ હોય છે એવું નોંધાયેલું છે. મોટા આંતરડામાં સ્તંભીય મસા (polyps) થવાનો વિકાર આનુવંશિક હોય છે અને તે કુટુંબની અનેક વ્યક્તિઓમાં જોવા મળે છે. આ સ્તંભીય મસામાં કૅન્સર ઉદભવે છે. તેથી મોટા આંતરડાનું કૅન્સર કૅન્સર-પૂર્વ વિકાર (precancerous condition) રૂપે થતા સ્તંભીય મસાને કારણે વારસાગત હોય તેવું ક્યારેક જોવા મળે છે. ક્યારેક તે મસા થવાના વિકાર વિના પણ વારસાગત હોય છે. કૅન્સરકારકો કોષમાં રહેલા પૂર્વ-કૅન્સરજનીનને ઉત્તેજે છે અને તેમને કૅન્સરજનીનમાં ફેરવે છે.

કોષજનીનીય વિદ્યા (cytogenetics) અને કૅન્સર : 1950માં સૌપ્રથમ કૅન્સરના કોષનું વર્ગીકૃત રંગસૂત્રોનું ચિત્રણ (karyotype) મળ્યું. 1960માં નોવેલ અને હંગરફૉર્ડે દીર્ઘકાલી મજ્જાબીજકોષી રુધિરકૅન્સર(chronic myeloid leukaemia, CML)ના કૅન્સરકોષોમાં ફિલાડેલ્ફિયા (Ph1) પ્રકારની રંગસૂત્રીય વિષમતા શોધી બતાવી. 1985 સુધીમાં તો કમ્પ્યૂટરની મદદથી 5,000થી વધુ કૅન્સરના દર્દીઓનાં રંગસૂત્રોની વિષમતાની નોંધણી થઈ શકી છે. મુખ્યત્વે લોહીના કૅન્સરમાં થતી રંગસૂત્રીય વિષમતાનો અભ્યાસ કરવામાં આવેલો છે. CMLના 90 %થી વધુ દર્દીઓમાં Ph1 હોય છે. Ph1ને શાસ્ત્રીય રીતે t(9; 22 q34; q11) રૂપે દર્શાવાય છે જેમાં 9મા અને 22મા રંગસૂત્ર વચ્ચે રંગસૂત્રના નાનકડા ટુકડાનું પ્રતિસ્થાપન (translocation) થાય છે. આ પ્રકારનાં રંગસૂત્રીય પ્રતિસ્થાપનમાં બે જુદાં જુદાં રંગસૂત્રો પરનાં જનીનો એકબીજા સાથે જોડાઈને BCR-ABL સંયુગ્મન (fusion) કરે છે. તેને કારણે વિષમ પ્રકારના પ્રોટીનનું ઉત્પાદન થાય છે જે CMLના રોગરૂપે શારીરિક વિકાર કરે છે. જ્યારે CMLમાં આક્રમક તબક્કો અથવા અતિબીજકોષજન્ય સંકટ (blastic crisis) થાય છે તે પહેલાં તેના સૂચન રૂપે અન્ય રંગસૂત્રીય વિષમતાઓ પણ જોવા મળે છે. CML ઉપરાંત અન્ય રુધિરકૅન્સરમાં પણ વિવિધ પ્રકારનાં રંગસૂત્રીય સ્થાનાંતરો થવાની તથા રંગસૂત્રનો કોઈક ચોક્કસ ભાગ ‘લોપ’ થવા(deletion)ની વિષમતા જોવા મળે છે. કેટલાક અવયવોના કૅન્સરમાં પણ નિયમિતરૂપે થતી રંગસૂત્રીય વિષમતા નોંધવામાં આવેલી છે. દા.ત., ર્દષ્ટિપટલબીજકોષી કૅન્સર, ઇવિંગનું સાર્કોમા, ફેફસાનું નાના કોષોવાળું કૅન્સર, વિલ્મનું કૅન્સર વગેરે.

માણસમાં થતું કૅન્સર ઘણાં જનીનોની વિવિધ તબક્કાની વિષમતાઓથી થાય છે. હાલ માણસનાં રંગસૂત્રો પર 30 કૅન્સરજનીનો દર્શાવવામાં આવ્યાં છે, જેમનો કૅન્સરના ઉપદ્રવમાં હિસ્સો છે. આ જનીનોને કોષીય-કૅન્સરજનીન (cellular oncogene, c-onc) અથવા પૂર્વ-કૅન્સરજનીન (proto-oncogene) કહે છે. આ ઉપરાંત કેટલાંક પ્રતિકૅન્સરજનીન (antioncogene) પણ શોધી કાઢવામાં આવ્યાં છે. તેમનું કાર્ય અવરોધાય તો જ ગાંઠ વિકસે છે. રેટિનોબ્લાસ્ટોમા નામના આંખના ર્દષ્ટિપટલ(retina)ના કોષોના કૅન્સરમાં તેરમા રંગસૂત્રની મોટી ભુજા લુપ્ત થાય છે તેથી એવું મનાય છે કે તે સમયે તેરમા રંગસૂત્ર પર રેટિનોબ્લાસ્ટોમા થતું રોકતા કૅન્સરરોધી જનીનની ગેરહાજરી ઉદભવે છે અને તેથી તે કૅન્સર થાય છે.

પ્રતિરક્ષા (immunity) અને કૅન્સર : શરીરમાંના વિવિધ રોગો સામે રક્ષણ આપતી વ્યવસ્થાને આશ્રયદાતા સજીવ-સુરક્ષા પ્રણાલીઓ (host defence systems) કહે છે. તે બે પ્રકારની છે : બંધારણીય તથા પાછળથી મેળવેલી એટલે કે સંપ્રાપ્ત (acquired). ચામડી, પોપચાં, નાક-કાનમાં વાળ, માથા પર વાળનો જથ્થો, અંદરનાં પોલાણોની દીવાલ પર આવેલી કશા (cilia) તથા એકકેન્દ્રી કોષો (monocyte), મહાભક્ષી કોષો (macrophages), કુદરતી મારક કોષો (natural killer cells) જેવા કોષો તેમજ કોષગતિકારકો (cytokines) તથા પેશીયસંગમ્યતા પ્રતિજનો (histocomp-atibility antigen) જેવાં રસાયણો બંધારણીય પ્રકારની સુરક્ષા આપે છે. ઇન્ટરલ્યુકિન, ઇન્ટરફીરૉન, અર્બુદ-કોષનાશી ઘટક (tumour necrosis factor – TNF) તથા લિમ્ફોટૉક્સિન વગેરે મહત્વનાં કોષગતિકારકો છે. આ સર્વે બંધારણીય સુરક્ષાદાયકો રોગ ઉત્પન્ન કરનાર વિશિષ્ટ પરિબળ કે કારકની સામે કાર્ય કરતાં નથી. તેઓનું રક્ષણ સર્વગ્રાહી, સર્વસામાન્ય અને વ્યાપકપણે રોગો કે રોગકારકો સામે શરીરના વિવિધ કોષોને મળે તેવું હોય છે. TNF અને લિમ્ફોટૉક્સિન કૅન્સરકોષોને મારે છે.

સંપ્રાપ્ત અથવા ઉપાર્જિત (acquired) સુરક્ષાપ્રણાલી ચોક્કસ રોગકારક ઘટક સામે કાર્યરત રહે છે. તેને પ્રતિરક્ષાતંત્ર કહે છે. માણસમાં કૅન્સર થવા સામે પ્રતિરક્ષાતંત્ર કાર્યશીલ હોય છે તેવું માનવામાં આવે છે પરંતુ તે સાબિત થયેલું નથી. જ્યારે પ્રતિરક્ષાતંત્રનું કાર્ય ઘટે ત્યારે કૅન્સર ઉદભવે છે તે નોંધાયું છે. વળી કૅન્સર સાથે પણ કેટલાંક પ્રતિજનો (antigens) સંકળાયેલાં હોય છે, દા.ત., આલ્ફા-ફીટો-પ્રોટીન (AFP) અને કાર્સિનો એમ્બ્રિયૉનિક પ્રતિજન (CEA) વગેરે. તેથી કૅન્સરના ઉદભવમાં દબાયેલું પ્રતિરક્ષાતંત્ર કારણભૂત હોવાની શક્યતા છે. પ્રતિરક્ષાલક્ષી કસોટીઓ અને પ્રતિરક્ષાલક્ષી સારવારનો ઉપયોગ અનુક્રમે કૅન્સરનાં નિદાન અને સારવારમાં થાય છે. AFP અને CEAની લોહીમાં વધેલી સપાટી તથા એકકોષગોત્રીય પ્રતિદ્રવ્યો(monoclonal antibodies)નો કૅન્સરના નિદાનમાં ઉપયોગ થાય છે. કૅન્સરની પ્રતિરક્ષાલક્ષી સારવાર કરવા માટે BCG (ક્ષયવિરોધી રસી), ઇન્ટરફીરૉન વગેરે વપરાય છે. ઇન્ટરલ્યુકિનનો પણ સારવારમાં ઉપયોગ કરવાના પ્રયોગો ચાલે છે. અગાઉ લીવામેઝોલ નામના ઔષધનો પણ ઉપયોગ થતો હતો.

નિદાન : વહેલું નિર્દેશન : કૅન્સરનું વહેલું નિર્દેશન (અન્વેષ્ટન, detection) તથા વહેલું નિદાન મહત્વનાં છે. જ્યારે કૅન્સર ઉદગમસ્થાને સીમિત હોય અને તેણે કોઈ પણ લક્ષણો કે ચિહનો પેદા કર્યાં ન હોય ત્યારે જો તેની હાજરી દર્શાવવામાં આવે તો તેને વહેલું નિર્દેશન (અન્વેષ્ટન) (early detection) કહે છે. જો કૅન્સરનાં ચિહનો કે લક્ષણો પેદા થયાં હોય અને તેનું નિદાન શરૂઆતના તબક્કામાં થયું હોય તો તેને વહેલું નિદાન (early diagnosis) કહે છે. સતત સભાનતા તથા વધારે પ્રમાણમાં વિકસાવેલી શંકાશીલતા જ કૅન્સરના વહેલા નિર્દેશન કે નિદાનમાં ઉપયોગી રહે છે. વિચયન કસોટીઓ (screening tests) જેવી કે, ગર્ભાશય-ગ્રીવા(મુખ)ના કૅન્સર માટે પૅપ-ટેસ્ટ કે આયોડિન કસોટી, મોટા આંતરડાના કૅન્સર માટે મળમાં લોહી હોવા અંગેની કસોટી, સ્તનના કૅન્સર માટે દૈનિક જાતતપાસ તથા સ્તનચિત્રણ (mammography) વડે જે તે કૅન્સરનું વહેલું નિર્દેશન થઈ શકે છે. જાપાનમાં આ જ કારણસર જઠર-નિરીક્ષા (gastroscopy) કરવામાં આવે છે. જોકે ઘણાં કૅન્સર માટે આવી વહેલા નિર્દેશન કે નિદાન માટેની તપાસ-કસોટીઓ ઉપલબ્ધ હોતી નથી, જેમ કે ફેફસાં, પુર:સ્થ (prostate) ગ્રંથિ, મૂત્રાશય વગેરે. આવા સંજોગોમાં વહેલું નિદાન થાય તે માટે કૅન્સર-સૂચક મહત્વનાં ચિહનો કે લક્ષણો જોવા મળે કે તરત તબીબી સલાહ લેવી તેમજ જરૂરી તપાસ-કસોટીઓ કરાવવી આવશ્યક ગણાય છે (જુઓ સારણી 8).

કૅન્સરના નિદાનમાં દર્દીની તકલીફોનો કાલક્રમ પ્રમાણેનો વૃત્તાંત, શારીરિક તપાસ તથા નિદાનશાળાનાં પરીક્ષણો, નિદાનચિત્રણો (diagnostic images), અંત:દર્શકો વડે નિરીક્ષણ, પ્રવાહી કે પેશીનું સૂક્ષ્મદર્શક વડે નિરીક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.

સારણી 8 : કૅન્સરનાં 7 ભયસૂચક ચિહનો

1. ન રુઝાતું ચાંદું
2. સ્તનમાં સોજો કે ગાંઠ
3. અવાજમાં ફેરફાર
4. ભૂખ લાગવામાં કે મળની હાજતમાં ફેરફાર
5. કોઈ પણ છિદ્રમાંથી દુખાવા વગર લોહી વહે તે
6. સતત ચાલુ રહેતી ખાંસી અથવા ખોરાક ગળવામાં તકલીફ
7. ચામડી પરના તલના કદ કે રંગમાં ફેરફાર

કૅન્સરના નિદાન માટે એકમાત્ર સૌથી મહત્વની તપાસ જીવપેશીપરીક્ષણ અથવા પેશીપરીક્ષણ (biopsy) છે. જીવપેશીપરીક્ષણ કરવાની વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. તે બધીમાં મેળવાયેલી પેશીને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. પૂરેપૂરી ગાંઠને કાઢીને તપાસવામાં આવે તો તેને ઉચ્છેદનાત્મક (excisional) જીવપેશીપરીક્ષણ કહે છે. ક્યારેક મોટી ગાંઠમાંથી ટુકડો તપાસ માટે લેવામાં આવે છે. વળી કેટલીક વખત ગાંઠમાં ઇન્જેક્શનની સોય નાખીને તેમાં આવી જતા કોષોની તપાસ કરાય છે તેને કોષવિદ્યા(cytology)લક્ષી તપાસ કહે છે. જીવપેશીપરીક્ષણ દ્વારા પેશીમાં ઉદભવેલા રોગનું નિદાન કરાય છે અને તેથી તેને રુગ્ણપેશીય (histopathologic) નિદાન કહે છે. કૅન્સરની સારવાર કરતાં પહેલાં રુગ્ણપેશીય નિદાન (histopathologic diagnosis) હોવું જરૂરી ગણાય છે. કૅન્સરના કોષોની અનિયંત્રિત સંખ્યાવૃદ્ધિ અને ફેલાવાને કારણે પેશીઓની ગોઠવણીમાં ફેરફાર થાય છે. વળી સંખ્યાવૃદ્ધિ પામતા કોષોને કારણે પેશીમાં અનેક વિભાજન પામતા કોષો તથા અપરિપક્વતાને કારણે અપૂર્ણ વિભેદન (differentiation) પામતા કોષો હોય છે. તેને આધારે કૅન્સરનું રુગ્ણપેશીય નિદાન થાય છે.

કૅન્સરપૂર્વ અવસ્થાઓ (precancerous conditions) : કેટલીક ચોક્કસ અવસ્થાઓ / વિકારો કે રોગોમાં કૅન્સર ઉદભવે છે. તેનું સમયસર નિદાન તથા સારવાર ભવિષ્યમાં થનારા કૅન્સરને રોકે છે. તેની માહિતી સારણી 9માં દર્શાવી છે. જોકે આ પ્રકારના કૅન્સરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.

મોં કે યોનિ(vagina)ની અંદરની દીવાલ પર આવેલી શ્લેષ્મકલા(mucosa membranes)ની સફેદ ચકતીઓ (leukoplakia), હાડકામાં પૅજેટનો રોગ અને ફૉન રેક્લિંગહૉસનની ચેતાતંતુ-અર્બુદતા(neurofibromata)માં પણ કૅન્સર ઉદભવે છે. આવી ચેતાતંતુ-અર્બુદતાવાળા દર્દીને શરીરમાં ચેતા માર્ગો પર 1થી 1.5 સેમી. જેવી મધ્ય પ્રકારની કઠણ ગાંઠો થયેલી હોય છે. તેમાં દુખાવો થતો નથી તથા તેની સંખ્યા સમય જતાં વધતી જાય છે. જોકે પિત્તાશયની પથરી, ગલગંડ, સ્તનમાં થતી તંતુકોષ્ઠીય ગ્રંથિતા (fibrocystic adenosis) કે સંધિસ્થાની તલમાં કૅન્સર થાય છે કે નહિ તે નિશ્ચિત કરી શકાયેલું નથી.

નિદાનપદ્ધતિઓ : મોટા ભાગના કિસ્સાઓમાં શસ્ત્રક્રિયા દ્વારા જીવપેશીપરીક્ષણ માટે કૅન્સરની સંભાવના હોય તેવી પેશીનો ટુકડો લઈને સૂક્ષ્મદર્શક હેઠળ તપાસવામાં આવે છે. તે માટે સોયની મદદથી, છેદ મૂકીને (અંત:છેદીય, incisional biopsy) કે ઉચ્છેદન કરીને (excisional biopsy) દ્રવ્ય મેળવવામાં આવે છે. શરીર પર છેદ પાડ્યા વગર સોયની મદદથી સિરિંજ દ્વારા શોષીને જે પદાર્થ મેળવવામાં આવે છે તેને કાચની તકતી પર ફેલાવી દેવાય છે. ત્યાર બાદ તેને આલ્કોહૉલની મદદથી સ્થાપિત કરાય છે. તે માટે એકદમ પાતળી સોય વપરાય ત્યારે તેને તનુસૂચિ અભિશોષી કોષવિદ્યા(fine needle aspiration cytology, FNAC) કહે છે. હાલ ફેફસાં, મધ્યવક્ષ (mediastinum), પુર:સ્થ (prostate) ગ્રંથિ, યકૃત વગેરે સ્થળોએ આવેલી ગાંઠની તપાસ માટે તેનો બહોળો ઉપયોગ કરાય છે. મોટી ગાંઠમાંથી નાનો ટુકડો લેવા માટે શસ્ત્રક્રિયાની છરીનો ઉપયોગ કરીને અંત:છેદીય (incisional) જીવપેશીપરીક્ષણ કરાય છે. નાની ગાંઠ, મસા કે તલને આખેઆખો દૂર કરતી પદ્ધતિને ઉચ્છેદનાત્મક જીવપેશીપરીક્ષણ કહે છે. પોલા અવયવોની અંદરની

સારણી 9 : કૅન્સરની વધુ સંભાવનાવાળા કેટલાક રોગો / વિકારો

ક્રમ કૅન્સર પૂર્વરોગ / અવસ્થા
1. લાદીસમ અથવા શલ્કસમ
(squamous) કોષીય કૅન્સર
સફેદ ચકતી (leukoplakia)
(મોઢું)
2. શુ્ક્રપિંડ(testis)નું કૅન્સર પેટમાં રહી ગયેલો શુક્રપિંડ
3. મોટા આંતરડાનું કૅન્સર વ્રણકારી સ્થિરાંત્રશોથ (ulcerative colitis),
કુટુંબગત મોટા આંતરડામાં મસા (familial polyposis)
4. અન્નનળીનું કૅન્સર લોહની ઊણપને કારણે અન્નનળીમાં થતા પડદા (webs)
5. ચામડીનું કૅન્સર પારજાંબલી કિરણ તરફની અતિસંવેદનશીલતાને કારણે
રૂક્ષત્વકીય અતિવર્ણકતા (xeroderma pigmentosa)
6. ગર્ભાશય-ગ્રીવા(cervix)નું કૅન્સર દુ:વિકસન (dysplasia)
7. ગર્ભાશયનું કૅન્સર ગ્રંથિકારી અતિવિકસન (adenomatous
hyperplasia)
8. ગર્ભાવરણીય કૅન્સર (choriocarcinoma) કોષ્ઠકારી ગાંઠ (vesicular mole)
9. કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma) ચામડીમાં હચિન્સનના કૃષ્ણડાઘ (freckles)

દીવાલ પરના કોષો ખરી પડતા હોય છે. તેના અભ્યાસ દ્વારા તે કોષો કૅન્સરના છે કે નહિ તે જાણી શકાય છે. આને કોષપાતી કોષવિદ્યા (exfoliative cytology) કહે છે અને તે ગર્ભાશય-ગ્રીવા(ગર્ભાશયના મુખ)ના કૅન્સરના નિદાનમાં ઉપયોગી છે. સંશોધક પૅપેનિકોલાઉના નામ પરથી તે પૅપ-ટેસ્ટના નામે ઓળખાય છે. ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરના વહેલા નિદાન માટે તે ખૂબ ઉપયોગી પુરવાર થયેલી કસોટી છે. કોષવિદ્યા જુદા જુદા કોષોના દેખાવનો અભ્યાસ કરીને નિદાન કરવાની પદ્ધતિ છે. તે માટે પોલા અવયવોની દીવાલ પરથી છૂટા પડેલા કોષો તેમજ ક્યારેક ગાંઠની અંદર સોય દ્વારા શોષીને કઢાયેલા કોષોનો અભ્યાસ કરાય છે. આ કોષોને પેશીરાસાયણિક પદ્ધતિઓ, પ્રતિરક્ષાલક્ષી પેશીરાસાયણિક પદ્ધતિઓ તથા સ્થિર-કોષમાપન વગેરે પદ્ધતિઓથી પણ અભ્યાસ કરાય છે. અનુભવી ડૉક્ટર દ્વારા કોષવિદ્યા વડે કરાયેલું નિદાન ઘણું જ વિશ્વાસપાત્ર ગણાય છે.

સંભવિત કૅન્સરવાળી પેશી મેળવ્યા પછી તેને અભિરંજિત કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. નિદાનની સચોટતા વધારવા માટે કોષરાસાયણિક (cytochemical) પદ્ધતિઓ, ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શકનો ઉપયોગ તથા પ્રતિરક્ષાલક્ષી પેશીરાસાયણિક પદ્ધતિઓ પણ વપરાય છે. ડી.એન.એ. પ્રોબ પૃથક્કરણ, ડી.એન.એ. ફ્લોસાયટોમેટ્રી તથા કૅન્સરસૂચક દ્રવ્યો(tumour markers)ની મદદથી નિદાન વધુ સચોટ અને હેતુલક્ષી બને છે (સારણી 10). જોકે આ બધી જ શાસ્ત્રીય પદ્ધતિઓના ઉપયોગ પછી પણ કેટલાક કિસ્સામાં કૅન્સરના હોવા કે ન હોવાનો નિર્ણય અઘરો અને અધૂરો રહી જાય છે.

શીતકૃત પેશીતપાસ (frozen section) : તે એક અગત્યની નિદાનપદ્ધતિ છે. ચાલુ શસ્ત્રક્રિયાના સમયે તેમાંથી મેળવેલી પેશીને ઝડપથી ખૂબ જ ઠંડી અથવા અતિશીત કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે અને તેના ઉપરથી ગાંઠમાં કૅન્સર ઉદભવેલું છે કે નહિ તે તથા શસ્ત્રક્રિયા કરેલી હોય તેની કિનારીમાં ગાંઠ છે કે નહિ તે 15-20 મિનિટમાં જાણી શકાય છે. તેને કારણે શસ્ત્રક્રિયા કરતી વખતે યોગ્ય નિર્ણય કરી શકાય છે. આને માટે અનુભવી રુગ્ણવિદ્(pathologist)ની જરૂર રહે છે. જોકે આ રીતે કરાયેલું નિદાન આખરી ગણાતું નથી. આ પદ્ધતિ USમાં વિકસી છે અને તે હાલ કૅન્સરની સારવારનાં વિકસિત કેન્દ્રોમાં ઉપલબ્ધ છે.

કૅન્સરગ્રસ્ત પેશીની સૂક્ષ્મદર્શકીય લાક્ષણિકતાઓ (microscopic features) : જુદાં જુદાં કૅન્સર જુદી જુદી લાક્ષણિકતાઓ ધરાવતાં હોય છે, પરંતુ તેમાં કેટલીક મહત્વની સમાનતા પણ જોવા મળે છે. આમાંની કોઈ પણ એક લાક્ષણિકતા કૅન્સરના નિદાન માટે પૂરતી ગણાતી નથી. (1) કૅન્સર ફેલાઈને આસપાસની પેશી, નસો તથા લસિકાવાહિનીઓને અસરગ્રસ્ત કરે છે. (2) આસપાસની સામાન્ય પેશીનો નાશ થાય છે. (3) ગાંઠનું વિપરીત વિકસન (anaplasia) અને વૃદ્ધિ થાય છે. કોષોનો અવળા માર્ગે – વિપરીત દિશામાં એટલે કે અપક્વતાની દિશામાં વિકાસ થાય તેને વિપરીત વિકસન કહે છે. કૅન્સરના કોષો સામાન્ય કોષોની માફક નિયમિતરૂપે ગોઠવાયેલા હોતા નથી. ક્યારેક મહાકોષો (giant cells) પણ જોવા મળે છે. (4) કૅન્સરગ્રસ્ત પેશીના દરેક કોષનો દેખાવ જુદો જુદો હોય છે અને તેથી પેશીની ગોઠવણી બદલાય છે. તેને બહુરૂપિતા (pleomorphism) કહે છે. (5) ઘણા કોષો કોષ-વિભાજનની પ્રક્રિયામાં હોય છે કેમ કે સંખ્યાવૃદ્ધિ એ કૅન્સરપેશીનો ગુણધર્મ છે. જોકે માત્ર વધુ પ્રમાણમાં થતું કોષવિભાજન કૅન્સરના નિદાન માટેની નિશ્ચિત લાક્ષણિકતા ગણાતું નથી. (6) કોષવિભાજનની સતત પ્રવૃત્તિ તથા રંગસૂત્રીય (chromosomal) વિકારોને કારણે કોષમાંના DNAનું પ્રમાણ બદલાય છે. તેને કારણે કોષકેન્દ્ર ગાઢા રંગથી અભિરંજિત થાય છે, કોષવિભાજનની અસામાન્ય ગોઠવણીઓ જોવા મળે છે અને વધુ સંખ્યામાં કોષકેન્દ્રિકાઓ (nucleoli) જોવા મળે છે.

ઘણાં કૅન્સરમાં રંગસૂત્રીય તથા જનીની વિકૃતિઓ દર્શાવી શકાય છે.

કૅન્સરસૂચક દ્રવ્યો (tumour markers) : કૅન્સરના કોષ પર કે કૅન્સરના દર્દીના લોહી તથા અન્ય પ્રવાહીમાં કેટલાંક રસાયણો મળી આવે છે, જેના વડે દર્દીને કૅન્સર થયેલું છે તે જાણી શકાય છે. આવાં રસાયણોને કૅન્સરસૂચક દ્રવ્યો (tumour markers) કહે છે. તે કોઈ ચોક્કસ કૅન્સર માટે વિશિષ્ટ કે નિશ્ચિત હોતાં નથી અને એમાંનાં મોટા ભાગનાં સામાન્ય વ્યક્તિમાં કે અન્ય રોગના સમયે પણ થોડા પ્રમાણમાં હાજર હોય છે. તે મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : (1) કૅન્સરજન્ય, જે કૅન્સરમાંથી ઉત્પન્ન થયેલાં હોય અને (2) પ્રતિભાવજન્ય, જે કૅન્સર હોવાને કારણે શરીરમાં પ્રતિભાવરૂપે ઉદભવ્યાં હોય. તેમનામાં નિદાનલક્ષી નિશ્ચિતતા ન હોવાથી તેમને કૅન્સરના નિર્દેશન કે સચોટ નિદાન માટે ઉપયોગમાં લેવાતાં નથી તેમજ એક કૅન્સર માટે એકથી વધુ સૂચક દ્રવ્યો માટેની તપાસ કરાય છે. સારવારની અસરો તથા કૅન્સર ફરીથી ઉદભવેલું છે કે નહિ તે જાણવા માટે તે ઉપયોગી છે.

કૅન્સરસૂચક દ્રવ્યો 2 પ્રકારનાં હોય છે – કોષસપાટી અથવા કોષબહિસ્તલ (cell surface) પર દર્શાવી શકાતાં અને લોહીના રુધિરરસ(serum)માં વહન કરતાં. કોષસપાટીગત અથવા કોષબહિસ્તલીય સૂચક દ્રવ્યોને દર્શાવવા કોષને વિશિષ્ટ રીતે અભિરંજિત (stained) કરાય છે અથવા તેમના પ્રતિરક્ષાલક્ષી સ્વરૂપપ્રકાર(immuno-phenotype)ને વિશિષ્ટ પ્રતિદ્રવ્યો વડે દર્શાવાય છે. પ્રથમ પદ્ધતિને પ્રતિરક્ષીય-પેશીય રસાયણવિદ્યા (immunohistochemistry, ITCC) કહે છે, જ્યારે બીજી પ્રક્રિયાને પ્રતિરક્ષી સ્વરૂપપ્રકાર નિશ્ર્ચયન (immunophenotyping) કહે છે. લસિકાકોષોના વિભેદનસમૂહો (clusters of differentiation, CD) કોષસપાટીગત કૅન્સરસૂચક દ્રવ્યો છે. કૅન્સરસૂચક દ્રવ્યોનો એક ત્રીજો પ્રકાર પણ છે તેને જનીનીય સૂચક દ્રવ્ય (genetic marker) કહે છે, દા.ત., HER2/neu, p53, BRCA-1 અને -2. લોહીના રુધિરરસમાં જોવા મળતા કૅન્સર સૂચક દ્રવ્યો અર્બુદગર્ભીય નત્રલો (oncofoetal proteins), અંત:સ્રાવો, ઉત્સેચકો, કૅન્સર પ્રતિજનો (antigens) તથા પ્રકીર્ણ પ્રકારનાં રસાયણો હોય છે. આલ્ફા-ફીટોપ્રોટીન (aFP), કાર્સિનોએમ્બ્રિયૉનિક એન્ટિજન (CEA) અર્બુદગર્ભીય નત્રલો છે. બીટા-HCG અને કેલ્સિટોનિન અંત:સ્રાવો છે. PSA, LDH અને NSE ઉત્સેચકો છે. CA 125, CA 15-3, CA 19-9 વગેરે કૅન્સર પ્રતિજનો છે. પ્રકીર્ણ દ્રવ્યોમાં બીટા-2-માઇક્રોગ્લોબ્યુલિન, પેરાપ્રોટીન, ફેરિટિન, થાયરોગ્લોબ્યુલિન વગેરેનો સમાવેશ થાય છે.

સારણી 10 : કેટલાંક કૅન્સરસૂચક દ્રવ્યો (tumour markers)

ક્રમ કૅન્સરસૂચક દ્રવ્ય કૅન્સર કૅન્સર સિવાયની
સ્થિતિ / રોગ
1 2 3 4
1. અંત:સ્રાવ (hormone)
(ક)
(ખ)
(ગ)
(ઘ)
બીટા-માનવ
ગર્ભાવરણીય
જનનપિંડ-ઉત્તેજક
(beta-human
Chorionic
gonadotrophin,
Beta HCG)
કૅલ્સિટોનિનકૅટેકોલઍમાઇન્સથાયરોગ્લોબ્યુલિન
ગર્ભાવરણીય
કૅન્સર (chorio-carcinoma) શુક્રપિંડ અને
અંડપિંડનાં કેટલાંક કૅન્સરગલગ્રંથિ(thyroid
gland)નું મેડ્યુલરી
કૅન્સર
ધૂલિરંજક-કોષાર્બુદ
(pheochromo-
cytoma)
ગલગંથ્રિનું કૅન્સર
સગર્ભાવસ્થા

2. કૅન્સરલક્ષી ગર્ભાવસ્થીય પ્રતિજન (oncofoetal antigen)
(ક)

(ખ)

આલ્ફા-ફીટોપ્રોટીન (AFP અથવા aFP)

કૅન્સર-પ્રાગર્ભી
પ્રતિજન
(carcinoemb-
ryonic antig-
en, CEA)

યકૃત(liver)નું કૅન્સર,
ક્યારેક જઠરનું
કૅન્સરમોટું આંતરડું,
જઠર, સ્વાદુપિંડ,
ફેફસું, સ્તન તથા
અંડપિંડનું
ગ્રંથિકૅન્સર (adenocarcinoma)
યકૃતકાઠિન્ય
(cirrhosis),
વિષજન્ય યકૃત
ઈજા, યકૃતશોથ
(hepatitis)
સ્વાદુપિંડશોથ
(pancreatitis),
આંતરડાના
શોથજન્યરોગો
(inflammatory
bowel
diseases),
યકૃતશોથ,
યકૃતકાઠિન્ય,
તમાકુનું અતિશય
સેવન
3. ઉત્સેચકો (enzymes)
(ક) પ્રૉસ્ટેટિક ઍસિડ
ફૉસ્ફેટ (PAP)
પુર:સ્થ (prostate)
ગ્રંથિનું કૅન્સર
પુર:સ્થ ગ્રંથિશોથ,
પુર:સ્થ ગ્રંથિ
અતિવિકસન
(prostatic
hyperplasia)
(ખ)

(ગ)

ચેતાકોષ-સંલગ્ન
(neuron-
specific)
ઇનોલેઝ, વિપર્યયી
(NSE)લૅક્ટિક ડિહાઇડ્રોજીનેઝ
(LDH)
ફેફસાનું લઘુકોષીય
કૅન્સર (small cell carcinoma),
ચેતાબીજકોષીય
કૅન્સર
(neuroblastoma)
લિમ્ફોમા,
સેમિનોમા

4. વિશિષ્ટ પ્રોટીન
(ક)
(ખ)
(ગ)
(ઘ)
(ચ)
પુર:સ્થ ગ્રંથિ
સંલગ્ન
પ્રતિજન (prostate specific antigen, PSA)
પ્રતિરક્ષાગ્લૉબ્યુલિન (immunoglob-ulin)
બીટા-2 માઇક્રોગ્લો-
બ્યુલિન
ફેરિટિન
થાયરોગ્લોબિન
પુર:સ્થ (prostate)
ગ્રંથિનું કૅન્સરમલ્ટિપલ માયેલોમા
(બહુસ્થાની
મજ્જાર્બુદ)
મલ્ટિપલ માયેલોમા,
સિમ્ફોમા
યકૃતકૅન્સર
ગલગ્રંથિ કૅન્સર
પુર:સ્થ ગ્રંથિના
ઉપર દર્શાવેલા
રોગો—
ગલગ્રંથિના
વિકારો, ફેફસું
અને સ્તનનું
કૅન્સર
5. વિશિષ્ટ પ્રતિજનો
(ક)
(ખ)
(ગ)
CA-125
CA-19-9CA-15-3
અંડપિંડનું
અધિચ્છદીય કૅન્સરસ્વાદુપિંડ અને
મોટા આંતરડાનું
કૅન્સર
સ્તનનું કૅન્સર
ઋતુસ્રાવ,
સગર્ભાવસ્થા,
પરિતનશોથ
(peritonitis)
સ્વાદુપિંડ અને
મોટા આંતરડાના
શોથ (colitis)
અંડપિંડ,
પુર:સ્થ ગ્રંથિ,
ફેફસાનું કૅન્સર

એક્સરે ચિત્રણ અને અન્ય ચિત્રણો વડે કૅન્સરનું નિદાન : કૅન્સરના નિદાનમાં તેનાં લક્ષણો અને ચિહનો, પરીક્ષણશાળા (laboratory) અને ચિત્રણ(imaging)વાળાં પરીક્ષણો, જીવપેશીપરીક્ષણ (biopsy) તથા જરૂર પડ્યે શસ્ત્રક્રિયા દ્વારા તબક્કાનું નિર્ધારણ થાય છે. સાદાં એક્સ-રે ચિત્રણો, એક્સ-રે-રોધી પદાર્થોની મદદથી લેવાતાં ચિત્રણો, દા.ત., બેરિયમ ચિત્રશ્રેણી તથા નસમાર્ગી મૂત્રમાર્ગચિત્રણ (intravenous pyelography), સીએટી-સ્કૅન તથા એક્સ-રેનો ઉપયોગ ન કરતાં પરીક્ષણો (દા.ત., સૉનોગ્રાફી અને મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) ઉપયોગી છે. હાલ નવું ઉમેરાયેલું પોઝિટ્રૉન એમિશન ટોમોગ્રાફી – સીએટી-સ્કૅનની ચિત્રણ-પદ્ધતિએ કૅન્સરની સારવારની સફળતા માપવામાં ઘણું મહત્વનું કાર્ય કરેલું છે.

આકૃતિ 5 : સ્ક્વેમસ સેલ (લાદીસમ અધિચ્છદીય) કૅન્સરનો વિકાસ : (1) સામાન્ય લાદીસમ (શલ્કસમ) અધિચ્છદ (squamous epithelium), (2) સામાન્ય સ્તંભકોષોવાળું (columnar) અધિચ્છદ, (3) ગ્રંથિ, (4) સ્તંભકોષી અધિચ્છદનું લાદીસમ (શલ્કસમ) અધિચ્છદમાં પરાવિકસન (metaplasia), (5) પરાવિકસિત કોષોમાં કૅન્સરનું ઉદભવવું, (5a) જે ફક્ત ચામડીમાં હોવાથી અતિસીમિત (in situ) તબક્કામાં છે, (5b) ચાંદું કરતું ફેલાતું કૅન્સર, (6) ચામડીમાં પડેલું કૅન્સરનું ચાંદું જેની કિનારી ઊપસેલી છે, (7) ચામડીના નીચલા સ્તરમાં તથા અન્યત્ર ફેલાતું કૅન્સર.

નિદાનલક્ષી ચિત્રણોના અભ્યાસ પરથી કૅન્સર હોવાની શક્યતા, તેનો તબક્કો તથા સારવારનું પરિણામ જાણી શકાય છે. વળી, આ ચિત્રણોની મદદથી જીવપેશીપરીક્ષણ માટેનું સ્થાન પણ નિશ્ચિત કરી શકાય છે. આ પદ્ધતિને ચિકિત્સાલક્ષી એક્સ-રે વિદ્યા (interventional radiology) કહે છે. સૉનોગ્રાફી, સીએટી-સ્કૅન તથા ઇમેજ ઇન્ટેન્સિફાઇંગ ટેલિવિઝનની મદદથી ઝીણી સોય વડે અભિશોષણ (aspiration) કરીને નિદાન માટે કોષ મેળવી શકાય છે તેમજ તેની મદદથી જરૂર પડ્યે દવા આપી શકાય છે. વળી તેની મદદથી રોગજન્ય પ્રવાહી કે પરુ દૂર કરી શકાય છે. આવી ચિત્રણ-સહાયથી થતી સારવાર ઘણી વખત ઉપયોગી રહે છે.

વિકિરણનશીલ સમસ્થાનિકો(radioactive isotopes)ની મદદથી હાડકાં, ગલગ્રંથિ, ફેફસાં, યકૃત, મગજ વગેરે અવયવોનાં ચિત્રણો મેળવી શકાય છે, જેથી તેમાં થયેલા કે તેમાં ફેલાઈને આવેલા કૅન્સરનું નિદાન થઈ શકે. આ પ્રક્રિયાને સમસ્થાનિક વીક્ષણ (isotope scan) કહે છે. વિકિરણનશીલ ફ્લોરિન(18F)વાળા ફલ્યુરોડિઑક્સિગ્લુકોઝ (FDG) વડે પોઝિટ્રૉન એમિશન ટોમોગ્રાફી કરીને સક્રિય કૅન્સરવાળી ગાંઠોનાં ચિત્રણો મેળવી શકાય છે.

વર્ગીકરણ : કૅન્સરના વિવિધ પ્રકારોનું વર્ગીકરણ નિશ્ચિત કરવામાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), ઇન્ટરનૅશનલ યુનિયન અગેન્સ્ટ કૅન્સર (UICC) તથા અમેરિકન જૉઇન્ટ કમિટી ઑન કૅન્સર (AJCS) મુખ્ય છે. કૅન્સરનું વર્ગીકરણ કરવાથી કેટલીક સુવિધાઓ પામી શકાય છે, જેમ કે (1) સારવારનું આયોજન સરળ બને છે, (2) પૂર્વાનુમાન (prognosis) વધુ સ્પષ્ટ થાય છે, (3) સારવારનાં પરિણામોનું મૂલ્યાંકન સરળ બને છે, (4) માહિતીની આપલે શક્ય બને છે તથા (5) કૅન્સર અંગેનું સંશોધન ચાલુ રહે છે. મોટા ભાગનાં વર્ગીકરણો 4 પાસાંને આવરી લે છે : (ક) ઉદભવકોષ અને પેશી, (ખ) જૈવિક વર્તન – સૌમ્ય (benign) કે મારક (malignant), (ગ) ઉદભવનો અવયવ કે સ્થાન તથા (ઘ) વિભેદન(differentiation)નું પ્રમાણ.

આકૃતિ 6 : પોલા અવયવ(દા.ત., આંતરડું)માં થતા ગ્રંથિ-કર્કાર્બુદ- (adenocarcinoma)ના પ્રકારો : (અ) બહિર્વિકસિત (exophytic) ગાંઠ, (આ) અંતર્વિકસિત (endophytic) અથવા વ્રણકારી (ulcerative) કે ચાંદું પાડતી ગાંઠ. (1) સામાન્ય શ્લેષ્મસ્તર (mucosa), (2) સ્નાયુસ્તર (muscularis), (3) તરલસ્તર (serosa), (4) બહાર વિકસતી ગાંઠ, (5) ગાંઠનો આંતરડાની દીવાલમાં ફેલાતો ભાગ, (6) કૅન્સરનું ચાંદું, (7) ચાંદાંની ઊપસેલી કિનારી.

  1. ઉદભવકોષ (cell of origin) અને ઉદભવપેશી : લગભગ બધા પ્રકારની પેશીઓમાંથી કૅન્સર ઉદભવે છે. દરેક ગાંઠના બે ઘટકો હોય છે – (1) અર્બુદકોષો(tumour cells)ની બનેલી પ્રમુખકોષપેશી (parenchyma) તથા (2) સહાયક પેશી, જેમાં લોહીની નસો તથા સંધાનપેશી આવેલી છે. ગાંઠ અથવા અર્બુદને તેના અર્બુદકોષો પરથી ઓળખવામાં આવે છે. અંગ્રેજી નામોમાં અંતે ‘oma’ મૂકવામાં આવે છે. અધિચ્છદીય (epidermal) કોષોમાં ઉદભવતા કૅન્સરને કર્કાર્બુદ અથવા કૅન્સરાર્બુદ (carcinoma) કહે છે. કૅન્સર જો લાદીસમ અથવા શલ્કસમ અધિચ્છદ(squamous epithelium)માંથી વિકસે તો તેને લાદીસમ અથવા શલ્કસમ અધિચ્છદીય કર્કાર્બુદ અથવા ગ્રંથિકૅન્સર (squamous cell carcinoma) કહે છે (આકૃતિ 5) અને જો તે કોઈ ગ્રંથિના અધિચ્છદમાં વિકસે તો તેને ગ્રંથિકર્કાર્બુદ (adenocarcinoma) અથવા શલ્કસમકોષી (squamous cell) કૅન્સર અથવા કર્કાર્બુદ (carcinoma) કહે છે (આકૃતિ 6). મધ્યસ્તરીય (mesenchymal) કોષોમાંથી ઉદભવતા કૅન્સરને યમાર્બુદ અથવા માંસાર્બુદ (sarcoma) કહે છે. લોહીના કોષોના તથા લસિકાગ્રંથિઓના કૅન્સરને અનુક્રમે રુધિરકૅન્સર (leukaemia) અને

સારણી 11 : અધિત્વકીય (epidermal) કોષોમાંથી ઉદભવતાં કૅન્સર

ક્રમ કૅન્સર ઉદભવકોષ
1. લાદીસમકોષીય (શલ્કસમકોષીય)
કર્કાર્બુદ (squamous cell carcinoma) અથવા અધિત્વકાભ કર્કાર્બુદ
(epidermoid carcinoma)
લાદીસમ (શલ્કસમ)
અથવા અધિત્વકીય કોષ
2. તલીયકોષ કર્કાર્બુદ
(basal cell carcinoma)
તલીયકોષ (basal cell)
3a. ગ્રંથિ-કર્કાર્બુદ (adenocarcinoma)
અથવા ગ્રંથિકૅન્સર
ગ્રંથિકીય (glandular) અથવા
નલિકાકીય (ductal) અધિચ્છદ
3b. કોષ્ઠીય ગ્રંથિ-કર્કાર્બુદ અથવા
કોષ્ઠગ્રંથિકૅન્સર
(cystadenocarcinoma)
ગ્રંથિકીય (glandular) અથવા
નલિકાકીય (ductal) અધિચ્છદ
4. ઉપપરિવર્તિત કોષ-કર્કાર્બુદ
(transitional cell carcinoma)
ઉપપરિવર્તિત કોષ
(transitional cell)
5. પિત્તનલિકાકીય કર્કાર્બુદ
(cholangiocarcinoma)
પિત્તનલિકાકીય (bile duct)
અધિચ્છદ
6. યકૃતકોષીય કર્કાર્બુદ યકૃતકોષ (hepatocyte,
liver cell)
7. કૃષ્ણકોષીય કર્કાર્બુદ
(malignant melanoma)
કૃષ્ણકોષ (melanocyte)
8. મૂત્રપિંડીય કોષ-કર્કાર્બુદ
(renal cell carcinoma)
મૂત્રનલિકાકીય અધિચ્છદ
9. ભ્રૂણકોષીય કર્કાર્બુદ
(embryonal carcinoma)
અંડપિંડ (ovary) અને શુક્રપિંડ-
(testis)ના પ્રજનક કોષો (germ
cells)

લસિકાર્બુદ(lymphoma)ના નામે અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. તે સિવાયનાં બીજાં કૅન્સરને ઘન અવયવોના કૅન્સર(solid tumours)રૂપે પણ વર્ણવવામાં આવે છે. અધિચ્છદીય સૌમ્ય અર્બુદો આંગળી કે અંકુર જેવા હોવાથી તેમને અંકુરાર્બુદ (papilloma) કહે

સારણી 12 : મધ્યસ્તરીય (mesenchymal) કોષોનાં કૅન્સર

ક્રમ કૅન્સર ઉદભવકોષ
1. રુધિરકૅન્સર (leukaemia) રુધિરપ્રસર્જી આદિકોષ
(haemopoietic stem cell)
2. લસિકાર્બુદ (lymphoma) લસિકાભ પેશી
(lymphoid tissue)
3. હૉજકિનનો રોગ
(Hodgkin’s disease)
લસિકાભ પેશી
(lymphoid tissue)
4. બહુસ્થાની મજ્જાર્બુદ
(multiple myeloma)
પ્લાઝમા કોષ
5. ચેતાબીજકોષી કૅન્સર
(neuroblastoma)
ચેતાકોષ (neuron)
6. ર્દષ્ટિપટલબીજકોષી કૅન્સર
(retinoblastoma)
ર્દષ્ટિપટલનો કોષ – શંકુકોષ
(retinal cell – cone cell)
7. તંતુપેશી યમાર્બુદ / માંસાર્બુદ
(fibrosarcoma)
તંતુપેશી (fibrous tissue)
8. મેદપેશી યમાર્બુદ / માંસાર્બુદ
(liposarcoma)
મેદપેશી (fat tissue)
9. અસ્થિ યમાર્બુદ / માંસાર્બુદ
(osteogenic sarcoma)
અસ્થિકોષ (bone cell)
10. કાસ્થિ યમાર્બુદ / માંસાર્બુદ
(chondrosarcoma)
કાસ્થિકોષ (cartilage cell)
11. અનંકિત (અરૈખિક) અથવા
અરેખ સ્નાયુ યમાર્બુદ /
માંસાર્બુદ (leiomyosarcoma)
અનંકિત (અરૈખિક) અથવા
અરેખ સ્નાયુકોષ
(nonstriated muscle cell)
12. અંકિત (રૈખિક) અથવા સરેખ
સ્નાયુ યમાર્બુદ / માંસાર્બુદ
(rhabdomyosarcoma)
અંકિત (રૈખિક) અથવા
સરેખ સ્નાયુકોષ
(striated muscle cell)
13. વાહિની યમાર્બુદ / માંસાર્બુદ
(angiosarcoma)
વાહિનીકોષો
14. કાપોસીનું યમાર્બુદ / માંસાર્બુદ
(Kaposi’s sarcoma)
વાહિનીકોષ
15. પરિઅવયવી કલા
યમાર્બુદ / માંસાર્બુદ
(mesothelioma)
પરિઅવયવી કલા
(mesothelium)
16. સંધિકલા યમાર્બુદ / માંસાર્બુદ
(synovial sarcoma)
સંધિકલા (synovial
membrane)

છે. જે ગાંઠ સપાટીની બહાર પ્રવર્ધ(projection)રૂપે જોવા મળે છે તેને મસો (polyp) કહે છે. જો સામાન્ય (અવિષમ, normal) પેશી કોઈ અન્ય સ્થાને જોવા મળે તો તેને અવિષમપેશી-અર્બુદ (choristoma) કહે છે. લસિકાર્બુદનું વર્ગીકરણ કરવું મહત્વનું થયું છે કેમ કે તેના બંને મુખ્ય પ્રકારો  હૉજકિનનો રોગ અને નૉન-હૉજકિન – લિમ્ફોમાની સારવાર અને સારવારનાં પરિણામોમાં ઘણો તફાવત રહેલો છે. નૉન-હૉજકિન – લિમ્ફોમાને મારક લસિકાર્બુદ (malignant lymphoma) પણ કહે છે અને તેના પ્રકારો અને ઉપપ્રકારો દર્શાવવામાં આવેલા છે. ઉદભવકોષને આધારે વર્ગીકૃત કરાયેલાં કૅન્સર તથા સૌમ્ય અર્બુદોને સારણી 11, 12, 13માં દર્શાવાયેલાં છે.

સારણી 13 : સમાન ઉદભવકોષોમાંથી ઉદભવતા સૌમ્ય અર્બુદો અને કૅન્સર

ક્રમ કૅન્સર સૌમ્ય અર્બુદ
1. લાદીસમકોષીય કર્કાર્બુ
(squamous cell carcinoma)
લાદીસમકોષીય અંકુરાર્બુદ
(squamous cell papilloma)
2. ગ્રંથિ-કર્કાર્બુદ
(adenocarcinoma)
ગ્રંથિ-અર્બુદ (adenoma)
3. કૃષ્ણકોષીય કર્કાર્બુદ
(malignant melanoma)
કૃષ્ણકોષી તલ (nevus)
4. ચેતાબીજકોષીય કર્કાર્બુદ
(neuroblastoma)
કંદુકીય ચેતાર્બુદ
(ganglioneuroma)
5. તંતુપેશી યમાર્બુદ / માંસાર્બુદ
(fibrosarcoma)
તંતુપેશી અર્બુદ (fibroma)
6. મેદપેશી યમાર્બુદ / માંસાર્બુદ
(liposarcoma)
મેદપેશી અર્બુદ (lipoma)
7. અસ્થિ-યમાર્બુદ / માંસાર્બુદ
(osteosarcoma)
અસ્થિ-અર્બુદ (osteoma)
8. કાસ્થિ યમાર્બુદ
(chondrosarcoma)
કાસ્થિ-અર્બુદ (chondroma)
9. અરૈખિક સ્નાયુ યમાર્બુદ/માંસાર્બુદ (leiomyosarcoma) રૈખિક સ્નાયુ-અર્બુદ(leiomyoma)
10. રૈખિક સ્નાયુ યમાર્બુદ/
માંસાર્બુદ
(rhabdomyosarcoma)
રૈખિક સ્નાયુ-અર્બુદ
(rhabdomyoma)
11. વાહિની યમાર્બુદ / માંસાર્બુદ
(angiosarcoma)
વાહિની-અર્બુદ
(haemangioma)
12. લસિકાવાહિની
યમાર્બુદ / માંસાર્બુદ
(lymphangiosarcoma)
લસિકાવાહિની-અર્બુદ
(lymphangioma)
13. તાનિકા કૅન્સર
(malignant meningioma)
તાનિકા-અર્બુદ
(meningioma)

 () જૈવિક વર્તન (biological behaviour) : ઝડપથી ફેલાતા તથા અનિયંત્રિત વૃદ્ધિ કરતા અર્બુદ(ગાંઠ)ને મારક (malignant) ગાંઠ કહે છે, જ્યારે અતિશય ધીમી વૃદ્ધિ પામતી અને અન્યત્ર ન ફેલાતી ગાંઠને સૌમ્ય (benign) ગાંઠ કહે છે. કૅન્સરની શરૂઆતના તબક્કાઓમાં તે આસપાસની પેશીમાં પણ ફેલાતું થયું હોતું નથી. આ સમયે કૅન્સર ઘણું જ નાનું હોવાથી આ તબક્કાને અતિસીમિત અથવા સ્વસ્થાની (in situ) તબક્કો કહે છે. આ તબક્કે જો તેને શસ્ત્રક્રિયા વડે દૂર કરવામાં આવે તો ઘણી વખત કૅન્સર મટે છે. દા.ત., ગર્ભાશય-ગ્રીવા(મુખ)નું અતિસીમિત કૅન્સર. ત્યાર બાદ તે વહેલું કે મોડું આક્રમક (invasive) બને છે. કેટલાંક કૅન્સર અંત:સ્રાવી (endocrine) પેશીમાં વિકસે છે અને વત્તેઓછે અંશે અંત:સ્રાવી પણ રહે છે. દા.ત., અંડગ્રંથિ (ovary), શુક્રગ્રંથિ (testis), અધિવૃક્ક (adrenal) ગ્રંથિ વગેરે. કેટલાંક કૅન્સર અન્યસ્થાનજ અંત:સ્રાવો(ectopic hormones)નું ઉત્પાદન પણ કરે છે અને તેની અસરો ઉપજાવે છે. દા.ત., અધિવૃક્ક ગ્રંથિ કૅન્સરના પુરુષદર્દીમાં માદા અંત:સ્રાવોની અસર; સ્વાદુપિંડ, મૂત્રપિંડ, ફેફસાં કે લસિકાભપેશીના કૅન્સરમાં ઇન્સ્યુલિન કે પૅરાથાયરૉઇડ અંત:સ્રાવ જેવી અસરો.

કૅન્સરની વૃદ્ધિ અને ફેલાવો : કોઈ એક કોષમાં જનીનીય વિકૃતિને કારણે કૅન્સરના કોષનાં લક્ષણો ઉદભવે છે અને તેમાં અનિયંત્રિત સંખ્યાવૃદ્ધિ અને અપૂર્ણ પાકટતા અથવા પુખ્તતા(maturity)ની ખામીઓ થાય છે. સૌપ્રથમ એક જ કોષમાંથી ઉદભવતા કોષો એક કોષગોત્ર (clone) બનાવે છે. તે સમયે તે અતિસીમિત અથવા સ્વસ્થાની (in situ) કૅન્સરરૂપે હોય છે. તેની સંખ્યાવૃદ્ધિની લાક્ષણિકતાને કારણે તે આસપાસની પેશીને તથા સ્થાનિક લોહીની નસો તથા લસિકાવાહિનીઓ(lymphatics)ને અસર કરે છે (આકૃતિ 7).

આકૃતિ 7 : સ્થાનિક લસિકાગ્રંથિઓ(lymphnodes)માં ફેલાતું કૅન્સર : (1) કૅન્સરની ગાંઠ, (2) લસિકાવાહિની દ્વારા ફેલાતા કોષો, (3) લસિકાગ્રંથિના બાહ્યસ્તરમાં કૅન્સરકોષોનો પ્રવેશ, (4) કૅન્સરગ્રસ્ત લસિકાગ્રંથિ, (5) લસિકા(lymph)ના તરંગની વિરુદ્ધ દિશામાં કૅન્સરના કોષોનો ફેલાવો, (6) જેને કારણે લસિકાગ્રંથિના અંત:સ્તર (medulla) અને મુખપ્રદેશ(hilum)માં કૅન્સરકોષોનો સૌપ્રથમ પ્રવેશ.

ધમનીઓ જ્યારે પેશીના કોષોની આસપાસ પહોંચે છે ત્યારે તેની અતિશય નાની શાખા – ધમનિકા (arteriole) થાય છે. તેમાંનું લોહી કેશવાહિનીઓ(capillaries)ની જાળમાં પ્રવેશે છે અને ફરીથી લઘુશિરાઓ(venules)માં એકત્ર થઈને મોટી શિરાઓ(veins)માં જાય છે. પેશીમાં કોષોની આસપાસ કેશવાહિનીઓ જાળું બનાવે છે. તેમની દીવાલમાંથી પાણી, ક્ષારના આયનો, પોષકદ્રવ્યો અને શ્વેતકોષો બહાર નીકળે છે. કોષો સાથે પોષકદ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો અને અન્ય પદાર્થોની આપલે કોષની બહારના અને કોષની અંદરના પ્રવાહી વચ્ચે હોય છે. કોષ બહારનાં દ્રવ્યોવાળું પ્રવાહી કેશવાહિનીઓ દ્વારા પૂરેપૂરું શિરા તરફ જઈ શકતું નથી તે લસિકાવાહિની (lymphatic) નામની નસો દ્વારા વહે છે. લસિકાવાહિનીઓમાંના પ્રવાહીને લસિકાતરલ (lypmph) કહે છે. લસિકાવાહિનીઓ સ્થાનિક લસિકાભપેશી-(lymphoid tissue)ના નાના પિંડો(લસિકાપિંડો અથવા લસિકાગ્રંથિ, lymphnode)માં જાય છે. આ લસિકાગ્રંથિઓ જ્યારે ચેપગ્રસ્ત થઈને મોટી અને પીડાકારક થાય છે ત્યારે તેને ‘વેળ ઘાલવી’ કહે છે. કૅન્સરના કોષો પણ લસિકાવાહિની દ્વારા સ્થાનિક લસિકાગ્રંથિઓમાં ફેલાય છે.

આકૃતિ 8 : લોહી દ્વારા કૅન્સરનો ફેલાવો : (1) કૅન્સરની ગાંઠ, (2) લોહીની નસ, (3) લોહીની નસમાં કૅન્સરના કોષોનું ગંઠન (thrombus), (4) યકૃત (liver), (5) નિવાહિકા શિરા (portal vein), (6) હૃદય, (7) ફેફસું, (8) મગજ, (9) હાડકું, (10) સ્થાનાંતરિત (metastatic) ગાંઠ, (11) મોટું આંતરડું. (અ) ગાંઠનો વિકાસ થવાથી લોહીની નસ દબાય, (આ) બીજા તબક્કામાં ગાંઠ લોહીની નસમાં પ્રવેશીને તેના પોલાણમાં જાય, (ઇ) પોલાણમાં લોહીના કોષો તથા કૅન્સરકોષોનો ગઠ્ઠો થાય, (ઈ) લોહી સાથે કૅન્સરના કોષો છૂટા પડીને ભ્રમણ કરે, (ઉ) મોટા આંતરડામાંથી નિવાહિકા શિરા દ્વારા યકૃતમાં કૅન્સરનો ફેલાવો, (ઊ) શરીરમાંથી આવેલા કૅન્સરના કોષો હૃદયમાં થઈને ફેફસાંમાં સ્થાપિત થાય, (ઋ) ફેફસાનું કૅન્સર હૃદયમાં થઈને શરીરમાં બધે ફેલાય, (એ) મગજ, યકૃત અને હાડકામાં ફેલાતું કૅન્સર.

આમ સૌપ્રથમ સ્થાનિક આક્રમણ થાય છે અને તે પછી લોહી દ્વારા દૂરદૂરના સ્થાને પણ ફેલાય છે, જેને કૅન્સરીય અથવા કર્કાર્બુદીય સ્થાનાંતરતા (metastasis) કહે છે (આકૃતિ 8). સ્થાનાંતરિત (metastatic) અર્બુદને, સુશ્રુતે પણ નોંધ્યું છે. તે તેને દ્વિરર્બુદ (secondary tumour) કહે છે. ગર્ભાશય-ગ્રીવા તથા ફેફસાંના કૅન્સરનો અભ્યાસ કરતાં જણાયું છે કે કૅન્સરની વૃદ્ધિનો સમયગાળો ઘણો મોટો છે. શલ્કસમકોષી (squamous cell) કૅન્સરની આગળનો તબક્કો (કૅન્સરપૂર્વ અથવા precancerous તબક્કો) 10 વર્ષ લાંબો હોય છે. જોકે કૅન્સરના તબક્કામાં પ્રવેશ્યા પછી કોષવિભાજન ઝડપી બને છે. કોષવિભાજન દ્વારા ગાંઠના કદના બમણા થવાના દરને દ્વિગુણન દર (doubling time) કહે છે. જેમ જેમ ગાંઠ મોટી થતી જાય તેમ તેમ આસપાસની પેશીને નુકસાન કરે છે. તેની કિનારી અનિયમિત હોય છે અને તે શરીરમાં અન્યત્ર ફેલાય છે. તેનો ફેલાવો સીધેસીધો કે લોહી કે લસિકા(lymph)ની નસો દ્વારા થાય છે. જો તે શરીરની કોઈ ગુહા(cavity)માં પ્રસરે તો પછી તે ગુહાકીય પ્રવાહી દ્વારા પણ ફેલાય છે. દા.ત., મેરુમસ્તિષ્ક-જળ (CSF) તથા પરિતનગુહા(peritoneal cavity)માં ક્રુકનબર્ગ-અર્બુદરૂપે. સામાન્ય રીતે તે સરળ માર્ગે ફેલાવો કરે છે. લોહીમાં પરિભ્રમણ કરતા કૅન્સરના કોષો બધે સ્થાયી થતા નથી પરંતુ યોગ્ય અને અનુકૂળ સ્થળે જ સ્થાયી થાય છે. તેથી ફેફસાં, યકૃત, મગજ અને હાડકાંમાં તે વધુ પ્રમાણમાં સ્થાનાંતરિત થાય છે જ્યારે લોહી દ્વારા થતા ફેલાવાથી હૃદય, આંતરડાં, મૂત્રપિંડ ભાગ્યે જ અસરગ્રસ્ત થાય છે. લસિકાવાહિનીઓ દ્વારા કૅન્સર નજીકની લસિકાગ્રંથિઓ(lymphnodes)માં ફેલાય છે. ચામડીનું તલકોષીય (basal cell) કૅન્સર અને મગજનું અંતરાલકોષીય અર્બુદ (glioma) સામાન્ય રીતે અન્યત્ર ફેલાતાં નથી.

આકૃતિ 9 : કૅન્સરના તબક્કા : સ્ટેજ I (T1), સ્ટેજ II (T2), સ્ટેજ III (T3 No કે T1-2, N1), સ્ટેજ IV (T4 કે T1-3, N2-3 કે M1). Tis એટલે અતિસીમિત (in situ) કૅન્સર.

કૅન્સરના તબક્કા : કૅન્સરના કદ તથા ફેલાવાને માપી શકાય તે માટે તેના તબક્કા નિશ્ચિત કરવામાં આવેલા છે. જ્યારે કૅન્સરનું પહેલવહેલું નિદાન કરવામાં આવે ત્યારે તેના કદ અને ફેલાવાને TNM પદ્ધતિ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. TNM પદ્ધતિમાં T એટલે ગાંઠ (tumour), N એટલે સ્થાનિક લસિકાગ્રંથિ (lymph node) અને M એટલે સ્થાનાંતરિત કૅન્સર (metastasis). મૂળ ગાંઠને તેના કદ પ્રમાણે T0, T1, T2, T3 અથવા T4 રૂપે, લસિકાગ્રંથિઓની અસરગ્રસ્તતાને N0, N1, N2, N3 રૂપે તથા સ્થાનાંતરિત કૅન્સરને M0 અને M1 રૂપે નોંધવામાં આવે છે. T0, N0, M0નો અર્થ અનુક્રમે મૂળ ગાંઠ નહિ, લસિકાગ્રંથિ અસરગ્રસ્ત નહિ તથા સ્થાનાંતરિત કૅન્સર નહિ એવો થાય છે. મૂળ ગાંઠ, લસિકાગ્રંથિ કે સ્થાનાંતરિત કૅન્સર દર્શાવી શકાતાં ન હોય ત્યારે તેને અનુક્રમે Tx, Nx અને Mxની સંજ્ઞા અપાય છે. મૂળ ગાંઠ અતિસીમિત (in situ) હોય તો તેને Tis વડે દર્શાવાય છે. શસ્ત્રક્રિયા કર્યા પછી ફરી કૅન્સરનો તબક્કો નિશ્ચિત કરાય છે. કૅન્સરનો તબક્કો અને તેના કોષના વિભેદનનો તીવ્રતાઅંક (grade) હંમેશ એકસરખા હોતા નથી. સામાન્ય રીતે TNM વર્ગીકરણમાં ગાંઠના સ્થાનને મહત્વ આપવામાં આવે છે, પરંતુ મૃદુપેશી યમાર્બુદ / માંસાર્બુદ(soft tissue sarcoma)માં વિભેદન-તીવ્રતાના અંક(grade)ને તથા ગલગ્રંથિ(thyroid gland)ના કૅન્સરમાં ઉંમરને પણ આવરી લેવાયાં છે. શુક્રપિંડના કૅન્સરમાં કૅન્સરસૂચક દ્રવ્યોની રુધિરસપાટીને પણ તેમાં આવરી લેવાઈ છે. કૅન્સરને સામાન્ય રીતે Iથી IV એમ 4 તબક્કામાં વહેંચાય છે. મોટે ભાગે તે TNM વર્ગીકરણ સાથે સુમેળ સાધે છે; પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે તે ગાંઠના તીવ્રતાંક, વિભેદન, ઉંમર, કૅન્સરસૂચક દ્રવ્યના પ્રમાણને પણ ધ્યાનમાં લે છે. કૅન્સરનું TNM વર્ગીકરણ સારણી 14માં દર્શાવ્યું છે.

સારણી 14 : કૅન્સરનું TNM પદ્ધતિ પ્રમાણે વર્ગીકરણ

તબક્કો            વર્ણન
T (પ્રારંભિક/પ્રાથમિક ગાંઠ,  primary tumour)
Tx પ્રાથમિક ગાંઠની માપણી અશક્ય
T0 પ્રાથમિક ગાંઠની કોઈ નિશાની નહિ
Tis અતિસીમિત કૅન્સર
T1, T2, T3, T4 કદ અને સ્થાનિક ફેલાવામાં ક્રમશ: વધારો
N (પ્રાદેશિક લસિકાગ્રંથિઓ, regional lymphnodes)
Nx પ્રાદેશિક લસિકાગ્રંથિની માપણી અશક્ય
N0 પ્રાદેશિક લસિકાગ્રંથિની અસરગ્રસ્તતાની કોઈ
નિશાની નહિ
N1, N2, N3 પ્રાદેશિક લસિકાગ્રંથિઓની ક્રમશ: વધતી
અસરગ્રસ્તતા
M (સ્થાનાંતરિત કૅન્સર અથવા દ્વિરર્બુદ, metastasis or secondary)
Mx સ્થાનાંતરિત કૅન્સર અર્બુદની માપણી અશક્ય
M0 સ્થાનાંતરિત કૅન્સરની કોઈ નિશાની નહિ
M1 સ્થાનાંતરિત કૅન્સર છે

વિભેદનનું પ્રમાણ (degree of differentiation) : કોષોના વિકાસની પ્રક્રિયાને વિભેદન કહે છે. કોષ જેમ વધુ વિકસિત તથા પુખ્તતાવાળો તેમ તે વધુ વિભેદિત. કૅન્સરના કોષોમાં વિભેદન ઓછું હોય છે. તેનું સૌથી વધુ મહત્ત્વ કૅન્સરના પૂર્વાનુમાન દર્શાવવામાં રહેલું છે. તેને સામાન્ય રીતે તીવ્રતાઅંક (કક્ષા, grade) રૂપે દર્શાવવામાં આવે છે. તીવ્રતાઅંક્ધો 1થી 4 સુધી દર્શાવવામાં આવે છે અને તેમને પૂર્ણવિભેદન (તીવ્રતાઅંક 1), મધ્યમ અથવા અપૂર્ણ વિભેદન (તીવ્રતાઅંક 2), અલ્પ વિભેદન (તીવ્રતાઅંક 3) તથા અવિભેદન(તીવ્રતાઅંક 4)ની સંજ્ઞાઓથી વર્ણવવામાં આવે છે. વિભેદનકક્ષા(તીવ્રતાઅંક)ના નિર્ધારણ સમયે વિભેદનનું પ્રમાણ તથા વિભાજન પામતા કોષોની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. વધુ તીવ્રતાઅંક અથવા અલ્પ વિભેદન મૂળ ગર્ભપેશીકોષ જેવો દેખાય એવા અવળા વિકાસથી ઉદભવતું વિપરીત વિકસન (anaplasia) સૂચવે છે અને તે વધુ ખરાબ પૂર્વાનુમાન દર્શાવે છે. વિભેદનકક્ષા (તીવ્રતાઅંક) આધારિત વર્ગીકરણ સારણી 15માં દર્શાવ્યું છે.

સારણી 15 : કૅન્સરની વિભેદનકક્ષા (તીવ્રતાઅંક)

વિભેદન (તીવ્રતાઅંક) વર્ણન
Gx વિભેદન-તીવ્રતાઅંકની જાણકારી અશક્ય
G1 પૂર્ણ વિભેદન (well differentiated)
G2 અપૂર્ણ વિભેદન (moderately differentiated)
G3 અલ્પ વિભેદન (poorly differentiated)
G4 અવિભેદન (undifferentiated)

આવી જ રીતે મૂળ ગાંઠમાં કૅન્સર દ્વારા લસિકાવાહિનીઓ પરના આક્રમણને Lx, L0, L1 અને L2 પ્રમાણે તથા નસો અથવા રુધિરવાહિનીઓ પરના આક્રમણને Vx, V0, V1 અને V2 પ્રમાણે વિવિધ તબક્કામાં વહેંચવામાં આવે છે. સારવાર પછી રહી ગયેલી શેષ (residual) ગાંઠને Rx, R0, R1 અને R2 તબક્કામાં વહેંચવામાં આવે છે.

કૅન્સરના દર્દીની શારીરિક સ્થિતિને પણ વિવિધ તબક્કામાં વહેંચવામાં આવી છે (જુઓ સારણી 16).

સારણી 16 : દર્દીની કાર્યશીલતાની સ્થિતિ (performance status)

ક્રમ શારીરિક સ્થિતિ અમેરિકન જૉઇન્ટ
કમિટી ઑન
કૅન્સરના સૂચન
પ્રમાણે તીવ્રતા
અંક (grade)
કૉર્નોફસ્કી
માપ
પ્રમાણે ટકા
 ક સામાન્ય સ્થિતિ 0 90–100
 ખ રોગનાં લક્ષણો છતાં
હરેફરે, જાતે સંભાળ લે
1 70–80
 ગ 50 %થી વધુ સમય
હરેફરે, ક્યારેક મદદની
જરૂર પડે
2 50–60
 ઘ 50 %થી ઓછો સમય
હરેફરે, નર્સિંગ
સારવારની જરૂર પડે
3 30–40
 ચ પથારીવશ, ક્યારેક
હૉસ્પિટલમાં દાખલ
કરવા પડે
4 10–20

ગાંઠના કદ અને ફેલાવાનો તબક્કો, તેના કોષોના વિભેદનનો તીવ્રતાઅંક તેમજ દર્દીની શારીરિક સ્થિતિનો તબક્કો – આ ત્રણે સ્થિતિઓને ધ્યાનમાં લઈને દર્દીનો ઉપચાર નક્કી કરવામાં આવે છે.

કૅન્સરની સારવાર : કૅન્સરની સારવાર મુખ્યત્વે ત્રણ મૂળભૂત પાયા પર રચાયેલી છે : (1) પ્રતિરોધ (prevention), (2) કૅન્સરલક્ષી સારવાર અને (3) આધારદાયી અથવા સહાયક (supportive) સારવાર.

(1) કૅન્સર થતું અટકાવવાના ઉપાયો અથવા કૅન્સરપ્રતિરોધ : કૅન્સર થવાનાં કારણોના અભ્યાસ પરથી કેટલાંક તારણો નીકળ્યાં છે, જેની મદદથી કૅન્સર થતું અટકાવવાના પ્રયત્નો થઈ શકે છે. જીવન જીવવાની શૈલી તથા વાતાવરણનાં પરિબળો પર અસરકારક પ્રભાવ પાડીને કૅન્સરનું પ્રમાણ ઘટાડી શકાય છે. કેટલીક કુટેવો દા.ત., તમાકુનું સેવન (ચાવવી, ધૂમ્રપાન કરવું, સૂંઘવી, દાંતે ઘસવી વગેરે), અતિશય દારૂ પીવો, જાતીયતાનો કે તેના અભાવનો અતિરેક, આહાર માટે ઓછી સભાનતા, વાતાવરણ(હવા તથા પાણી)નું પ્રદૂષણ, ઔદ્યોગિક સુરક્ષાનો અભાવ વગેરે જેવાં નિવારી શકાય તેવાં ઘણાં પરિબળો કૅન્સર થવામાં મહત્વનો ભાગ ભજવે છે. તમાકુ અને મદ્યપાનથી થતાં કૅન્સર આગળ દર્શાવ્યાં છે. નાની ઉંમરે લગ્ન કે નાની ઉંમરે જાતીય સમાગમની શરૂઆત, વધુ પડતો જાતીય સમાગમ, વધુ વ્યક્તિઓ સાથે જાતીય સમાગમ કરતી વ્યક્તિ સાથે જાતીય સમાગમ, ઘણાં બાળકો વગેરે પરિબળો સ્ત્રીઓમાં ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર કરે છે. વળી તેની સામેના છેડે કુંવારી રહેતી સ્ત્રીઓ, જેને બાળક ન હોય તેવી સ્ત્રી, સ્તન્યપાન ન કરાવ્યું હોય તેવી સ્ત્રી, મોટી ઉંમરે પરણતી કે મોટી ઉંમરે જાતીય સમાગમ કરતી સ્ત્રીમાં સ્તનનું કૅન્સર વધુ થાય છે. વિવિધ ઔદ્યોગિક પરિબળો તથા પ્રદૂષણ કરતા ઘટકો આગળ દર્શાવ્યા છે. કૅન્સર થતું અટકાવવા માટે આ બધાં પરિબળોને રોકવાં કે ઘટાડવાં જરૂરી છે. કેટલાક વિકારો કૅન્સરમાં પરિણમે છે (પૃ. 380, સારણી 9). તેમની શસ્ત્રક્રિયા કે સારવાર કરીને કૅન્સરનો ભય ઘટાડી શકાય છે.

(2) કૅન્સરની નિર્ણાયક સારવાર : કૅન્સરની નિર્ણાયક (definitive) સારવારને 3 ભાગમાં વહેંચી શકાય : (ક) શસ્ત્રક્રિયા, (ખ) વિકિરણનચિકિત્સા (radiotherapy) અને (ગ) ઔષધચિકિત્સા (chemotherapy).

() શસ્ત્રક્રિયા : શસ્ત્રક્રિયા વડે કૅન્સરની ગાંઠને દૂર કરવાની પદ્ધતિ સૌથી જૂની સારવારપદ્ધતિ રહી છે. તે લાંબો સમય એકમાત્ર અસરકારક પદ્ધતિ રહી છે. આજે પણ તે 60 % દર્દીઓને સારવાર માટે તથા 90 % દર્દીઓને નિદાન તથા કૅન્સરનો તબક્કો નક્કી કરવા માટે ઉપયોગી છે. ઈ. એસ. મૅપિરસે (ઈ. સ. 1600) ગાંઠોની શસ્ત્રક્રિયા વિશે લખ્યું હતું. ઈ. મૅક્ડોવેલે 1809માં પેટની શસ્ત્રક્રિયા દ્વારા સૌપ્રથમ 22.5 રતલની અંડપિંડની ગાંઠ કાઢી હતી. ત્યાર બાદ કૅન્સરની શસ્ત્રક્રિયા ઘણી વિકસી. જે. સી. વૉરને 1846માં સર્વાંગી નિશ્ચેતના (general anaesthesia) વડે દર્દીને બેભાન કરીને સૌપ્રથમ ઉપલા જડબા નીચેની ગાંઠ કાઢી. ડબ્લ્યૂ. એસ. હેલ્સ્ટેડે (1890) શસ્ત્રક્રિયા અંગે તાલીમ આપવાનો કાર્યક્રમ શરૂ કર્યો. તેમણે સૌપ્રથમ સ્તનને શસ્ત્રક્રિયા વડે દૂર કર્યું. અન્ય મહત્વનાં શસ્ત્રક્રિયાલક્ષી સીમાચિહનોમાં બિલ્રૉથ (1881) દ્વારા જઠર કાઢી નાખવાની શસ્ત્રક્રિયા, કુશિંગ (1920) દ્વારા મગજની ગાંઠની શસ્ત્રક્રિયા તથા વ્હિપલ દ્વારા (1935) સ્વાદુપિંડની શસ્ત્રક્રિયા ગણાય છે. શસ્ત્રક્રિયાની મર્યાદા સુશ્રુતે દર્શાવી છે.

શસ્ત્રક્રિયાના કૅન્સરની સારવારના વિવિધ ઉપયોગો છે : (અ) પ્રતિરોધ (prevention), (આ) નિદાન, (ઇ) તબક્કાનો નિર્ણય, (ઈ) નિશ્ચિત સારવાર, (ઉ) સહાયક સારવાર.

જે કેટલાક વિકારોમાં કૅન્સર ઉદભવે છે (સારણી 9) તેની શસ્ત્રક્રિયાથી સારવાર કરવાથી તેમાં કૅન્સર થવાનો ભય ઘટે છે. નિદાન નક્કી કરવા માટે વિવિધ પ્રકારનાં પેશીપરીક્ષણો (biopsy) થાય છે, જેમ કે સોય વડે અભિશોષણ, છેદન (incision), ઉચ્છેદન (excision) વગેરે. શસ્ત્રક્રિયાનો ઉપયોગ રોગનો પ્રાથમિક તબક્કો, સારવાર પછીનો તબક્કો, ફરીથી ઊથલો મારે ત્યારનો તબક્કો વગેરેની માહિતી જાણવા માટે પણ કરાય છે.

સારવાર રૂપે કરાતી શસ્ત્રક્રિયા બે પ્રકારની છે – નિશ્ચિત અથવા મટાડવાના ઇરાદાથી થતી શસ્ત્રક્રિયા અને સહાયક અથવા રાહત આપવા માટેની શસ્ત્રક્રિયા. નિશ્ચિત શસ્ત્રક્રિયા દરમિયાન કૅન્સરગ્રસ્ત પેશીને પૂરેપૂરી કાઢી નાખવામાં આવે છે. શસ્ત્રક્રિયા વખતે બાકી રહી ગયેલો કૅન્સરગ્રસ્ત ભાગ ફરીથી વૃદ્ધિ પામે છે અને તેથી તેને પૂરેપૂરો દૂર કરવો જરૂરી છે. તેને કારણે દેખીતી ગાંઠની ફરતેની સમગ્ર પેશીને પણ દૂર કરાય છે. પેશીનો કપાયેલો છેડો સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે જેથી કૅન્સરના કોષો શરીરમાં રહી ગયા નથી તેનો નિર્ણય થઈ શકે. ઘણી વખત આમ કરવા માટે સ્થાનિક લસિકાગ્રંથિઓ(local lymphnodes)ને પણ દૂર કરાય છે. દા.ત., સ્તનમાં કૅન્સરની નાની ગાંઠ થઈ હોય તોપણ પૂરેપૂરું સ્તન તથા બગલમાંની લસિકાગ્રંથિઓ અને સ્તનની નીચેના સ્નાયુઓનો અમુક ભાગ શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. શસ્ત્રક્રિયા વખતે લોહીની નસોને તથા લસિકાવાહિનીઓ- (lymphatics)ને વહેલી બાંધી દેવામાં આવે છે અને કૅન્સરગ્રસ્ત પેશીમાં બહુ કાપકૂપ કરાતી નથી. જરૂર પડ્યે, ચાલુ શસ્ત્રક્રિયા વખતે જ, ગાંઠમાં કૅન્સર છે કે નહિ તે જોવા શીતકૃતપેશી તપાસ (frozen section) કરાવાય છે.

સહાયક શસ્ત્રક્રિયાની જરૂર કેટલાક ચોક્કસ કિસ્સામાં પડે છે, જેમ કે ગાંઠને કારણે સ્વરપેટી કે ઉપલો શ્વસનમાર્ગ દબાઈ જાય તો શ્વાસનળીછિદ્રણ (tracheostomy), મળમાર્ગ રોકાઈ જાય તો સ્થિરાંત્રછિદ્રણ (colostomy) વગેરે કરાય છે. લોહી વહેતું રોકવા કે પોલા અવયવમાં છિદ્ર પડે ત્યારે તે બંધ કરવા માટે પણ શસ્ત્રક્રિયા કરવી પડે છે. ઉપલો અન્નમાર્ગ બંધ થઈ જાય તો જઠરછિદ્રણ (gastrostomy) દ્વારા ખોરાક સીધેસીધો જઠરમાં અપાય એવી વ્યવસ્થા કરાય છે. ક્યારેક બર્કિટનું લસિકાર્બુદ અને અંડપિંડનું કૅન્સર થયું હોય અને મોટી ગાંઠ થયેલી હોય તો તેને શસ્ત્રક્રિયા કરીને નાની કરાય છે. સામાન્ય રીતે અન્ય કૅન્સરમાં આ રીતનો અર્બુદભાર (tumour load) ઘટાડવાની શસ્ત્રક્રિયા થતી નથી. આવી જ વિશિષ્ટ રીતે હાડકાના યમાર્બુદ/માંસાર્બુદ (sarcoma) કે મૃદુપેશી-યમાર્બુદ/માંસાર્બુદના દર્દીમાં ફેફસામાં ગયેલી ગાંઠને શસ્ત્રક્રિયા વડે દૂર કરી શકાય છે. સહાયક શસ્ત્રક્રિયાનો મહત્વનો ઉપયોગ જીવનને ભયરૂપ સ્થિતિમાં પણ ખાસ કરાય છે. શસ્ત્રક્રિયા વખતે ગાંઠ કાઢ્યા પછી જો કુરૂપતા આવે તો તે ઢાંકવા માટે પુનર્રચનાલક્ષી (reconstructive) શસ્ત્રક્રિયા કરાય છે. કૅન્સરની ગાંઠ પર અસર કરતી દવાઓ સહેલાઈથી આપી શકાય તે માટેની નળીઓ તથા પ્રપુટિકાઓ (pouches) મૂકવામાં શસ્ત્રક્રિયા ઉપયોગી છે.

લેઝર ટેકનિકે શરૂઆતના કૅન્સરની શસ્ત્રક્રિયામાં પોતાની ઉપયોગિતા દર્શાવી છે. તેના વડે સપાટી પરના કૅન્સરની સારવાર થઈ શકે છે. લેઝર એટલે light amplification by stimulated emission of radiation (LASER).

() વિકિરણનચિકિત્સા : તેને સાદી ભાષામાં ‘શેક’ અથવા કિરણોની સારવાર કહે છે. આ સારવારમાં તાપમાન વધતું નથી તેથી શેકની સારવાર એ ખોટો શબ્દપ્રયોગ ગણાય. કૅન્સરના 65 %થી 70 % દર્દીઓમાં વિકિરણનચિકિત્સાની જરૂર રહે છે. કેટલાંક તત્વોના પરમાણુઓનાં કેન્દ્રો (નાભિ) અસ્થાયી હોય છે અને તે સતત પરિવર્તન પામે છે અને તે સમયે વીજચુંબકીય (electromagnetic) ઊર્જા ઉત્પન્ન કરે છે, જે વિકિરણન રૂપે બહાર ફેંકાય છે. આવી રીતે એક્સ-રે, બીટા, ગૅમા તથા આલ્ફા કિરણો પણ ઉદભવે છે. આવી પ્રક્રિયા કુદરતી રૂપે કે વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલા એક્સ-રે જનિત્ર(generator)માં થાય છે. આ વિકિરણો આયનકારી (ionising) હોય છે અને તેથી તે જે અણુ પર પડે તેના આયનીકરણને કારણે, તેમાંથી ઇલેક્ટ્રૉન છૂટો પાડે છે. આવો ઇલેક્ટ્રૉન કે તેને કારણે બનતા હાઇડ્રૉક્સિલ રૅડિકલ કોષમાંના DNAને ઈજા પહોંચાડે છે. આ સમયે ઑક્સિજન કે મેટ્રોનિડેઝોલ જેવા ઔષધીય રસાયણની હાજરી હોય તો DNAને થયેલ ઈજા લાંબો સમય રહે છે. તેથી વિકિરણનચિકિત્સાની પૂરતી અસર મેળવવા માટે લોહીમાં યોગ્ય પ્રમાણમાં હીમોગ્લોબિન જરૂરી ગણાય છે. લોહીમાં યોગ્ય પ્રમાણમાં હીમોગ્લોબિન હોય તો કોષને પૂરતો ઑક્સિજન મળી રહે અને તેથી વિકિરણનચિકિત્સાની અસર જળવાઈ રહે. DNAને થયેલી ઈજાને કારણે કોષના કાર્ય અને જીવનને માઠી અસર પહોંચે છે. ચેતાતંતુ, સ્નાયુતંતુ તથા ગ્રંથિઓના કોષો સામાન્ય રીતે વિભાજન પામતા નથી અને તેથી વિકિરણનને લીધે ફક્ત તેમના કાર્યમાં વિક્ષેપ ઊભો થાય છે. જ્યારે કૅન્સરના વિભાજન પામતા કોષો, લોહીના કોષો ઉત્પન્ન કરતી પેશી, ચામડીના ઉપલા સ્તરના કોષો, વાળ બનાવતા કોષો તથા ઈજા પછી રૂઝ લાવતા કોષોમાં કોષવિભાજન વડે કોષોની સંખ્યાવૃદ્ધિ થતી હોય છે. વિકિરણનની અસર થાય તો આવા કોષોના વિભાજનથી ઉદભવતા કોષો મૃત્યુ પામે છે. વિકિરણનની અસર તથા તે અસર દેખાવાનો સમયગાળો જે તે અવયવ કે પેશીના વિભાજન પામતા કોષોની સંખ્યા અને તેમના વિભાજન થવાના સમયગાળા પર આધાર રાખે છે. કોષો પર થઈ શકતી વિકિરણનની અસરને વિકિરણન-સંવેદિતા (radiosensitivity) કહે છે તથા દર્દીના શરીરમાં કૅન્સરની ગાંઠ પરની તેની દેખીતી અસરને વિકિરણન-પ્રતિભાવિતા (radioresponsiveness) કહે છે. સામાન્ય પેશીને નુકસાન કર્યા વગર કૅન્સરની ગાંઠને દૂર કરી શકાય તો તેને વિકિરણનચિકિત્સીય ક્ષમતા (radiocurability) કહે છે.

જ્યારે પણ વિકિરણનની સારવાર આપવામાં આવે ત્યારે તેનાથી કોષને થતી ઈજાને કોષ સુધારે છે. ઈજાને સુધારવાના કોષના દરને આધારે વિકિરણનની સારવાર માટે રાખવામાં આવતો સમયગાળો નક્કી કરાય છે.

વિકિરણનચિકિત્સા માટે બે પ્રકારનાં ઉપકરણો ઉપલબ્ધ છે : (1) દૂરસ્થ ચિકિત્સા (teletherapy) અને સમીપસ્થાની ચિકિત્સા (brachytherapy). દર્દીના શરીરથી દૂર રખાયેલા સાધનમાંથી વિકિરણનો મળે ત્યારે તેને દૂરસ્થ ચિકિત્સા કહે છે. તે માટે કોબાલ્ટ એકમ અને રૈખિક પ્રવેગક (linear accelerator) વપરાય છે. સમીપસ્થાની ચિકિત્સાપદ્ધતિમાં વિકિરણનના સ્રોતમૂળ(source)ને ગાંઠમાં મૂકવામાં આવે છે. આ પ્રકારની સારવાર ગર્ભાશય-ગ્રીવા, ફેફસાં, અન્નનળી, સ્તન તથા નાક પાછળના ગળાના ભાગમાંના કૅન્સરમાં વપરાય છે. આ ઉપરાંત વિકિરણનશીલ (કિરણોત્સર્ગી, radioactive) દ્રવ્યને નસ દ્વારા શરીરમાં પ્રવેશ આપીને પણ સારવાર કરાય છે, દા.ત., 131I, 23P, 89Sr અને 153Sm.

રોગનિદાન કર્યા પછી વિકિરણનચિકિત્સાનું આયોજન (planning) કરાય છે. તે માટે સમસ્થિતિ-સર્જક (simulator) યંત્રનો ઉપયોગ કરાય છે. જે ભાગ પર વિકિરણન આપવાનું હોય તેના પર લીટી દોરીને સ્થાન નિશ્ર્ચિત કરાય છે તથા તે ચિકિત્સા સમયે હાલી ન જાય તે માટે સ્થાપકો (immobilization devices) બનાવાય છે. ત્યાર બાદ કોબાલ્ટ એકમ કે રૈખિક પ્રવેગક વડે સારવાર અપાય છે.

કૅન્સર આસપાસની સામાન્ય પેશીમાં પણ પ્રવેશ કરે છે અને તેને અસરગ્રસ્ત કરે છે. તેથી વિકિરણનચિકિત્સાના ક્ષેત્રમાં સામાન્ય પેશીને આવરી લેવી પડે છે. તેને કારણે સામાન્ય પેશીને પણ નુકસાન થાય છે. વિકિરણનચિકિત્સાથી સ્થાનિક આડઅસર થાય છે. તેને કારણે ચામડી, મોં તથા ગળું, આંતરડાં, મળાશય તથા મૂત્રાશયની અંદરની દીવાલમાં સોજો આવે છે તથા ચાંદાં પડે છે. આવી આડઅસરનું પ્રમાણ જે તે પેશીને કેટલાં વિકિરણન અપાય છે તથા બે વિકિરણનચિકિત્સાની બેઠક વચ્ચે કેટલો સમયગાળો છે તે ઉપર આધારિત છે. આ ઉપરાંત દર્દીને ક્યારેક ઊબકા, ઊલટી અને ઝાડા થાય છે. ક્યારેક ભૂખ ઘટે છે અને થોડી અશક્તિ આવે છે. બહુ જ જવલ્લે કહેવાય એવા કિસ્સામાં પેશીનાશ (necrosis), તંતુતા (fibrosis), સંયોગનળી (fistula), ન રુઝાતું ચાંદું કે અંધાપો થાય છે. કૅન્સરની ગાંઠના આકારને સમરૂપ (conform to shape) વિકિરણનક્ષેત્ર રહે તેવી વિશિષ્ટ પદ્ધતિ વિકસાવાઈ છે. તેને સમરૂપીય ચિકિત્સા (conformal treatment) કહે છે. તેને વધુ સચોટ અને ચોક્કસ (accurate) બનાવવા માટે તેજકણ(photon)ના પૂંજનું સંનિયમન (modulation) કરાય છે. તેમાં ગતિશીલ બહુપત્રી સંવિવર્તક(dynamic multileaf collimators)નો ઉપયોગ કરાય છે. આ પ્રક્રિયાને સંનિયમિત તીવ્રતાવાન વિકિરણનચિકિત્સા (intensity modulated ration therapy, IMRT) કહે છે. વિકિરણનચિકિત્સા વખતે દર્દીના અંગ કે અવયવ હલનચલન કરતા હોય તો તેને માટે ચિત્રણ-પથદર્શી વિકિરણનચિકિત્સા (image guided radiotheray, IGRT) વિકસાવાઈ છે.

(ગ) ઔષધચિકિત્સા (chemotherapy) : કૅન્સરની દવાઓ વડે કરાતી સારવારમાં કૅન્સરકોષમારક ઔષધો, કેટલાક અંત:સ્રાવો, પ્રતિરક્ષા-પ્રભાવકો (immunomodulators), જૈવિક પ્રતિભાવ-પરિવર્તકો (biological response modifiers), એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો (monoclonal antibodies), લક્ષ્યવેધકો (targeted therapies) તથા લઘુ ક્રિયાણુઓ (small molecules) પર લક્ષ્ય સાધતાં (targeted) રસાયણોનો સમાવેશ થાય છે. કૅન્સરના 60 %થી 70 % દર્દીઓ કોઈ ને કોઈ રીતે આ દવાની સારવાર લે છે.

કૅન્સર કોઈ એક કોષમાં ઉદભવે છે. તેની સંખ્યાવૃદ્ધિ થવાથી જ્યારે 1 × 109 (1 ગ્રામ) કોષો થાય છે ત્યારે તેની હાજરીનું નિદાન થાય છે અને જેમ જેમ કોષવૃદ્ધિ થતી જાય તેમ તેમ કૅન્સરનો તબક્કો વધે છે અને જ્યારે કોષોની સંખ્યા 1 × 1012(1 કિગ્રા.)થી 1 × 1013 (10 કિગ્રા.) થાય ત્યારે મૃત્યુ થાય છે. સામાન્યપણે જ્યારે કૅન્સરની ગાંઠ નાની હોય ત્યારે તેનો વૃદ્ધિદર વધુ હોય છે અને જેમ જેમ તે મોટી થતી જાય તેમ તેમ તેનો વૃદ્ધિદર ઘટે છે અને તેમાં ઓછા ને ઓછા કોષો વિભાજન પામતા હોય છે. કોષમારક (cytotoxic)

આકૃતિ 10 : કૅન્સરના કોષની સંખ્યાવૃદ્ધિ, રોગનો ફેલાવો તથા સારવારની અસર, સફળતા અને નિષ્ફળતા અંગેની સંકલ્પના : (ક) 1 મિમી. વ્યાસની ગાંઠ, (ખ) 1 સેમી. ગાંઠ, જ્યારે તે રોગનાં લક્ષણો દર્શાવે; સામાન્ય રીતે 109 કોષો તથા 30થી વધુ કોષદ્વિગુણન, (ગ) 1 કિગ્રા.ની ગાંઠ (1012 કોષો) અને તે પછી મૃત્યુ. પ્રારંભિક સારવારને કારણે કોષોની સંખ્યા ઘટીને (ઘ) જેટલી થાય. શરીરની પ્રતિરક્ષા(immunity)ને કારણે રોગ મટે, (થ) અથવા ફરીથી વધવા માંડે, (જ) તે સમયે સારવારનો બીજો તબક્કો શરૂ થાય તો ક્રમશ: ગાંઠની વધઘટ થાય

(ટ, ઠ, ડ, ઢ, ણ, ત) અને તે મટી જાય, (થ) અથવા સારવારની અસર ન થાય તો વધે (ઝ) ફરીથી સારવાર કરતાં તે કાં તો વધઘટ (ટ, ઠ, ડ, ઢ, ણ, ત) થઈને મટે, (થ) અથવા કદમાં વધે અને ફેલાય, (ગ) અને અંતે મૃત્યુ થાય. સામાન્ય રીતે મનાય છે કે 109 જેટલા કોષો થાય ત્યારે તેનાં ચિહનો અને લક્ષણો જોવા મળે અને 104થી ઓછા કોષો થાય ત્યારે શરીરનું પ્રતિરક્ષાતંત્ર જ તેનો નાશ કરે છે તથા 1012 જેટલા કોષો થાય ત્યારે મૃત્યુ થાય.

દવાઓ વિભાજન પામતા કોષો પર અસર કરે છે માટે નાની ગાંઠ પર તેની અસર વધુ રહે છે. સામાન્ય રીતે દવાઓ કે વિકિરણનથી કોષોની સંખ્યા કોઈ એક ચોક્કસ દરે ઘટે છે અને તેથી સૈદ્ધાંતિક રીતે તે કદી ‘શૂન્યકોષ’ની સ્થિતિ લાવી શકે નહિ. જ્યારે કૅન્સરના કોષોની સંખ્યા 1 ´ 109થી ઓછી થાય ત્યારે કૅન્સરનું કોઈ ચિહન કે લક્ષણ જોવા મળતું નથી. આ સમયે દવાઓ બંધ કરવાથી બાકી રહેલા કૅન્સરના કોષોનો ફરી ઊથલો મારવાની શક્યતા રહે છે. અવારનવાર લાંબા સમય સુધી આપેલી કોષમારક દવાઓ કૅન્સરના કોષોની સંખ્યાને ખૂબ જ ઘટાડીને છેક એટલી ઓછી (1 ´ 104 જેટલી) કરે છે કે જેથી દર્દીના પ્રતિરક્ષાક્ષમ કોષો (immuno-competent cells) તે બાકી રહેલા કોષોને દૂર કરી શકે અને આમ સૈદ્ધાંતિક રીતે કૅન્સર મટી શકે. અત્યારે કૅન્સરની દવાઓનો ઉપયોગ આ સંકલ્પનાને આધારે થાય છે (જુઓ આકૃતિ 10).

કોઈ પણ ગાંઠમાં કે પેશીમાં બધા જ કોષો વિભાજન પામીને સંખ્યાવૃદ્ધિ કરતા નથી. સમગ્ર પેશી કે ગાંઠમાં જેટલા પ્રમાણમાં કોષો વિભાજન પામીને પેશી કે ગાંઠની વૃદ્ધિ કરતા હોય તેની ટકાવારીને વૃદ્ધિકારક ઘટક (growth factor) કહે છે. સામાન્ય રીતે લોહીના કોષો ઉત્પન્ન કરતી પેશીમાં 25 %થી 70 % કોષો વૃદ્ધિકારક ઘટકમાં હોય છે. કૅન્સરની મોટા ભાગની ગાંઠના વૃદ્ધિકારક ઘટકમાં તેથી ઓછા કોષો હોય છે. જ્યારે કોષમારક દવા અપાય ત્યારે તે કૅન્સરના કોષો તેમજ લોહી બનાવતી પેશી, ચામડી તથા મોં-આંતરડાંની અંદરની દીવાલના કોષોને પણ મારે છે. સામાન્ય પેશીમાં વૃદ્ધિકારક ઘટક વધુ હોવાથી તે કોષોના નાશથી ઉદભવતી ખોટને વહેલી પૂરી કરે છે, જ્યારે તેટલા પ્રમાણમાં નવા કૅન્સરકોષો બનતા નથી. તેને કારણે વારંવાર સમયાંતરે દવાઓ અપાય તો કૅન્સરના કોષોનો જથ્થો ઘટે છે અને જીવનરક્ષક પેશીઓના કોષોનો જરૂરી જથ્થો જળવાઈ રહે છે. આ કારણે કૅન્સરવિરોધી દવાઓ થોડા થોડા દિવસને અંતરે અને મોટી માત્રા(dose)માં અપાય છે.

કૅન્સરની ગાંઠમાં મુખ્યત્વે બે પ્રકારના કોષો હોય છે : (1) વૃદ્ધિકારક ઘટકના કોષો અને (2) વિભાજન ન પામતા કોષો. કોષની સંખ્યાવૃદ્ધિ થાય ત્યારે કોષવિભાજન થાય છે. કોષવિભાજનની પ્રક્રિયા સમયે કોષો 4 તબક્કામાંથી પસાર થાય છે. સૌપ્રથમ તે વિભાજન માટે તૈયારી કરતા હોય છે. પરંતુ તેમનામાં કોઈ દેખીતો ફેરફાર થતો નથી. તેને પ્રથમ અવકાશ અથવા સ્થિરસ્થિતિ (gap-1 અથવા G1) કહે છે (આકૃતિ 11). ત્યાર બાદ કોષમાંનો રસ, તેની અંગિકાઓ તથા કોષકેન્દ્ર મોટાં થાય છે અને અંગિકાઓની સંખ્યા વધે છે. આ નવાં દ્રવ્યોના ઉત્પાદન અથવા સંશ્લેષણ(synthesis)નો તબક્કો છે અને તેને ‘S’ તબક્કો કહે છે. ત્યાર બાદ બીજો એક નાનો અવકાશ અથવા સ્થિરસ્થિતિ(gap-2, G2)નો તબક્કો આવે છે જેમાં કોષના સ્વરૂપમાં તફાવત પડતો નથી. અંતે કોષ સમ-દ્વિભાજન(mitosis, M)ના તબક્કામાં પ્રવેશે છે અને એકમાંથી બે કોષો બને છે. આને કોષચક્ર કહે છે. નવા બનેલા કોષો કાં તો ફરીથી કોષચક્ર(cell cycle)માં પ્રવેશીને સમ-દ્વિભાજન કરે છે અથવા તેમના સ્વરૂપમાં લાંબા સમય સુધી કોઈ ફેરફાર થતો નથી. તેને અવકાશનો અથવા સ્થિરસ્થિતિનો એક વિશિષ્ટ તબક્કો (G0) કહે છે. કોષચક્રમાં વિભાજન પામતા કોષોનો જથ્થો વૃદ્ધિકારક ઘટક બનાવે છે. મોટી ગાંઠમાં મોટા ભાગના કોષો G0 તબક્કામાં હોય છે અને તેથી તેમના પર દવાઓની અસર થતી નથી. વિવિધ પ્રકારની કૅન્સરવિરોધી દવાઓ કોષચક્રના જુદા જુદા સ્થાને અસર કરે છે તેને વિશિષ્ટ તબક્કા પર આધારિત (phase specific) દવાઓ કહે છે. નાઇટ્રોજન મસ્ટાર્ડ જેવી દવા બધા જ કોષોને એકસરખી ઈજા પહોંચાડે છે.

આકૃતિ 11 : કોષચક્ર (cell cycle) અને તેના જુદા જુદા ભાગ પર અસર કરતી જુદી જુદી દવાઓ

કૅન્સરવિરોધી દવાઓનું વર્ગીકરણ બે રીતે થાય છે : કોષચક્રમાંની તેમની અસરને આધારે તથા તેમના રાસાયણિક બંધારણ અને જૈવિક અસરોને આધારે. (સારણી 17, 18; આકૃતિ 11, 12 તથા કૅન્સર, ઔષધો.)

સારણી 17 : કૅન્સરવિરોધી દવાઓનું કોષચક્ર આધારિત વર્ગીકરણ

(1) તબક્કા પર અનાધારિત (phase nonspecific)
(ક)     ફક્ત વિભાજન પામતા કોષ પર કોઈ પણ તબક્કે અસરકારક,
દા.ત., અલ્કાયલેટિંગ દવાઓ.
(ખ)    વિભાજન ન પામતા કોષો પર અસરકારક, દા.ત., અંત:સ્રાવો, બ્લિયોમાયસિન સિવાયની ઍન્ટિબાયૉટિક્સ.
(2) તબક્કા પર આધારિત (phase specific)

આકૃતિ 12 : કોષમાં ન્યૂક્લિઇક ઍસિડ તથા પ્રોટીન-સંશ્લેષણના જુદા જુદા તબક્કાઓને અસર કરતી દવાઓ

સારણી 18 : જૈવરાસાયણિક પ્રવિધિઓને આધારે કૅન્સરવિરોધી દવાઓનું વર્ગીકરણ

1. અલ્કાયલેટિંગ ઔષધો
2. પ્રતિચયાપચયી (antimetabolite) ઔષધો
3. પ્રતિકૅન્સર પ્રતિજૈવ ઔષધો (antibiotics)
4. માયટોટિક સ્પિન્ડલ ઇન્હિબિટર્સ
5. ટોપોઆઇસોમરેઝ ઇન્હિબિટર્સ
6. અંત:સ્રાવો (hormones)
7. એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો (monoclonal antibodies)
8. ક્રિયાણુલક્ષી ઔષધો (molecular targeted drugs)
9. અન્ય જૈવિક ચિકિત્સા (biological therapy) પરક ઔષધો
10. પ્રકીર્ણ કૅન્સરવિરોધી ઔષધો
11. કોષરક્ષક (cytoprotective) ઔષધો
12. રુધિરપ્રસર્જી વૃદ્ધિઘટકો (haemopoietic growth factors)

કૅન્સરની ગાંઠમાં ઔષધો સામે અવરોધ બે મુખ્ય રીતે ઉદભવે છે. કેટલીક ગાંઠોમાં પહેલેથી દવા સામે અવરોધ હોય છે જ્યારે કેટલીક ગાંઠોમાં ઔષધથી જે કોષ મરી શકતા હોય તે મરી ગયા પછી તેની સામે અવરોધ કરતા કોષોની જ સંખ્યાવૃદ્ધિ થાય છે અને તેથી પણ દવા સામેનો અવરોધ દેખાય છે. આમ થતું અટકાવવા માટે એકથી વધુ દવાઓ એકસાથે અપાય છે. કૅન્સરના કેટલાક કોષો જનીનોની મદદથી વિવિધ દવાઓ સામે અવરોધ કરતા થાય છે. તે અનેક-ઔષધ અવરોધકારી જનીન(multidrug resistance gene, mdr)ના કાર્યવિસ્તરણ(amplification)થી થાય છે. આ પ્રકારનો અવરોધ ઘણી દવાઓને બિનઅસરકારક કરે છે.

કૅન્સરવિરોધી દવાઓ અલગ અલગ અથવા જૂથમાં અપાય છે. કૅન્સરની દવાઓને જૂથમાં કે સંયુક્તપણે ઉપયોગને કારણે આડઅસરો વધતી નથી, પરંતુ જુદી જુદી રીતે કાર્ય કરતી દવાઓનો સમૂહ વધુ અસરકારક બને છે તેમજ તેમની સામે સહેલાઈથી અવરોધ ઉદભવતો નથી. હાલ મોટા ભાગના દર્દીઓ માટે દવાઓ જૂથમાં અપાય છે. દીર્ઘકાલી મજ્જાબીજકોષી રુધિરકૅન્સર (chronic myeloid leukaemia), ઓછી તીવ્રતાવાળા લસિકાર્બુદ (low grade lymphoma) અને બહુસ્થાની મજ્જાર્બુદ (multiple myeloma) જેવાં કેટલાંક ચોક્કસ કૅન્સરમાં એક જ ઔષધથી સારવાર એટલે કે એક-ઔષધીય ચિકિત્સા (monotherapy) થાય છે અને અન્ય મોટા ભાગનાં કૅન્સરમાં ઔષધોના સમૂહથી એટલે કે બહુઔષધીય ચિકિત્સા અથવા સામૂહિક ઔષધચિકિત્સા (combination chemotherapy) થાય છે. કૅન્સરવિરોધી ઔષધોના વિવિધ ઉપયોગો છે (સારણી 19). (1) તે કેટલાંક કૅન્સરને મટાડી શકે છે. (2) તે કેટલાંક કૅન્સરમાં જિંદગી લંબાવે છે. (3) તે કેટલાંક કૅન્સરમાં રાહત આપે છે. તેને રાહતદાયી (palliative) ઔષધચિકિત્સા કહે છે. (4) તે શસ્ત્રક્રિયા કે વિકિરણનચિકિત્સા પહેલાં કૅન્સરની ગાંઠને નાની કરી આપે છે. (5) તે કેટલાંક કૅન્સરમાં શસ્ત્રક્રિયા કે વિકિરણનચિકિત્સાથી દૂર કરાયેલી ગાંઠના સૂક્ષ્મકોષો શરીરમાં ફેલાયેલા હોય તો તેનો નાશ કરે છે. એને સહાયક ઔષધચિકિત્સા (adjuvant chemotherapy) કહે છે. ક્યારેક દવાઓ વડે આવી સારવાર શસ્ત્રક્રિયા કે વિકિરણનચિકિત્સા પહેલાં પણ અપાય છે. તેને નવસહાયક (neoadjuvant) અથવા પ્રારંભિક (primary) ઔષધચિકિત્સા કહે છે. ક્યારેક ઔષધો અને વિકિરણનચિકિત્સા સાથે કરાય છે. તેને સંગામી ઔષધ-વિકિરણનચિકિત્સા (concurrent chemoradiotherapy) કહે છે. (6) દવાને અવયવોના પોલાણમાં કે દેહગુહાઓમાં નાખવામાં આવે ત્યારે તે સ્થાનિક લાભ આપે છે. આ પ્રકારની ઔષધચિકિત્સા માટે દવાને કમરમાંથી મગજની આસપાસના પ્રવાહીમાં નખાય છે, મૂત્રાશયમાં નખાય છે, પેટના પોલાણ અથવા પરિતનગુહા (peritoneal cavity), ફેફસાંના આવરણમાં અથવા પરિફેફસીગુહા (pleural cavity) તથા હૃદયની આસપાસની જગ્યામાં એટલે કે પરિહૃદીય ગુહા(pericardial cavity)માં નખાય છે. આ રીતે મગજમાં પ્રસરેલા કૅન્સરની તથા શારીરિક ગુહાઓ(પોલાણો)માં ભરાતા કૅન્સરજન્ય પ્રવાહીની સારવાર કરાય છે.

ઔષધ-નિવેશન (drug administration) : કૅન્સરવિરોધી દવાઓ આપવાનું આયોજન કૅન્સરનો પ્રકાર, તબક્કો તથા અગાઉ

સારણી 19 : ઔષધચિકિત્સાના ઉપયોગો

(ક) ફક્ત દવાથી મટતાં કૅન્સર
(1)
(2)(3)
(4)
ગર્ભાવરણીય (gestational trophoblastic) કૅન્સર
ઉગ્ર લસિકાબીજકોષીય રુધિરકૅન્સર
(acute lymphatic leukaemia)
હૉજકિનનો રોગ
વધુ તીવ્રતાવાળું નૉન-હૉજકિન લિમ્ફોમા (લસિકાર્બુદ,
lymphoma)
(ખ) ઔષધો ઉપરાંત અન્ય પદ્ધતિઓ વડે મટતાં કૅન્સર
(1)
(2)
(3)
(4)
(5)(6)
વિલ્મનું અર્બુદ (tumour)
ઈવિંગનું સાર્કોમા (યમાર્બુદ, sarcoma)
સરેખ-સ્નાયુ-માંસાર્બુદ (rhabdomyosarcoma)
આંખમાં થતું ર્દષ્ટિપટલબીજકોષી કૅન્સર (retinoblastoma)
સહાયક (adjuvant) અને નવસહાયક (neoadjuvant)
ઔષધિચિકિત્સા
શુક્રપિંડનું કૅન્સર
(ગ) સહાયક (adjuvant) ઔષધચિકિત્સાથી જીવન લંબાય
(1)
(2)
(3)
(4)
(5)
સ્તનનું કૅન્સર
ફેફસાંનું કૅન્સર – નાના કોષોવાળું
ઓછી તીવ્રતાવાળું લસિકાર્બુદ (low grade lymphoma)
પુર:સ્થ(prostate)નું કૅન્સર
મૃદુપેશી યમાર્બુદ (soft tissue sarcoma)
(ઘ) ઔષધચિકિત્સાથી જીવન લંબાય
(1)
(2)
(3)
પુખ્ત વયે થતું રુધિરકૅન્સર
વધી ગયેલ તબક્કાનું સ્તનનું કૅન્સર
દીર્ઘકાલી મજ્જાબીજકોષી રુધિરકૅન્સર
(chronic myeloid leukaemia, CML)
(ચ) રાહતદાયી (palliative) ઔષધચિકિત્સાથી રાહત મળે
(1)
(2)
(3)
(4)
(5)
(6)
(7)
(8)
(9)
(10)
(11)
(12)
(13)
(14)
(15)
અલ્પતીવ્રતાવાળું લસિકાર્બુદ (lymphoma)
દીર્ઘકાલી લસિકાબીજકોષી રુધિરકૅન્સર
(chronic lymphatic leukaemia, CLL)
ફેફસાંનું બિનલઘુકોષી કૅન્સર
મોં-ગળાનું કૅન્સર
બહુસ્થાની મજ્જાર્બુદ (multiple myeloma)
અંડપિંડનું કૅન્સર
ચેતાબીજકોષી કૅન્સર (neuroblastoma)
ગર્ભાશયી અંત:દીવાલનું કૅન્સર
(endometrial carcinoma)
ગલગ્રંથિ(thyroid)નું કૅન્સર
અન્નનળી, જઠર, મોટું આંતરડું તથા મળાશયનું કૅન્સર
ગર્ભાશય-ગ્રીવા(cervix)નું કૅન્સર
મૂત્રાશયનું કૅન્સર
મૂત્રપિંડનું કૅન્સર
મગજનું કૅન્સર
કૃષ્ણાર્બુદ (melanoma)

આપેલી દવાની આડઅસરો પર આધાર રાખે છે. સામાન્ય રીતે દવા હાથના આગલા ભાગની મોટી નસમાં તે નસની બહાર વહી ન જાય તેવી સાવચેતી રાખીને અપાય છે. નાઇટ્રોજન મસ્ટાર્ડ, વિન્ક્રિસ્ટિન વિન્બ્લાસ્ટિન, ડૉક્સોરુબિસિન અને ઍક્ટિનોમાયસિન-ડી જો નસ બહાર જાય તો ફોલ્લો તથા ચાંદું પાડે છે. દવા આપતાં પહેલાં લોહીના કોષોની પૂરતી સંખ્યા, યકૃત અને મૂત્રપિંડની યોગ્ય કાર્યક્ષમતા તથા દર્દીની સામાન્ય તંદુરસ્તી હોવી જરૂરી ગણાય છે.

સારણી 20 : કૅન્સર ઔષધચિકિત્સાથી થતી કેટલીક આડઅસરો

ક્રમ સમયગાળો તકલીફ
1. થોડા કલાકોથી
દિવસો
સ્થાનિક કોષનાશ, ચાંદું, ફોલ્લા, ઉગ્ર
પ્રતિરક્ષાલક્ષી આઘાત (anaphylactic
shock), નસમાં સોજો, તાવ, શ્વાસ ચડવો
(બ્લિયોમાયસિન), પેશાબમાં લોહી પડવું
2. થોડા દિવસોથી
અઠવાડિયાં
શ્વેતકોષોમાં ઘટાડો, મોં-ગળામાં ચાંદાં, ઝાડા,
આંતરડાંમાં અગતિશીલ અવરોધ (ileus),
બહેરાશ (સિસ-પ્લૅટિન), ફેફસાંમાં તંતુતા
(મિથોટ્રેક્ઝેટ-બ્લિયોમાયસિન), સ્વાદુપિંડ પર
સોજો (એસ્પરજીનેઝ)
3. થોડાં અઠવાડિયાંથી
મહિના
ચામડી-નખમાં કાળાશ, ફેફસાંમાં તંતુતા,
હાથ-પગમાં ઝણઝણાટી (વિન્ક્રિસ્ટિન),
હૃદયની નિર્બળતા (ડૉક્સોરુબિસિન),
અવરોધજન્ય કમળો (6-મર્કેપ્ટોપ્યુરિન)
4. થોડા મહિનાથી વર્ષો વંધ્યતા, રુધિરકૅન્સર, અવયવોનાં કૅન્સર,
યકૃતમાં તંતુતા (મિથોટ્રેક્ઝેટ)

દવા આપ્યા પછી દર્દીની તબિયત અંગે જરૂરી તપાસ કરાવવાની વ્યવસ્થા કે તેની તકલીફોની સારવારની વ્યવસ્થા ન હોય, દર્દીની તબિયત અતિશય ખરાબ હોય અથવા મૂત્રપિંડ, યકૃત, હૃદય કે અસ્થિમજ્જાની કાર્યનિષ્ફળતા હોય તો કૅન્સરવિરોધી દવા ન આપવાનું સૂચન કરાય છે. કૅન્સરની તકલીફો ઓછી કરવા અપાતી દવાઓને રાહતદાયી (palliative) સારવાર કહે છે.

ઔષધોની મહત્વની આડઅસરો 3 પ્રકારની છે : (1) તરત થતી, (2) થોડા સમયે થતી, (3) લાંબા ગાળે થતી. ક્યારેક તરત અતિપ્રતિગ્રાહી આઘાત (anaphylactic shock), ઇન્જેક્ષનને સ્થાને દુખાવો તથા હૃદયના ધબકારાની અનિયમિતતા થાય છે. આઘાત તથા હૃદયના ધબકારાની અનિયમિતતા જવલ્લે જ જોવા મળે છે. થોડા સમય પછી ઊબકા, ઊલટી, તાવ તથા ફ્લૂ જેવાં લક્ષણો થાય છે. ક્યારેક શીળસ નીકળે કે ક્યારેક પેશાબમાં બળતરા થાય. થોડા દિવસો પછી લોહીના કોષો ઘટે, મોંમાં ચાંદાં પડે, માથાના અને અન્ય વાળ ખરી પડે, ઝાડા થાય, હાથપગે ઝણઝણાટી થાય, મોટા આંતરડામાં અવરોધ ઉદભવે, મૂત્રપિંડના કાર્યમાં વિક્ષેપ પડે. ઘણા લાંબા સમયે ચામડીની તથા નખની કાળાશ વધે, હૃદયસ્નાયુ-રુગ્ણતા (cardiomyopathy) થાય, ફેફસાંમાં તંતુઓ વધે, યકૃતમાં તંતુતા થાય, વંધ્યતા આવે તથા ક્યારેક બીજાં કૅન્સર પણ ઉદભવે.

જ્યારે લોહીના કોષો ઘટી જાય તથા મોં-ગળામાં ચાંદાં પડે ત્યારે આધારદાયી સારવારની જરૂર પડે છે જેમાં ઍન્ટિબાયૉટિક, ક્ષાર અને પ્રવાહી, પોષણ તથા જરૂર પડ્યે લોહી અપાય છે. કૅન્સર સામે કાર્ય કરતી મુખ્ય દવાઓ સારણી 21થી 36માં દર્શાવાઈ છે.

સારણી 21 : કૅન્સરની સારવારમાં વપરાતાં મહત્વનાં ઔષધો

ક્રમ જૂથ ઔષધો
1. અલ્કાયલેટિંગ ઔષધો બુસલ્ફાન, ક્લોરેમ્બ્યુસિલ,
સાઇક્લોફૉસ્ફેમાઇડ, આઇફૉસ્ફેમાઇડ,
મૅલ્ફેલાન, નાઇટ્રોજન મસ્ટાર્ડ,
નાઇટ્રોસોયૂરિયા (BCNU, CCNU,
BiCNU, CeeNU, સ્ટ્રેપ્ટોઝોટોસિન),
થાયોટેપા, સિસ-પ્લૅટિન, કાર્બોપ્લૅટિન,
ઑક્ઝેલો પ્લૅટિન, ડેકાર્બાઝિન (DTIC),
ટિમોઝોલોમાઇડ, પ્રોકાર્બાઝિન
2. પ્રતિચયાપચયી
(antimetabolite)
ઔષધો
ક્લેડ્રિબિન, સાયટાર્બિન, ફલ્યુડાર્બિન,
જેમ્સાયટાબિન, 5-ફલ્યુરોયુરેસિલ,
લ્યુકોવૉરિન, કૅપેસિટાબિન, હાઇડ્રૉક્સિયૂરિયા,
6-મર્કેપ્ટોપ્યુરિન, મિથોટ્રેક્ઝેટ, પેન્ટોસ્ટેટિન,
રેલ્ટિટ્રેકઝેડ, થાયોગ્વાનિન, ટ્રાઇમેટ્રેક્ઝેટ
3. પ્રતિકૅન્સર પ્રતિજૈવ
(antibiotic) ઔષધો
ઍક્ટિનોમાયસિન-ડી, બ્લિયોમાયસિન,
એન્થ્રાસાઇક્લિન (ડૉક્સોરુબિસિન,
ડૉનોમાયસિન, આઇડારુબિસિન,
ઍપિરુબિસિન), માયટોમાયસિન, માઇટોઝેન્ટ્રોન
4. માયટોટિક સ્પિન્ડલ
ઇન્હિબિટર્સ
પેક્લિટેક્સેલ, ડોસિટેક્સેલ, વિન્ક્રિસ્ટિન,
વિન્બ્લાસ્ટિન, વિન્ડેસિન, વિનોરેલ્બિન
5. ટોપોઆઇસોમરેઝ
ઇન્હિબિટર્સ
ઇરિબોટિકેન, ટોપોટિડન, ઇટોપોસાઇડ,
ટેનિપોસાઇડ
6. અંત:સ્રાવો
(hormones)
એડ્રિનોકોર્ટિકોસ્ટીરોઇડ્ઝ (ડેક્ઝામિથેસોન,
પ્રેડ્નિસોલોન, મિથાઇલ પ્રેડ્નિસોલોન),
માઇટોટેન, એન્ડ્રોજન, એન્ટીએન્ડ્રોજન
(બાયકેલ્યુટાઇડ, ફલ્યુટામાઇડ, નિલ્બુટેમાઇડ,
ડાયઇથાયલ, ઇસ્ટ્રોજન, એન્ટીઇસ્ટ્રોજન
(ટેમૉક્સિફેન, ટોરિમીફેન), એરોમેટેઝ
ઇન્હિબિટર્સ (એનેસ્ટ્રેઝોલ, લેટ્રોઝોલ,
એક્સિમિસ્ટેન, એમિનોગ્લુટેથિમાઇડ),
LHRH એગોનિસ્ટ, મેજેસ્ટ્રોલ વગેરે
7. એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો
(monoclonal antibodies)
રિટુક્સિમેબ, ટ્રેસ્ટુઝુમેબ, ઍલેમ્ટુઝુમેબ,
લેવિસીઝુમેબ, જેમ્ટુઝુમેબ
8. ક્રિયાણુલક્ષી ઔષધો
(molecular targeted drugs)
ઇમાટિનિબ, જેફીટિનિબ
9. અન્ય જૈવિક ચિકિત્સા-પરક (biological
therapy) ઔષધો
ઇન્ટરફીરૉન, ઇન્ટરલ્યુકિન, એટ્રા,
લિક્ઝોરોટિન
10. પ્રકીર્ણ કૅન્સરવિરોધી
ઔષધો
એલ-એસ્પારજીનેઝ, એસ્ટ્રમસ્ટિન, હેક્સા-
મિથાઇલ મિલેમાઇન, લિવામેઝોલ, ઑક્ટ્રિ-ઓટાઇડ, થેલિડોમાઇડ, બોર્ટેઝોમિબ

સારણી 22 : રક્ષક ઔષધો (protective agents)

ક્રમ જૂથ ઔષધો
1. કોષરક્ષકો
(cytoprotectives)
ઍમિફૉસ્ટિન, ડેકસ્રાઝોક્સેન
2. રુધિરપ્રસર્જી
(haemopoietic
growth factors)
વૃદ્ધિઘટકો એરિથ્રોપોયેટિન, કોલોની (કોષસમૂહ),
સ્ટિમ્યુલેટિંગ ઘટકો (ફિલ્ગાસ્ટ્રિમ, સર્ગ્રેમોફિટમ),
ગંઠનકોષ વૃદ્ધિઘટક (થ્રોમ્બોપોયેટિન)

ઔષધો : 1945માં ગુડમૅન અને તેમના સાથીદારોએ સૌપ્રથમ લિમ્ફોમાના દર્દી માટે બીજા વિશ્વયુદ્ધમાં શસ્ત્ર તરીકે વપરાયેલો નાઇટ્રોજન મસ્ટર્ડ નામનો વાયુ ઔષધ તરીકે વાપર્યો. તેની ટૂંકા ગાળાની સફળતાએ કૅન્સરવિરોધી દવાઓના સંશોધનનો પાયો નાખ્યો. કૅન્સરવિરોધી ઔષધો મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાય છે :

(અ) કોષવિષ અથવા કોષમારક (cytotoxic) દવાઓ, (આ) જૈવિક પ્રતિભાવ પરિવર્તકો (biological response modifiers) અને (ઇ) લક્ષ્યવેધી ઔષધો (targeted therapy).

કોષમારક ઔષધો : અલ્કાયલેટિંગ ઔષધો સૌથી વધુ વપરાશમાં છે, વળી તે સૌપ્રથમ શોધાયેલાં ઔષધો પણ છે. તેમાંનાં કેટલાંક DNAનું અલ્કાયલીકરણ કરે છે. આ જૂથનાં ઔષધો અનેક પ્રકારનાં કૅન્સરોમાં ઉપયોગી છે. નાઇટ્રોજન મસ્ટાર્ડ વાયુરૂપે મળે છે અને તેનું પ્રવાહીરૂપ દ્રાવણ નસ વાટે અપાય છે. નાઇટ્રોજન મસ્ટાર્ડ વાયુનો વિશ્વયુદ્ધમાં શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો. સાઇક્લોફૉસ્ફેમાઇડ અને આઇફૉસ્ફેમાઇડના ચયાપચયી શેષ પેશાબ દ્વારા બહાર જાય છે, અને તેથી જો તે ભારે માત્રામાં અપાયાં હોય તો મૂત્રાશયની અંદરની દીવાલમાં સોજો કરે છે અને ચાંદાં પાડે છે. તે થતું રોકવા તેમની સાથે મેસ્ના નામની દવા અપાય છે. નાઇટ્રોસોયૂરિયા મેદદ્રાવ્ય છે અને તેથી તે મગજમાં પ્રવેશી શકે છે. પ્લૅટિનમવાળાં સંશોધનોને અલ્કાયલેટિંગ ઔષધો કે પ્રતિચયાપચયી ઔષધો સાથે અપાય છે. જો મૂત્રપિંડ બરાબર કામ કરતું હોય તો જ તે અપાય છે. સિસ-પ્લૅટિન આપતી વખતે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી અપાય છે.

કૅન્સરવિરોધી ઍન્ટિબાયૉટિક્સમાં ઍન્થ્રાસાઇક્લિન જૂથની ડૉક્સોરુબિસિન ઘણા પ્રકારનાં કૅન્સરમાં ખૂબ અસરકારક નીવડેલી છે. તેની મહત્વની આડઅસર હૃદયનો વિકાર છે. મોટાભાગની ઍન્ટિબાયૉટિક્સની સંચિત માત્રા(cumulative dose)માં આડઅસર થતી હોવાથી તે પૂર્વનિશ્ચિત સંચિત માત્રા(કુલ માત્રા, total dose)થી વધુ આપી શકાતી નથી, જેમ કે ડૉક્સોરુબિસિનની કુલ માત્રા દર 1 ચોમી. શરીરની સપાટીએ 550 મિગ્રા. છે. માયટોમાયસિન-સી માટેની સંચિત માત્રા 70 મિગ્રા. / 1 ચોમી. શરીરસપાટી છે, ચયાપચય પર અસર કરતાં antimetabolite જૂથનાં ઔષધો કોષચક્રના ‘S’ તબક્કામાં કામ કરે છે. તેમની વચ્ચે ઔષધ-આંતરક્રિયા (drug-interaction) થાય છે.

સારણી 23 : અલ્કાયલેટિંગ ઔષધોની કેટલીક વિશેષતાઓ

દવા ઉપયોગ માત્રા તથા નિવેશન મુખ્ય
આડઅસરો
1 2 3 4
નાઇટ્રોજન
મસ્ટાર્ડ
લિમ્ફોમા, હૉજકિનનો રોગ, ઉપલી મહાશિરા (superior
vena cava) કે
કરોડરજ્જુનું
કૅન્સરજન્ય દબાણ,
હૃદય કે ફેફસાંનાં
આવરણમાં પ્રવાહી
ભરાવું.
10 મિગ્રા./મિ2
નસ વાટે અથવા
સ્થાનિક; મહિનામાં
2 વખત;
અઠવાડિયાના
અંતરે. વાયુરૂપ
દવા છે તેથી તેમાં
દ્રાવણ ઉમેરવામાં
આવે ત્યારે જ રંગ
બદલાવાથી જણાય.
ઊબકા,
ઊલટી,
લોહીના
કોષોમાં
ઘટાડો,
ચામડી
પર પડે
તો ફોલ્લા
કરે
સાઇક્લો-
ફૉસ્ફેમાઇડ
લિમ્ફોમા, હૉજકિનનો
રોગ, એક્યૂટ લિમ્ફેટિક
લ્યૂકીમિયા, મલ્ટિપલ
માયેલોમા તથા સ્તન,
અંડપિંડ, ગર્ભાશયગ્રીવા
(cervix), ફેફસાં,
પ્રોસ્ટેટ, મૃદુપેશી તથા
બાળકોનું કૅન્સર
1.2થી 2.5 મિગ્રા./
કિગ્રા. મુખ વાટે
રોજ, 14 દિવસ
અથવા 1 ગ્રામ/મિ2
દર 3 અઠવાડિયે;
નસમાં ઇન્જેક્ષન
લોહીના
કોષો ઘટે,
પેશાબમાં
લોહી પડે,
વાળ ઊતરે,
ચામડીનો
રંગ કાળો
થાય,
ક્યારેક
હૃદયના
સ્નાયુને
નુકસાન
બુસલ્ફાન ક્રૉનિક માયેલૉઇડ,
લ્યૂકીમિયા,
માયેલોપ્રોલિફરેટિવ
વિકારો
26 મિગ્રા./દિવસ
રોજ મુખ માર્ગે,
લોહીના શ્વેતકોષો
20000 મિલિ. રહે
તેમ
લોહીના
કોષો ઘટે,
ચામડી કાળી
પડે, ફેફસાંમાં
તંતુતા થાય
ક્લોરેમ્બ્યુસિલ ક્રૉનિક લિમ્ફેટિક
લ્યૂકીમિયા, અલ્પ
તીવ્રતાવાળા લિમ્ફોમા
0.1થી 0.2
મિગ્રા./કિગ્રા./દિવસ
શરૂઆતમાં;
ત્યાર બાદ 2થી 4
મિગ્રા./દિવસ
મુખ માર્ગે
લોહીના કોષો ઘટે, ઊબકા,
ઊલટી, ક્યારેક
ચામડી પર
સ્ફોટ
મેલ્ફેલાન મલ્ટિપલ માયેલોમા,
અંડપિંડ અને સ્તનનું
કૅન્સર
0.25 મિગ્રા./
દિવસ, દર 46
અઠવાડિયે, મુખ
વાટે
લોહીના કોષો ઘટે, ઊબકા,
ઊલટી,
ક્યારેક વાળ
ખરે
થાયો-ટેપા
(ટ્રાઇ-ઇથિલિન
થાયો-ફૉસ્ફોરે-
માઇડ)
સ્તનનું કૅન્સર, પેટ
કે ફેફસાંની આસપાસ
કૅન્સરને કારણે
પ્રવાહી ભરાય તો,
મૂત્રાશયનું કૅન્સર
15–60 મિગ્રા.,
જે તે ગુહામાં કે
નસ વાટે, 1થી 3
અઠવાડિયે
લોહીના કોષો ઘટે, ઊબકા,
ઊલટી થાય
આઇફૉસ્ફે-
માઇડ
સ્તન, અંડપિંડ,
શુક્રપિંડ, ફેફસાંનું
કૅન્સર, યમાર્બુદ,
લિમ્ફોમા
1200 મિગ્રા./
મિલિ. નસ વાટે,
દર ત્રણ
અઠવાડિયે,
5 દિવસ, તેની સાથે
‘મેસ્ના’ આપવું
જરૂરી
સાઇક્લો-
ફૉસ્ફેમાઇડ
જેવી આડઅસરો
ડેકાર્બાઝિન
(DTIC)
હૉજકિનનો રોગ,
કૃષ્ણાર્બુદ (mela-
noma), માંસાર્બુદ
(sarcoma)
375 મિગ્રા./મિ2
નસ વાટે, દર 15
દિવસે ABVD
નામના ઔષધ-
સમૂહમાં અથવા
50થી 250 મિગ્રા./
મિ2 રોજ, 5 દિવસ/
3થી 4 અઠવાડિયે
એકમાત્ર દવાના રૂપે
લોહીના કોષો
ઘટે, ઊબકા,
ઊલટી ઇન્જે-
ક્ષન સ્થાને
બળતરા અને
સંક્ષોભન
(irritation),
વાળ ખરવા,
‘ફ્લૂ’ જેવો
વિકાર, યકૃત-
ની વિષમતા
પ્રોકાર્બાઝિન હૉજકિનનો રોગ
લિમ્ફોમા, મગજનું
કૅન્સર, માયેલોમા
100 મિગ્રા./મિ2 મુખ
માર્ગે દરરોજ, 10થી
14 દિવસ, દર 4
અઠવાડિયે, અન્ય
ઔષધો સાથે
ઊબકા,
ઊલટી, અન્ય
વિવિધ
ઔષધો સાથે
વિષમ
પ્રકારની
આંતરક્રિયા
ટેમોઝોલેમાઇડ ત્રીજા-ચોથા તીવ્રતાંકવાળું
મગજનું
એસ્ટ્રોસાયટોમા,
મિલેનોમા
150 મિગ્રા./મિ2
´ 5 દિવસ / 4
અઠવાડિયે અથવા
100 મિગ્રા. દરરોજ
મગજ પર વિકિરણન
ચિકિત્સા સાથે
લોહીના કોષો
ઘટે, તીવ્ર
ઊબકા અને
ઊલટી, માથું
દુખવું, થાક,
ક્યારેક
પ્રકાશ-
દુ:સહ્યતા

સારણી 24 : નાઇટ્રોસોયૂરિયા જૂથની કેટલીક વિશેષતાઓ

        દવા ઉપયોગ માત્રા તથા નિવેશન મુખ્ય આડઅસરો
કાર્મ્યુસ્ટિન
(BCNU)
મગજ, મળાશય
આંતરડાનું કૅન્સર;
મલ્ટિપલ માયેલોમા,
ચામડીનું કૃષ્ણકોષી
કૅન્સર (melanoma)
200 મિગ્રા./મિ2
નસ વાટે, દર 6થી
8 અઠવાડિયે
દરેક માટે : લોહીના
કોષો ઘટે, ઊબકા,
ઊલટી, મોઢામાં
ચાંદાં, વાળ ખરે,
ફેફસાંમાં તંતુતા,
અસંતુલન (ataxia)
લોમસ્ટિન
(CCNU)
લિમ્ફોમા, ફેફસાંનું
કે મગજનું કૅન્સર
120 મિગ્રા./મિ2
મુખ વાટે, 6થી 8
અઠવાડિયે એક વાર
ર્દષ્ટિચેતાશોથ
(optic neuritis),
મગજનો વિકાર
સેમુસ્ટિન
(meCCNU)
મળાશય
(rectum)
અને મોટા
આંતરડાનું કૅન્સર
150થી 200
મિગ્રા./મિ2 મુખ
વાટે, 6થી 8
અઠવાડિયે એક વાર
સ્ટ્રપ્ટોઝોટોસિન સ્વાદુપિંડના
દ્વિપકોષો(islet
cells)નું કૅન્સર,
કાર્સિનોઇડ
દર અઠવાડિયે
1 ગ્રા./મિ2 અથવા
500 મિગ્રા./મિ2 ´
5 દિવસ / 3–4
અઠવાડિયે, નસ વાટે
ઊબકા, ઊલટી,
ઝાડા, લોહીના કોષો
ઘટે, લોહીમાં ગ્લુકોઝ
(શર્કરા) ઘટે, તાવ,
ચેતાતંત્રીય વિકારો,
મૂત્રપિંડના વિકારો

અંત:સ્રાવી જૂથનાં ઔષધો : અંત:સ્રાવી જૂથનાં ઔષધોનો વ્યાપક ઉપયોગ છે : સ્તન, ગર્ભાશય તથા પ્રોસ્ટેટ જેવા અંત:સ્રાવોથી નિયમન કરાતા અવયવોના કૅન્સરમાં અંત:સ્રાવો ઉપયોગી છે. વળી તે મૂત્રપિંડ (પ્રોજેસ્ટેરોન), લિમ્ફેટિક લ્યૂકીમિયા તથા લિમ્ફોમા(પ્રેડ્નિસોલોન)માં ઉપયોગી છે. ડેક્ઝામિથેઝોન મગજ કે કરોડરજ્જુ પર દબાણ હોય તો સોજો ઘટાડવામાં ઉપયોગી છે.

સારણી 25 : પ્લૅટિનમસંયોજનોની કેટલીક વિશેષતાઓ

દવા ઉપયોગ માત્રા તથા નિવેશન મુખ્ય આડઅસરો
સિસ-પ્લૅટિન શુક્રપિંડ, પ્રોસ્ટેટ,
મૂત્રાશય, ફેફસું,
અંડપિંડ,
ગર્ભાશય-ગ્રીવા
100 મિગ્રા./મિ2
નસ વાટે સતત,
ધીમા infusionમાં
દર 3 અઠવાડિયે
ઊબકા, ઊલટી,
કાનની ચેતા તથા
મૂત્રપિંડમાં વિકાર
કાર્બોપ્લૅટિન તથા માથા અને
ગળાના વિસ્તારનાં
કૅન્સર
450 મિગ્રા./મિ2
નસ વાટે, 3
અઠવાડિયે
લોહીના કોષો ઘટે,
ચેતાવિકાર,
મૅગ્નેશિયમ તથા
પોટૅશિયમ ઘટે
ઑક્ઝેલો-
પ્લૅટિન
મોટા આંતરડાનું
કૅન્સર, અન્ય
માર્ગના અન્ય
કૅન્સર
85 મિગ્રા./મિ2 દર
2થી 3 અઠવાડિયે
અન્ય ઔષધો સાથે
(FOLFOX4)
ઊબકા, ઊલટી,
પાતળા ઝાડા થવા,
લોહીના કોષો ઘટે,
વિષમોર્જા (allergy),ચેતાતંતુઓ(nerves)- ના વિકારો

 

સારણી 26 : વનસ્પતિજન્ય કૅન્સરવિરોધી ઔષધોની વિશેષતા

દવા ઉપયોગ માત્રા તથા નિવેશન મુખ્ય આડઅસરો
વિન્ક્રિસ્ટિન એક્યૂટ લિમ્ફેટિક
લ્યૂકીમિયા,
લિમ્ફોમા,
હૉજકિનનો રોગ,
સાર્કોમા, વિલ્મનું
કૅન્સર, ફેફસાં
તથા શુક્રપિંડનું
કૅન્સર
1.4 મિગ્રા./મિ2
નસ વાટે, દર
અઠવાડિયે, એક-
સાથે વધુમાં વધુ
2 મિગ્રા.
ચેતાવિકાર,
ઝણઝણાટી, બળતરા,
મોટા આંતરડામાં
અગતિશીલ
અવરોધ (ileus),
ચામડી પર
પડે તો ફોલ્લા
થાય
વિન્બ્લાસ્ટિન શુક્રપિંડ તથા
સ્તનનું કૅન્સર,
બીજકોષી (germ
cell) કૅન્સર,
કોરિયોકાર્સિનોમા,
ન્યુરોબ્લાસ્ટોમા,
લિમ્ફોમા
5 મિગ્રા./મિ2
નસ વાટે, 12
અઠવાડિયે
લોહીના કોષો ઘટે,
ઊબકા, ઊલટી,
ચેતાવિકાર, વાળ
ખરે, ચામડી પર
પડે તો ફોલ્લો થાય
વિન્ડેસાઇન ફેફસું, સ્તન
તથા ચામડીનું
કૃષ્ણકોષી
(melanoma)
કૅન્સર, ઍક્યૂટ
લિમ્ફેટિક
લ્યૂકીમિયા
3-4 મિગ્રા./મિ2
નસ વાટે,
દર અઠવાડિયે
વિન્બ્લાસ્ટિન જેવી
પેક્લિટેક્સેલ સ્તન, અંડપિંડ,
ફેફસું તથા અન્ય
વિવિધ કૅન્સર
135-175 મિગ્રા./મિ2
નસ વાટે, દર 3
અઠવાડિયે. તેની
પહેલાં સ્ટિરોઇડ
(12 અને 6 કલાકે)
અને ડાયફેન
હાઇડ્રેમાઇન અને
રેનિટિડીન અપાય છે.
લોહીના કોષો ઘટે,
વિષમોર્જા(allergy)-
જન્ય વિકાર, પરિ-
ધીય ચેતાવિકાર
ડોસિટેક્સેલ ઉપર પ્રમાણે 60થી 100 મિગ્રા./
મિ2 દર 3
અઠવાડિયે અથવા
36 મિગ્રા./મિ2 દર
અઠવાડિયે અન્ય
સહસારવાર સાથે
ઉપર પ્રમાણે,
શરીરમાં પ્રવાહી
ભરાય
વિનોરેલ્બિન સ્તન અને
ફેફસાંનું
કૅન્સર
34 મિગ્રા./મિ2 દર
714 દિવસે, નસ
વાટે
લોહીના કોષો ઘટે,
ઊબકા, ઊલટી,
મોઢું આવે, ફેફસાંમાં
વિષમોર્જા (allergy),
મોઢું આવે

સારણી 27 : ટોપોઆઇસોમરેઝ ઇન્હિબિટર્સ

દવા ઉપયોગ માત્રા તથા નિવેશન મુખ્ય આડઅસરો
ઇરિનૉટિકેન મોટું આંતરડું તથા
પાચનમાર્ગનાં
કૅન્સર
100થી 125 મિગ્રા./
મિ2 નસ દ્વારા 90
મિનિટ. ઝાડા કે
પરસેવો વળે તો
ઍટ્રોપિન નસ દ્વારા
તથા મુખ માર્ગે
લોપામાઇડ
પાતળા ઝાડા, શ્વેત
કોષોમાં ઘટાડો,
ઊબકા, ઊલટી,
ચૂંક, વાળ ઊતરવા,
પરસેવો વળવો
ટોપોટિકેન અંડનળીનું કૅન્સર 1.25થી 1.50 મિગ્રા.
/મિ2 નસ દ્વારા, 60
મિનિટ, 5 દિવસ / 3
અઠવાડિયાં
લોહીના કોષો ઘટે,
ઊબકા, ઊલટી,
ઝાડા, કબજિયાત,
ચૂંક, વાળ ઊતરવા,
માથું દુખે, થાક,
તાવ, શ્વાસ ચડે,
યકૃતમાં વિષમતા
ટેનિપેપ્સાઇડ એક્યુટ લિમ્ફેટિક
લ્યુકીમિયા
150–200 મિગ્રા./મિ2
સવારે, અઠવાડિયે
1 કે 2 વખત
લોહીના કોષો ઘટે,
લોહીનું દબાણ ઘટે,
ઊબકા, ઊલટી,
ઝાડા વગેરે
ઇટોપોસાઇડ
(VP-16)
શુક્રપિંડ, ફેફસું
વગેરેનું કૅન્સર,
લિમ્ફોમા
50 મિગ્રા./મિ2, મોં
વાટે 3 અઠવાડિયાં
અથવા 50થી 20
મિગ્રા./મિ2 નસ વાટે
3થી 5 દિવસ/
3 અઠવાડિયે
લોહીના શ્વેતકોષો ઘટે,
ઊબકા, ઊલટી, વાળ ઊતરે, લોહીનું દબાણ ઘટે વગેરે
માયટોટિક
સ્પિન્ડલ
ઇન્હિબિટર્સ
શુક્રપિંડ અને
ફેફસાંનું કૅન્સર,
એક્યૂટ માયેલૉઇડ
લ્યૂકીમિયા
50 મિગ્રા./મિ2
નસ વાટે,
5 દિવસ, દર
3–4 અઠવાડિયે
લોહીના કોષો ઘટે,
ભૂખ ઘટે, ઊબકા,
ઊલટી, વાળ ખરે,
ઊભા થતાં લોહીનું
દબાણ ઘટે

વિવિધ અંત:સ્રાવો(hormones)નો પણ કૅન્સરની સારવારમાં ઉપયોગ થાય છે. (1) પ્રેડ્નિસોલોનનો ઉપયોગ એક્યૂટ લિમ્ફેટિક લ્યૂકીમિયા તથા સ્તન અને પ્રોસ્ટેટના કૅન્સરમાં થાય છે (40 મિગ્રા./

સારણી 28 : કૅન્સરવિરોધી ઍન્ટિબાયૉટિક દવાઓની વિશેષતા

દવા ઉપયોગ માત્રા તથા નિવેશન મુખ્ય આડઅસરો
1     2 3 4
ઍક્ટિનો-
માયસિન-ડી
સાર્કોમા,
કારિયોકાર્સિનોમા,
શુક્રપિંડનું કૅન્સર,
વિલ્મનું કૅન્સર
0.015 મિગ્રા./કિગ્રા.
નસ વાટે;
દર 4–5
અઠવાડિયે;
5 દિવસ
લોહીના કોષો ઘટે,
ઊબકા, ઊલટી,
વાળ ખરે, ચામડી
પર પડે તો ફોલ્લા
થાય, વિકિરણનની
આડઅસરો ફરીથી
થાય, મોઢામાં ચાંદાં
પડે
બ્લિયો-
માયસિન
મોં-ગળાનાં
કૅન્સર તથા
શુક્રપિંડ,
શિશ્ન (penis),
ગર્ભાશયગ્રીવાનું
કૅન્સર,
લિમ્ફોમા,
હૉજકિનનો રોગ
10–15 યુનિટ/મિ2
સ્નાયુમાં કે નસમાં
ઇન્જેક્ષ
અઠવાડિયે એક કે
બે વખત, વધુમાં
વધુ કુલ માત્રા
200 યુનિટ/મિ2
તાવ ચડવો, શ્વાસ
ચડવો, ક્યારેક
ઍલર્જીજન્ય
પ્રતિક્રિયાથી આઘાત
(anaphylactoid
reaction),
ફેફસાંમાં તંતુતા,
ચામડીમાં કાળાશ
વધે, મોઢામાં ચાંદાં
પડે
ડૉક્સો-
રુબિસિન
સ્તન, ગર્ભાશય,
ફેફસું, જઠર,
યકૃત, મૂત્રાશય,
પ્રોસ્ટેટ,
થાઇરૉઇડ તથા
વિલ્મનું કૅન્સર,
ન્યુરોબ્લાસ્ટોમા
25–50 મિગ્રા./
મિ2, નસ વાટે,
3–4 અઠવાડિયે;
કુલ માત્રા વધુમાં
વધુ 550
મિગ્રા. / મિ2
લોહીના કોષો ઘટે,
હૃદયના સ્નાયુનોવિકાર, વાળ ખરે,
મોઢામાં ચાંદાં પડે,
નસની બહાર જાય
તો ફોલ્લો અને
ચાંદું પડે
ડોનોમાયસિન એક્યૂટ લ્યૂકીમિયા 60 મિગ્રા./મિ2
3 દિવસ દરેક
સારવારચક્રમાં;
નસ વાટે
ડૉક્સોરુબિસિન
પ્રમાણે
એપિરુબિસિન ડૉક્સોરુબિસિન
પ્રમાણે
70 મિગ્રા./મિ2
નસ વાટે, 3–4
અઠવાડિયે; વધુમાં
વધુ કુલ માત્રા 70
મિગ્રા./મિ2
ડૉક્સોરુબિસિન
પ્રમાણે
માયટોમાય-
સિન-સી
જઠર, આંતરડું,
સ્તન, ફેફસું,
સ્વાદુપિંડ,
ગર્ભાશય-ગ્રીવાનું
કૅન્સર
5–10 મિગ્રા./મિ2
દર 6 અઠવાડિયે,
નસ વાટે; કુલ
વધુમાં વધુ માત્રા
70 મિગ્રા./મિ2
લોહીના કોષો ઘટે,
ઊબકા, ઊલટી,
મૂત્રપિંડનો વિકાર,
નસની બહાર જાય
તો ફોલ્લો પડે
ડૉક્સો-
રુબિસિન
લાયપોઝોમલ
અંડપિંડનું કૅન્સર,
HIV સાથે
કાપોસિ સાર્કોમા,
માયેલોમા
40–50 મિગ્રા./મિ2
નસ દ્વારા, 1થી 2
કલાક, દર 4
અઠવાડિયે
લોહીના કોષો ઘટે,
થાક, ઊબકા,
ઊલટી, હૃદયના
સ્નાયુનો વિકાર
એપિરુબિસિન સ્તનનું કૅન્સર 100–120 મિગ્રા./મિ2
નસ વાટે, દર 3
કલાકે
ડૉક્સોરુબિસિન
જેવું
આઇડારુબિ-
સિન
એક્યૂટ લ્યૂકીમિયા 12 મિગ્રા./મિ2,
નસ વાટે
ડૉક્સોરુબિસિન
જેવું
માઇટોઝૅન્ટ્રોન સ્તન, પ્રોસ્ટેટનું
કૅન્સર, લ્યૂકીમિયા,
લિમ્ફોમા
10–12 મિગ્રા./મિ2
નસ વાટે,  3
અઠવાડિયા
ડૉક્સોરુબિસિન જેવું,
પરંતુ હૃદયનો
વિકાર ઓછા
પ્રમાણમાં થાય

સારણી 29 : કૅન્સરવિરોધી પ્રતિચયાપચયી (antimetabolic) દવાઓની વિશેષતા

દવા ઉપયોગ માત્રા તથા નિવેશન મુખ્ય આડઅસરો
1    2 3 4
સાયટાર્બિન/
સાયટોસાઇન
એરાબિનો-
સાઇડ
એક્યૂટ માયેલૉઇડ
લ્યૂકીમિયા, લિમ્ફોમા,
મગજના આવરણમાં ફેલાયેલું
100 મિગ્રા. / મિ2,
નસ વાટે; દરેક
સારવારચક્રમાં 7 દિવસમાં; 50 મિગ્રા./
મિ2 કમરમાં મસ્તિષ્ક
મેરુરજ્જુજળમાં
(intrathecal)
લોહીના કોષો
ઘટે, ઊબકા,
ઊલટી, યકૃત
અને નાના
મગજમાં વિકારો
મિથોટ્રેક્ઝેટ સ્તન, ગર્ભાશય-
ગ્રીવા તથા મોં
અને ગળાનાં
કૅન્સર, એક્યૂટ
લિમ્ફેટિક
લ્યૂકીમિયા,
મગજના
આવરણમાં
ફેલાયેલું કૅન્સર
50 મિગ્રા./મિ2,
નસ વાટે; દર
અઠવાડિયે;
લ્યુકોવૉરિન સાથે
અથવા 500–1000
મિગ્રા./લિ. નસ વાટે
અથવા 15 મિગ્રા./1 મિ2,
મસ્તિષ્ક મેરુરજ્જુજળ
દ્વારા
સાયટાર્બિન
પ્રમાણે, તે
ઉપરાંત મોંમાં
ચાંદી, ફેફસાં
અને યકૃતમાં
તંતુતા, વાળ ખરે,
ચામડીનો વિકાર,
તાવ આવે
5-ફલ્યુરો-
યુરેસિલ
સ્તન, અંડપિંડ,
ગર્ભાશય-ગ્રીવા,
મૂત્રાશય, પ્રોસ્ટેટ,
પાચનમાર્ગ,
સ્વાદુપિંડ તથા
કાર્સિનૉઇડ કૅન્સર
300–500 મિગ્રા./
મિ2 નસ વાટે, દર
અઠવાડિયે અથવા
20–25 મિગ્રા./કિગ્રા.
5 દિવસ માટે દર 4
અઠવાડિયે; નસ વાટે
લોહીના કોષો
ઘટે, ઊબકા,
ઊલટી, ક્યારેક
મોંમાં ચાંદાં,
ચામડી તથા
હૃદયના સ્નાયુનો
વિકાર
6-મર્કેપ્ટો-
પ્યુરિન
એક્યૂટ લિમ્ફેટિક
લ્યૂકીમિયા
1.5–2.5 મિગ્રા./કિગ્રા.
રોજ મુખ વાટે
લોહીના કોષો
ઘટે, ઊબકા,
ઊલટી,
પિત્તમાર્ગમાં
કાર્યલક્ષી અવરોધ
(cholestasis)
થાયોગ્વાનિન એક્યૂટ માયેલૉઇડ
લ્યૂકીમિયા
100 મિગ્રા./મિ2
મુખ વાટે; પાંચ દિવસ
6મર્કેપ્ટો-
પ્યુરિન પ્રમાણે
હાઇડ્રૉક્સિ-
યૂરિયા
ક્રૉનિક માયેલૉઇડ
લ્યૂકીમિયા
10–30 મિગ્રા. / કિગ્રા.
રોજ; મુખ વાટે
લોહીના કોષો
ઘટે, પાચન-
માર્ગના વિકારો,
ચામડી પર
સ્ફોટ (rash)
ક્લેડ્રિબિન હેરિસેલ
લ્યૂકીમિયા,
ઇન્ડોલન્ટ
સિમ્ફોમા, ક્રૉનિક
સિમ્ફેટિક
લ્યૂકીમિયા (CLL)
0.10 મિગ્રા. / કિગ્રા.,
નસ વાટે સતત 7 દિવસ (4 મિગ્રા./મિ2
રોજ) અથવા 0.14 મિગ્રા./કિગ્રા. નસ વાટે
2 કલાક ´ 5 દિવસ
લોહીના કોષો
ઘટે, ઊબકા,
તાવ, માથું દુખે,
થાક, ચેતાવિકાર,
સ્વાદુપિંડશોથ
(pancreatis)
ફ્લુડારાર્બિન CLL, અલ્પ
તીવ્રતાવાળું
લસિકાર્બુદ
(lymphoma)
25 મિગ્રા./મિ2 નસ વાટે
´ 5 દિવસ, દર 4
અઠવાડિયે
લોહીના કોષો
ઘટે, ઊબકા, ઊલટી, અર્બુદ-
વિલયન સંલક્ષણ
(tumourlysis
syndrome)
કૅપેસિટાબિન સ્તન અને મોટા
આંતરડાનું કૅન્સર
950–1250 મિગ્રા./મિ2
´ 14/દિવસ/3
અઠવાડિયાં ખોરાક
સાથે સાથે પાયરિડો-
સિન(વિટામિન B6)ને
50 મિગ્રા 2 વખત/
દિવસ આપીને ઝેરી
અસર ઘટાડાય છે.
હસ્તપાદ સંલક્ષણ
(hand-foot syndrome)
અથવા હસ્તતલ-
પાદતલ રક્તિમા
દુ:સંવેદિતા
(palmar-Plantar
enythro-dysaestheria)
કે ઔષધચિકિત્સા
સર્જિત અંગુલ્યગ્ર
રક્તિમા chemotherapy
induced acral
erythena)
નામના વિકારો
જેમાં હાથ અને
પગના તળિયામાં
કાળાશ આવવી,
ફોલ્લા થવા તથા
ચામડી ઊતરવીવગેરે થાય છે.
પેમેટ્રેક્ઝેડ મિઝોથેલિયોમા 600 મિગ્રા./મિ2 નસ
વાટે, દર 3 અઠવાડિયે.
સાથે ફોલિક ઍસિડ,
વિટામિન B12 અને
ડેક્સામિથેસોન અપાય છે.
લોહીના કોષો
ઘટે, ઊબકા,
ઊલટી, ચામડી
પર સ્ફોટ
પેન્ટોસ્ટેટિન હેરિસેલ લ્યૂકીમિયા 4 મિગ્રા./મિ2 નસ વાટે,
દર અઠવાડિયે
લોહીના કોષો
ઘટે, ઊબકા,
ઊલટી, ઝાડા,
સ્નાયુ અને
સાંધામાં દુખાવો,
થાક, તાવ, રોગ-
પ્રતિકારકતા ઘટે
રેલ્ટિટ્રેક્ઝેડ મોટું આંતરડું,
સ્તન, ફેફસાનું
કૅન્સર
3 મિગ્રા./મિ2
નસ વાટે, દર 3
અઠવાડિયે
અતિશય થાક,
ઝાડા, મોઢું
આવવું, લોહીના
કોષો વધે,ઊબકા, ઊલટી

મિ2, રોજ મુખ વાટે), ડેક્સામિથેસોન મગજ કે કરોડરજ્જુમાં પ્રસરેલા કે થયેલા કૅન્સરથી ઉદભવતા સોજાને ઘટાડવા તથા મલ્ટિપલ માયેલોમાની સારવારમાં ઉપયોગી છે. આ બંને કોર્ટિકોસ્ટીરૉઇડથી શરીરમાં પાણી ભરાય, લોહીમાં પોટૅશિયમ ઘટે અને ગ્લુકોઝનું પ્રમાણ વધે, પેપ્ટિક વ્રણ (ulcer) થાય, હાડકામાં કૅલ્શિયમ-પ્રોટીનની ઊણપ

સારણી 30 : એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો (monoclonal antibodies)

દવા ઉપયોગ માત્રા તથા
નિવેશન
મુખ્ય આડઅસરો
રિટુક્સિમેબ
(મેબ્થેરા)
CD 20વાળા
અલ્પ તીવ્રતાવાળું
લિમ્ફોમા
375 મિગ્રા./મિ2
દર અઠવાડિયે,
4 અઠવાડિયાં
માટે
અતિ સંવેદનશીલતા-
જન્ય પ્રતિક્રિયા
(hypersensitivity reaction); હૃદયના
ધબકારાની
અનિયમિતતા, લોહીના
કોષો ઘટે, ઊબકા,
ઊલટી, તાવ, શ્વાસ
ચડવો વગેરે
ટ્રેસ્ટુઝુમેબ
(હર્સેપ્ટિન)
HER2 દર્શાવતું
સ્તનનું કૅન્સર
4 મિગ્રા./કિગ્રા.,
નસ વાટે, 90
મિનિટ; ત્યાર
બાદ 2 મિગ્રા./
કિગ્રા., નસ વાટે,
30 મિનિટ
નસ દ્વારા ચડાવતી
વખતે ઊબકા, ઊલટી,
તાવ, શ્વાસ ચડવો
(અંત:સરણ સંલગ્ન
કોષગતિક વિમોચન
સંલક્ષણ, infusion
related cytokine
release syndrome 1
RCRS), હૃદયનો
વિકાર, લોહીના કોષો
ઘટે
એલેક્ટુઝુમેબ લસિકાકોષી રુધિર-
કૅન્સર (lympho-
tic leukaemia),
બી કોષી CLL,
T કોષી, પ્રોલિમ્ફો-
સાયટિક
લ્યૂકીમિયા
30 મિગ્રા./દિવસ,
નસ વાટે,
અઠવાડિયામાં;
3 વખત, 12
અઠવાડિયાં
શરૂઆત 3
મિગ્રા.ની માત્રાથી
કરાય છે.
1 RCRS, લોહીના
કોષો ઘટે, ચેપ લાગે
બિનેસિઝુમેબ
(ઍવાફ્ટિન)
મોટાં આંતરડાંનું
કૅન્સર
3-10 મિગ્રા./
કિગ્રા. નસવાટે, 2અઠવાડિયે
લોહીનું દબાણ વધે,
નસકોરી ફૂટે, તાવ,માથું દુખે, ચામડી પરસ્ફોટ, ટાઢ વાય, લોહીગંઠાઈ જાય
ગેમ્ટુઝુમેબ
(માયલો
ટાર્ગ)
CD 33વાળું
AML, 60 વર્ષથી
વધુ વય, પ્રથમ
ઊથલો
9 મિગ્રા./મિ2
નસ વાટે, 2
કલાકમાં ફરીથી
14 દિવસ પછી
લોહીના કોષો ઘટે,
1 RCRS, નસમાંલોહી ગંઠાઈ જાય

 

સારણી 31 : કેટલાંક અંત:સ્રાવી ઔષધો

દવા ઉપયોગ માત્રા અને
નિવેશન
મુખ્ય આડઅસરો
1 2 3 4
એડ્રિનોકોર્ટિકો સ્ટીરૉઇડ્ઝ (મિથાયલ પ્રેડ્નિસોલોન, ડેક્સામિથેસોન વગેરે ALL, લિમ્ફોમા,
માયેલોમા,
કેમોથેરાપીથી થતી ઊલટી, ગાંઠથી
થતું દબાણ, ખોપરીમાં વધેલું દબાણ, ઉત્સાહ-પ્રેરક
જે તે ઔષધ
પ્રમાણે, મુખ
માર્ગે, નસ વાટે
પાણી ભરાવું, લોહીનું દબાણ વધે, મધુપ્રમેહ વધે, જઠરમાં વ્રણ (ulcer), જાંઘ-બાહુના સ્નાયુનો વિકાર, ચેપ-વશ્યતા, હાડકાંમાંથી કૅલ્શિયમ ઘટવું વગેરે
માયટોટેન અધિવૃક્ક
(adrenal) કૅન્સર
2–10 ગ્રામ
દરરોજ, મુખ
માર્ગે
ઊબકા, ઊલટી, ઝાડા, હતાશા, લોહીનું ઘટેલું દબાણ, ધ્રુજારી, મોતિયો, આંખના વિકારો
એન્ડ્રોજન
(1) ફલ્યુક્સિ-              મેસ્ટેરોન,
(2) મિથાયલ
ટેસ્ટેસ્ટીરોન
સ્તનકૅન્સર,
રક્તકોષોના
પ્રસર્જન માટે
મુખ માર્ગે, માત્રા
જે તે ઔષધ પ્રમાણે
(1) 10–40
મિગ્રા./દિવસ
(2) 50–200
મિગ્રા./દિવસ
પાણી ભરાવું, પુંકારિત (virilism), યકૃતનો વિકાર
પ્રતિએન્ડ્રોજન
(1) બાયકેલ્યુ-            ટાઇડ
(2) ફલ્યુટા-માઇડ
(3) નિલુટેમાઇડ
પુર:સ્થ ગ્રંથિ

(prostate)

કૅન્સર

(1) 50 મિગ્રા./
દિવસ (2) 250 મિગ્રા. ´ 3/દિવસ
(3) 300 મિગ્રા./
દિવસ, 1 મહિનો,
150 મિગ્રા./દિવસ
નપુંસકતા, સ્તનવર્ધન, ઝાડા, ઊબકા, ઊલટી, યકૃતનો વિકાર વગેરે
ઇસ્ટ્રોજન
(ડાય-ઇથાયલ
સ્ટિલબેસ્ટ્રોલ
DES)
સ્તનનું કૅન્સર,
પ્રોસ્ટેટનું કૅન્સર
1થી 15 મિગ્રા./
રોજ મુખ માર્ગે
ઊબકા, ઊલટી, ઉગ્ર અતિ કૅલ્શિયમ- રુધિરતા, કમળો, પાણી ભરાવું, લોહીનું ઊંચું દબાણ, માથું દુખવું વગેરે
પ્રતિઇસ્ટ્રોજન
(1) ટેમોક્સિ-ફેન
(2) ટોરેમિફેન
(3) ફુલ્વેટ્રેન્ટ
સ્તનનું કૅન્સર (1) 20 મિગ્રા./
દિવસ/મુખ માર્ગે(2) 60 મિગ્રા./
દિવસ/મુખ માર્ગે(3) 250 મિગ્રા./મહિને સ્નાયુમાંઇન્જેક્ષન
ગરમીના ચમકારા, ઋતુસ્રાવ વિકારો, યોનિપ્રદર વગેરે
એરોમિટેઝ ઇન્હિબિટર્સ
(1) એનેસ્ટ્રે-ઝોલ
(2) લેટ્રોઝોલ
(3) એક્સિ-સ્ટિન
ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) પછી સ્તનનું કૅન્સર મુખ માર્ગે
(1) 1 મિગ્રા./દિવસ
(2) 2.5 મિગ્રા./દિવસ
(3) 25 મિગ્રા./દિવસ
પ્રતિ-ઇસ્ટ્રોજન ઔષધો જેવી અસર
લ્યુટિનાઇઝિંગ હોર્મોન રિલિઝિંગ હોર્મોન
(LHRH) સમક્રિયકો
analogs) (analogs)
(1) લ્યુપ્રોલિક
(2) ગોસરેલિન
પ્રોસ્ટેટ અને
સ્તનનું કૅન્સર
મુખ માર્ગે
(1) 7.5 મિગ્રા./
મહિને, 22.5
મિગ્રા./3 મહિને,
30 મિગ્રા./4
મહિને સ્નાયુમાં
ઇન્જેક્ષન
(2) 3.6 મિગ્રા./
મહિને, 10.8
મિગ્રા./3 મહિને
ચામડીની નીચે
ઘટેલી સમાગમ પરાકાષ્ઠા (libido), નપુંસકતા, ઋતુસ્રાવ સ્તંભન, ગર્ભાશયમાંથી રુધિરસ્રાવ, લોહીનું દબાણ વધે, માથું દુખે, ખિન્નતા
પ્રોજેસ્ટિન્સ
(1) મેડ્રોક્સિ-
પ્રોજેસ્ટિરોન
(2) મેજેસ્ટ્રોલ
સ્તન અને
ગર્ભાશયકાયનું
કૅન્સર
(1) 1 ગ્રામ/
અઠવાડિયે ´ 6
ત્યારબાદ મહિને
સ્નાયુમાં ઇન્જેક્શન
(2) 40 મિગ્રા
´ 4/દિવસ
ઋતુસ્રાવના વિકારો, ગરમીના ચમકારા, સ્તનવૃદ્ધિ, પાણી ભરાય, નસમાં લોહી જામે, ખિન્નતા

થાય વગેરે આડઅસરો ઉદભવે છે. (2) ડાય-ઇથાયલ સ્ટિલબેસ્ટ્રોલ (DES) એક ઇસ્ટ્રોજન જૂથની દવા છે જે સ્તન અને પ્રોસ્ટેટના કૅન્સરમાં વપરાય છે (1-3 મિગ્રા. રોજ મુખ વાટે). (3) ટેમૉક્સિફેન સ્તનના

સારણી 32 : ક્રિયાણુલક્ષી ઔષધો (molecular targeted cells)

દવા ઉપયોગ  માત્રા અને
નિવેશન
મુખ્ય આડઅસરો
ઇમાટિનિબ CML, ckit
(CD117)
દર્શાવતું GIST
400થી 600
મિગ્રા. મુખ
માર્ગે, રોજ
સોજા આવવા, લોહીના
કોષો ઘટે, ઊબકા,
ઊલટી, પાતળા ઝાડા
વગેરે
જેફિટિનિબ બિનલઘુકોષી
ફેફસાંનું કૅન્સર
250 મિગ્રા.,
મુખ માર્ગે,
દરરોજ
ઊબકા, ઊલટી, ચામડી
પર સ્ફોટ,
અંતરાલપેશીય
ફેફસીરોગ
(interstitial lung
disease)
GIST = જઠરાંત્રીય સંજાલપેશી અર્બુદ (gastrointertinal stromal tumour)

 

સારણી 33 : અન્ય જૈવિક ચિકિત્સાપરક (biological therapy) ઔષધો

દવા ઉપયોગ માત્રા અને
નિવેશન
મુખ્ય આડઅસરો
ઇન્ટરફીરૉન
આલ્ફા
CML, હેરિફોલ
લ્યૂકીમિયા,
લિમ્ફોમા
20થી 360 લાખ
યુનિટ, ચામડી
નીચે ઇન્જેક્શન
દ્વારા, 3થી 7
વખત દર
અઠવાડિયે
‘ફ્લુ’ જેવાં લક્ષણો,
થાક વગેરે
ઇન્ટરલ્યુકિન-
II
મૂત્રપિંડનું કૅન્સર
મિલેનોમા
6થી 7.2 લાખ/
કિગ્રા. દર 8
કલાકે, 5 દિવસ;
7થી 10 દિવસના
અંતરે, 2 આવર્તનો
સોજા આવવા,
લોહીનું દબાણ
ઘટવું
ટ્રેટિનોઇન
(એટ્રા)
એક્યૂટ પ્રોમા-
યલોસાયટિક
લ્યૂકીમિયા
45 મિગ્રા./મિ2
મુખ વાટે,
સવાર-સાંજ,
45–90 દિવસ
વિટામિન ‘એ’ની ઝેરી
અસર, તાવ, શ્વાસ
ચડવો, વજન વધવું,
ફેફસાં કે હૃદય
આસપાસ પ્રવાહી
ભરાવું, તેને રેટિનોઇક
ઍસિડનું સંલક્ષ્ય કહે છે
બેક્સારોટેન ચામડીનું ટી-
કોષી લિમ્ફોમા
300 મિગ્રા./દિવસ
દરરોજ, ખોરાક
સાથે
અલ્પગલગ્રંથિતા
(hypothyroidism),
લોહીમાં શર્કરા ઘટે, પણ
ટ્રાયગ્લિસરાઇડ અને
કોલેસ્ટેરોલ વધે,
ર્દષ્ટિપટલમાં વિકારો
થાય, મોતિયો આવે,
સૂકી ચામડી વગેરે

 

કૅન્સરમાં ઉપયોગી દવા છે (10 મિગ્રા. રોજ મુખ વાટે). (4) મેજેસ્ટ્રોલ એસિટેટ, મેડ્રૉક્સિ પ્રોજેસ્ટેરોન એસિટેટ તથા હાઇડ્રૉક્સિ પ્રોજેસ્ટેરોન કેપ્રોએટ પ્રોજેસ્ટિન જૂથનાં અંત:સ્રાવી ઔષધો છે, જે ગર્ભાશય, સ્તન અને મૂત્રપિંડના કૅન્સરમાં ઉપયોગી છે. (5) ઑક્સિમિથેલોન, ટેસ્ટોસ્ટીરોન, નેન્ડ્રોલોન તથા ફલ્યુઑક્સિ મેસ્ટિરોન વગેરે ટેસ્ટોસ્ટીરોન જૂથના અંત:સ્રાવો છે. તે સ્તનના કૅન્સરમાં ઉપયોગી છે. (6) એમીનોગ્લુયેમાઇડ વડે સ્તનના કૅન્સરમાં ઔષધજન્ય અધિવૃક્ક બાહ્યક(adrenal cortex)ની કાર્યક્ષમતા ઘટાડાય છે. (7) પ્રોસ્ટેટના કૅન્સરમાં શુક્રપિંડને કાઢી નાખવાની શસ્ત્રક્રિયાને સ્થાને લ્યુપ્રોલાઇડ તથા ફલુટામાઇડ નામનાં અંત:સ્રાવ-સંલગ્ન ઔષધોનો ઉપયોગ થાય છે. (8) કાર્સિનૉઇડ કૅન્સરમાં ઑક્ટ્રિઓટાઇડ વપરાય છે. આ ઔષધો શરીરમાં પાણીનો સંગ્રહ કરે છે.

સારણી 34 : પ્રકીર્ણ ઔષધો

દવા ઉપયોગ માત્રા અને
નિવેશન
મુખ્ય આડઅસરો
એલ-એસ્પાર-
જીનેઝ
6000 IU/M2,
અઠવાડિયે 3
વખત, કુલ 9
ALL એલર્જી, સ્વાદુપિન્ડ-
શોથ (pancreatitis)
મસ્તિષ્કશોથ
(encephatitis),
ઊબકા, ઊલટી, રુધિર
ગુલ્મન(blood
coagulation)ના
વિકાર, લોહીમાં
શર્કરા વધે
એસ્ટ્રામસ્ટિન વધી રહેલું
પુર:સ્થગ્રંથિ
(prostate)નું
કૅન્સર
600 મિગ્રા./
મિ2/દિવસ 3
માત્રામાં
વિભાજિત
ભૂખ્યા પેટે
ઊબકા, ઊલટી, નસોમાં
લોહી જામવું,
ક્યારેક કમળો, પાણીનો
ભરાવો, લોહીનું દબાણ
વધવું વગેરે
હેક્સામિથાયલ

મેલેમાઇન

ઊથલો મારતું
અંડપિંડનું કૅન્સર
200–260
મિગ્રા./મિ2
ઊબકા, ઊલટી, લોહીના
કોષો ઘટે, ક્યારેક
ચેતાતંત્રીય વિકારો
લિવામેઝોલ મોટા આંતરડાનું
કૅન્સર (અગાઉ)
150 મિગ્રા. ´
3 દિવસ, દર
અઠવાડિયે
ઔષધ-અસહ્યતા,
ઊબકા, ઊલટી, ફ્લૂ
જેવાં લક્ષણો, સાંધાનો
દુખાવો, કેન્દ્રીય ચેતા-
તંત્રનું અતિ ઉત્તેજન
ઑક્ટ્રિઓ-ટાઇડ કાર્સિનોઇડ અને
VIP-અર્બુદનાં
લક્ષણો તથા
કૅન્સરવિરોધી
ઔષધોથી થતા
પાતળા ઝાડા
0.1થી 0.6
મિગ્રા. ચામડી
નીચે, દિવસમાં
2થી 4 વખત
પેટમાં દુખાવો,
ઊલટી, વાળ ખરે,
ચામડી પર સ્ફોટ,
લોહીનું દબાણ તથા
શર્કરા વધે-ઘટે, તાવ
થેલિડોમાઇડ માયેલોમા
(ગર્ભધારણ
ન રહે તેવી
સાવચેતી સાથે)
100થી 400
મિગ્રા.,
મુખમાર્ગે
રોજ રાત્રે
થાક, કબજિયાત,
પરિઘીય ચેતાવિકાર
બોર્ટેઝોમિબ
(વેલકેડ)
માયેલોમા 1–3 મિગ્રા./મિ2
નસ વાટે, 1, 4,
8, 11 દિવસે,
દર 21 દિવસે
પરિઘીય ચેતાવિકાર,
ગંઠનકોષો (platelets)
કરે, થાક, ઊબકા,
ઊલટી, કબજિયાત,
પાતળા ઝાડા, લોહીનું
દબાણ વધે

કેટલાંક અન્ય બિનવર્ગીકૃત ઔષધો પણ ઉપયોગી છે. (1) એક્યૂટ લિમ્ફેટિક લ્યૂકીમિયાના દર્દીમાં એલ-એસ્પારજીનેઝ નામનો ઉત્સેચક ઉપયોગી છે. તે ક્યારેક ઍલર્જિક પ્રતિક્રિયા કરાવે છે. તેનાથી યકૃત તથા સ્વાદુપિંડના વિકારો થાય છે. ક્યારેક લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. (2) હેક્સામિથાયલ મિલેમાઇન નામનું ઔષધ અંડપિંડ અને ફેફસાના કૅન્સરની સારવારમાં પ્રાયોગિક ધોરણે વપરાય છે. (3) માયટોઝેન્ટ્રોનની અસર ડૉક્સોરુબિસિન જેવી જ છે, પરંતુ તેની હૃદય પરની આડઅસરો ઓછી છે. તે ઉગ્ર લ્યૂકીમિયા અને સ્તનના કૅન્સરમાં 12 મિગ્રા./મિ2ની માત્રામાં નસ વાટે વપરાય છે. (4) પ્રોકાર્બાઝિન સહેલાઈથી મગજમાં પ્રવેશે છે. તે હૉજકિનના રોગ તથા મગજમાંના કૅન્સરની સારવારમાં વપરાય છે. (5) માયટોટેન અધિવૃક્ક બાહ્યકના કૅન્સરમાં ઉપયોગી છે. (6) ડેકાર્બાઝિન-(DTIC)નો ઉપયોગ હૉજકિનનો રોગ, ચામડીના કૃષ્ણકોષી કૅન્સર તથા મૃદુપેશી સાર્કોમામાં થાય છે. તે 750 મિગ્રા./મિ2 માત્રામાં 1થી 5 દિવસ દરમિયાન અપાય છે. તેનાથી આડઅસર રૂપે ઊબકા, ઊલટી, લોહીના કોષ ઘટવા તથા પ્રકાશ-અતિસંવેદિતા થાય છે.

સારણી 35 : કોષરક્ષક ઔષધો

દવા ઉપયોગ માત્રા અને નિવેશન મુખ્ય આડઅસરો
એમિફોસ્ટિન સિસ-પ્લૅટિનની
મૂત્રપિંડ/લોહી
બનાવતી પેશી
પરની આડઅસરો
ઘટાડવા
740–910 મિગ્રા./મિ2,
કૅન્સર ઔષધ
પહેલાં 30
મિનિટે
લોહીનું દબાણ ઘટે,
ઊબકા, ઊલટી,
કૅલ્શિયમની લોહીની
સપાટી ઘટે, એલર્જી
ડેક્સાઝોક્સેન ડૉક્સોરુબિસિનથી
હૃદયવિકાર
થતો અટકાવવા
ડૉક્સોરુબિસિનની
માત્રા ´ 10; 30
મિનિટ પહેલાં;
ઇન્જેક્શન દ્વારા
લોહીના કોષો ઘટે

જૈવિક પ્રતિભાવ પરિવર્તકોનાં જૂથનાં ઔષધો : જૈવિક પ્રતિભાવ પરિવર્તકો(biological response modifiers)નાં જૂથનાં ઔષધોને કેટલાક કૅન્સરવિદ્ અલગ ચિકિત્સાપ્રણાલી રૂપે પણ દર્શાવે છે. તેઓ મુખ્યત્વે 2 પ્રકારનાં છે : (1) પ્રતિરક્ષા પ્રભાવકો (immuno-modulators) (જુઓ સારણી 33), (2) રુધિરકોષવૃદ્ધિકારક ઘટકો (growth factors) (જુઓ સારણી 22 અને 34).

વિષાણુ (virus) સામે લડવા માટે કોષ દ્વારા ઇન્ટરફીરૉન ઉત્પન્ન કરાય છે. તે સાર્કોમા, લોહીનું એક પ્રકારનું કૅન્સર (CML), લસિકાર્બુદ (lymphoma), મૂત્રપિંડ કૅન્સર, બહુસ્થાની મજ્જાર્બુદ (multiple myeloma), કેશીકોષ રુધિરકૅન્સર(hairy-cell-leukaemia)માં વપરાય છે. રુધિરકોષવૃદ્ધિકારક ઘટકોનો ઉપયોગ લોહીના કોષો ઘટી ગયા હોય ત્યારે ફરીથી પૂરતા પ્રમાણમાં બનાવવા માટે કરાય છે. તેમની મદદથી વધુ માત્રામાં કૅન્સરવિરોધી ઔષધો આપી શકાય તેવા પ્રયોગો ચાલે છે. રુધિરકોષવૃદ્ધિકારક ઘટકોના વિવિધ પ્રકારો છે, જેમ કે ગ્રૅન્યુલોસાઇટ અને મેગાકૅરિયોસાઇટ નામના કોષોની સંખ્યા વધારતા કોષસમૂહ ઉત્તેજક ઘટકો (colony stimulating factors) તથા રક્તકોષની સંખ્યા વધારતા રક્તકોષપ્રસર્જક ઘટક (erythrop-oietin).

(3) આધારદાયી (supportive) સારવાર : ઔષધોનો ઉપયોગ કેટલીક જીવનને જોખમી તકલીફોની સારવાર માટે પણ થાય છે. કૅન્સરના દર્દીમાં આવી અન્ય તકલીફોમાં મોટા મગજ કે કરોડરજ્જુ પર દબાણને કારણે સોજો આવવો, હૃદયની આસપાસ પાણી ભરાવું અને હૃદય પર દબાણ આવવું, ઊર્ધ્વ મહાશિરા(superior vena cava)નો અવરોધ, ગ્લુકોઝ કે સોડિયમનું લોહીમાં પ્રમાણ ઘટવું, લોહીની શ્યાનતા(viscocity)માં વધારો, લોહીમાં કૅલ્શિયમ કે યુરિક ઍસિડ વધવાં, લોહીના કોષોનું અતિશય પ્રમાણમાં ઘટવું અને તેથી પાંડુતા (anaemia) થવી, ચેપ લાગવો તથા લોહી વહેવાની તકલીફ થવી વગેરે છે.

સારણી 36 : લોહીના કોષોનું ઉત્પાદન વધારનાર (રુધિરપ્રસર્જન વૃદ્ધિઘટકો) ઔષધો

દવા ઉપયોગ માત્રા અને નિવેશન મુખ્ય આડઅસરો
રક્તકોષ-પ્રસર્જક
(erythro-poietin)
હીમોગ્લોબિનની
ઊણપ(પાંડુતા)માં
ઘટાડો
20000-400000/
અઠવાડિયે
લોહીનું દબાણ ઘટે,
એલર્જી
કણિકાકોષ-સમુદાયસર્જક
એકમ ઉત્તેજક
(G-CSF)
(1) ફિલ્ગ્રા-સ્ટિમ
(2) મેગફિ
લ્ગ્રાસ્ટિમ
લોહીના કણિકા-
કોષો (શ્વેતકોષો)
ઘટતા રોકવા કે
વધારવા
(1) ચામડી નીચે      ઇન્જેક્શન દ્વારા
(1) 5 માઇક્રોગ્રામ/    કિગ્રા./દિવસ(2) 6 મિગ્રા.
હાડકાંમાં દુખાવો, શ્વસનમાં તકલીફ
કણિકાકોષ-મહાભક્ષીકોષ-સમુદાયસર્જકએકમ ઉત્તેજક(GM-CSF) ઉપર પ્રમાણે 250 માઇક્રોગ્રામ/
મિ2/દિવસ
ઉપર પ્રમાણે

કૅન્સરની અંતિમ સંભાળ : વધી ગયેલા કૅન્સરના અંતિમ તબક્કામાં વિવિધ તકલીફોની સહાનુભૂતિ સાથેની સારવાર જરૂરી બને છે. ઘણી વખત સારવાર કરતી વ્યક્તિઓને માટે તે નિરાશાજનક અનુભવ થાય છે. આવા દર્દીઓની મુખ્ય તકલીફ દુખાવો હોય છે. સામાન્ય રીતે તેમના દુખાવાની સારવાર માટે WHO દ્વારા સૂચવાયેલી 3 સ્તરની પદ્ધતિ વપરાય છે. સૌપ્રથમ ઍસ્પિરિન, પેરાસિટેમોલ કે આઇબુપ્રોફેન અથવા ડાઇક્લોફિનેક જેવાં સાદાં પીડાનાશકો અપાય છે. તેનાથી જેમને સારું ન રહે તેમનામાં મધ્યમ કક્ષાના અફીણાભ અથવા અફીણજૂથનાં ઔષધો (opioids) ઉમેરવામાં આવે છે (દા.ત., કોડીન, ડેક્સ્ટ્રોપ્રોપૉક્સિફેન, ટ્રેમાડોલ). ખિન્નતારોધકો (antidepressants) (દા.ત., ઍમિટ્રિપ્ટેલિન), આંચકીરોધકો (દા.ત., કાર્બામેઝેપિન, હાયડેન્ડોઇન), ઘેન લાવતી દવાઓ (દા.ત., બાર્બિચ્યુરેટ), પ્રશાંતકો (tranquilizers) (દા.ત., ડાયઝેપામ, લોરાઝેપામ વગેરે) તથા ગાબાપેન્ટિન પણ ઉમેરવામાં આવે છે. વધુ પડતો દુખાવો હોય તો પેન્ટાઝોસિન, બ્યુપ્રોનોર્ફિન અને છેલ્લે મુખમાર્ગે મૉર્ફિન અપાય છે. મૉર્ફિન નશાકારી પીડાનાશક (narcotic analgesic) છે અને તે સહેલાઈથી ઉપલબ્ધ નથી તેમ જ તેનો ઉપયોગ કાયદાથી નિયંત્રિત છે. તે હાલ ફક્ત નિશ્ર્ચિત કૅન્સરકેન્દ્રોમાં જ મળે છે. મૉર્ફિન કૅન્સરની પીડા રોકવામાં મહત્વનો ફાળો આપી શકે તેમ છે. આ ઉપયોગ માટે વપરાતું મૉર્ફિન વ્યસન કરતું નથી. વળી, તેની અસરની કોઈ ઉપલી સપાટી નિશ્ચિત નથી. માટે જરૂર પડે એટલી માત્રા વધારવાથી તેની અસર પણ વધતી જ રહે છે. વિશ્વઆરોગ્ય સંસ્થાએ તેના વ્યાપક ઉપયોગની ભલામણ કરી છે. અતિશય પીડા માટે ક્યારેક ચેતાતંતુઓને કાપવાની કે ચેતારોધની પ્રક્રિયાઓ પણ કરાય છે.

અન્ય મહત્વની આધારદાયી સારવાર પોષણની જાળવણી છે. કૅન્સરના 30 %થી 90 % દર્દીઓમાં કુપોષણને કારણે ક્ષીણતા આવી જાય છે. કૅન્સરની ગાંઠ શરીરની 20 %થી 50 % જેટલી ઊર્જા(શક્તિ)નો વપરાશ કરે છે. વળી તે શરીર માટે જરૂરી અન્ય પોષક દ્રવ્યોનો પણ ઘણા મોટા જથ્થામાં ઉપયોગ કરે છે. કૅન્સરના કોષો કોરીના ચક્ર (Cori cycle) પ્રમાણે ચપાપચય કરતા હોવાથી ઊર્જાનો વ્યય પણ વધુ થાય છે. વળી તેમનામાંથી કેટલાક અંત:સ્રાવો પણ ઝરે છે, જે ક્ષીણતામાં વધારો કરે છે. અન્નમાર્ગ પર દબાણ કરતી ગાંઠ ખોરાક ગળવામાં કે પચાવવામાં અવરોધ કરે છે. કૅન્સરને કારણે જ ઘણી વખત અરુચિ થાય છે, ઊબકા-ઊલટી થાય છે, ક્યારેક ઝાડા પણ થાય છે.

કૅન્સરના દર્દીઓમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટવાથી પાંડુતા (anaemia) થાય છે, દવાઓને કારણે શ્વેતકોષો ઘટે તો ચેપ લાગે છે તથા ગંઠનકોષો (platelets) ઘટવાને કારણે લોહી વહેવાનો વિકાર થાય છે. તેને કારણે ઘણી વખત બહારથી લોહી આપવાની જરૂર પડે છે.

મોટા ભાગના કિસ્સામાં કૅન્સરનો રોગ લાંબા ગાળાનો અને મોટે ભાગે પૂરેપૂરો નાબૂદ નહિ થઈ શકે તેવો હોવાથી દર્દીને ચિંતા, ભય, હતાશા, ખિન્નતા, અકારણ ક્રોધ થાય છે. બીજા સામાજિક અને આર્થિક પ્રશ્નો પણ દર્દીની માનસિક સ્થિતિ બગાડે છે. તેને કારણે દર્દીને માનસિક સારવાર, સહાય અને સંભાળની જરૂર પડે છે.

કૅન્સરની સારવારને કારણે દર્દીને કેટલીક તકલીફો ઊભી થાય તેની સારવારની જરૂર પડે છે, જેમ કે શસ્ત્રક્રિયાને કારણે કુરૂપતા આવવી, હાથપગ ગુમાવવા, જઠર કે આંતરડા જેવા મહત્વના અવયવના કાર્યમાં કાયમી વિક્ષેપ થવો, કૃત્રિમ મળમાર્ગ, કૃત્રિમ મૂત્રમાર્ગ, કૃત્રિમ શ્વસનમાર્ગ કે અન્નમાર્ગ બનાવાયેલો હોવો વગેરે પરિસ્થિતિ સર્જાય છે. વિકિરણન-ચિકિત્સા કે દવાઓના કારણે લોહીના કોષો ઘટે, મોં-ગળામાં ચાંદાં પડે, ઊબકા-ઊલટી-ઝાડા થાય, વાળ ખરે વગેરે તકલીફો થાય છે. કુરૂપતાની સારવાર માટે પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા કરાય છે અથવા કૃત્રિમ ઉપાંગ મૂકી શકાય છે. કૃત્રિમ માર્ગ કે કૃત્રિમ છિદ્રણ કરવામાં આવ્યું હોય તો તેની વિશિષ્ટ સારવાર કરાય છે. ઊલટી-ઊબકા માટે મેટોક્લૉપ્રેમાઇડ ડાયપેરિડોન, ફિનોથાયેઝાઇન જૂથની દવાઓ, ઑડેન્સેટ્રોન, જેનિસેટ્રોન વગેરે ઔષધો અપાય છે. મોં-ગળામાં ચાંદાં પડે ત્યારે નસ વાટે કે નાક-નળી દ્વારા પોષણ અપાય છે. મોં-ગળામાં જેન્શ્યન વાયલેટ ચોપડાય છે અને જરૂર પડ્યે ઍન્ટિબાયૉટિક તેમજ ફૂગ સામે કામ કરતી દવા (દા.ત., ફ્લુકેનેઝોલ અથવા ઇટ્રાકોનેઝોલ) અપાય છે. વાળ ખરતા કે તૂટતા અટકાવવા માટે હાલ કોઈ ચોક્કસ અને સુરક્ષિત ઉપાય ઉપલબ્ધ નથી.

સેવાશ્રમો (hospice centres) : ન મટી શકે તેવા કૅન્સરના દર્દીઓની અંતિમ સારવાર માટે સેવાશ્રમો ઊભા કરાય છે. સંત ક્રિસ્ટોફરની ‘ગૌરવવંતું મૃત્યુ’ની સંકલ્પનાને તેમાં મૂર્તિમંત કરવામાં આવી છે. કૅન્સરનો દર્દી જ્યારે એવી અવસ્થામાં પહોંચે કે જ્યારે તેની કોઈ તબીબી સારવાર શક્ય ન હોય ત્યારે પણ તેને એકલો મૂકી દેવો માનવીય વિચાર ન કહેવાય. આવા સંજોગોમાં તેને દવા અને ડૉક્ટર કરતાં પ્રેમ, અનુકંપા, હૂંફ અને પીડાથી રાહત મળે તે વધુ જરૂરી છે. ભારતમાં ડૉ. એલ. જે. ડીસોઝાનું શાંતિ-અવેદન તથા ગુજરાત કૅન્સર સોસાયટીનું હૉસ્પિસ કેન્દ્ર આ પ્રકારની કામગીરી માટે સ્થપાયાં છે. સેવાશ્રમમાં નિયમિતપણે જેમની સેવાઓની જરૂર પડે તેવી વ્યક્તિઓમાં દર્દીનાં નજીકનાં સગાં, સંબંધીઓ, નર્સ, માનસિક રોગવિશેષજ્ઞ, પીડાનું શમન કરતા ડૉક્ટરો, સમાજસેવકો તથા ધાર્મિક વાતો કરનાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પશ્ચિમી દેશોની કુટુંબવ્યવસ્થામાં સેવાશ્રમો ઉપયોગી થઈ પડે છે જ્યારે ભારતમાંના સુગ્રથિત અને વધુ સંવેદનશીલ કુટુંબમાં સેવાશ્રમ કદાચ એટલો ઉપયોગી ન પણ થઈ પડે. ભારતમાં મોટા ભાગના દર્દીઓ તેમના જીવનનો અંતિમ તબક્કો ધાર્મિક તથા લાગણીનાં કારણોસર પોતાના જ ઘરમાં અને કુટુંબ વચ્ચે ગાળવા ઇચ્છતા હોય છે.

કૅન્સરનો વિશ્વમાં વ્યાપ : કૅન્સરનો વિશ્વમાં વિવિધ વિસ્તારોમાં વ્યાપ કેટલો છે તે જાણવાથી તે રોગસમૂહ દ્વારા માનવ-સ્વાસ્થ્ય પર થતી અસર, માનવ-મૃત્યુદર, તેની આર્થિક તથા સામાજિક અસરો વગેરે સમજવાનું સરળ બને છે. વળી તેને કારણે કેટલી સારવારસુવિધા, ઔષધોનું ઉત્પાદન, વણઊકલેલી સમસ્યાઓ દ્વારા સંશોધનપ્રયત્નોમાં અગ્રિમતા વગેરે અંગે પણ વ્યાવહારિક નિર્ણયો લઈ શકાય છે. કૅન્સરનો વ્યાપ જાણવા માટે હૉસ્પિટલ-કેન્દ્રી (hospital based) તથા વસ્તી-કેન્દ્રી (population based) નોંધણીઓ (registries) તેમજ કૅન્સર ઍટલાસ પ્રોજેક્ટ ઉપયોગી માહિતી આપે છે. ભારતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચના ઉપક્રમે તથા રાષ્ટ્રીય કૅન્સર નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય કૅન્સર નોંધણી કાર્યક્રમ ચાલે છે. તે વિવિધ હૉસ્પિટલ-કેન્દ્રી અને વસ્તી-કેન્દ્રી નોંધણીઓ ચલાવે છે તથા રાષ્ટ્રીય કૅન્સર ઍટલાસનું પ્રકાશન કરે છે.

દર એક લાખની વસ્તીએ કોઈ ચોક્કસ વિસ્તારમાં એક વર્ષના ગાળામાં કૅન્સરના જેટલા નવા દર્દીઓ નોંધાય તેને નવસંભાવ્ય દર (incidence), જેટલા દર્દીઓ તેને કારણે મૃત્યુ પામે તેને મૃત્યુદર (death rate) અને જેટલા દર્દીઓ કૅન્સરના નિદાન સાથે જીવિત હોય તેને વસ્તીપ્રમાણ (prevalance) કહે છે. જે તે વર્ષમાં જે તે વિસ્તારમાં દર 1 લાખની વસ્તીએ કૅન્સરથી થયેલા કુલ મૃત્યુ ભાગ્યા નવા દર્દીઓની સંખ્યા વડે જે અંક મળે તેને વિસંભૂતિ દર અથવા મારકતા દર (fatality rate) કહે છે.

વિશ્વસ્તરે પણ આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રતિનિધિ સંસ્થાની ગ્લોબોકેન નામની શ્રેણી ઉપયોગી માહિતીનું ચયન કરે છે. તેમાં 26 પ્રમુખ કૅન્સરનાં નવસંભાવ્યદર (incidence), મૃત્યુદર તથા વસ્તીપ્રમાણ (prevalance) દર્શાવવામાં આવ્યાં છે. તેના છેલ્લા પ્રકાશનમાં સન 2002 માટેના આંકડા ઉપલબ્ધ થયેલા છે. તેના અંદાજ પ્રમાણે તે વર્ષે કૅન્સરના 109 લાખ નવા દર્દીઓ નોંધાયેલા, કૅન્સરને કારણે 87 લાખ મૃત્યુ થયેલાં અને 246 લાખ દર્દીઓ એવા હતા, જે વધુમાં વધુ 5 વર્ષથી કૅન્સરથી અસરગ્રસ્ત હતા. તેમાં ફેફસાંનું કૅન્સર (13.5 લાખ દર્દીઓ સાથે) પ્રથમ સ્થાને હતું, જ્યારે સ્તનનું કૅન્સર (11.8 લાખ) અને મોટા આંતરડા અને મળાશયનું કૅન્સર (10 લાખ) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને હતાં. મૃત્યુદરની રીતે ફેફસાંનું કૅન્સર (11.8 લાખ), જઠરનું કૅન્સર (7 લાખ) તથા યકૃત(liver)નું કૅન્સર (5.98 લાખ) અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને છે. વિશ્વમાં સ્તનના કૅન્સર સાથે જીવિત દર્દીઓ (નિદાન પછીના 5 વર્ષના ગાળામાં) સૌથી વધુ સંખ્યામાં છે – 44 લાખ.

વિશ્વભરમાં કૅન્સરના વિવિધ પ્રકારોના થવાના દરમાં ઘણી વિવિધતા રહે છે અને મુખ્યત્વે જીવનરીતિને કારણે છે; તેથી ઘણાં કૅન્સરને થતાં અટકાવી શકાશે તેવી માન્યતા છે. વસ્તીવધારો, લંબાતું આયુષ્ય, પશ્ર્ચિમી જીવનશૈલીનો વધતો વ્યાપ કૅન્સર થવાનો નવસંભાવ્યદર વધારે છે. તેથી સન 2000ના સંદર્ભે 50 %ના વધારાના અંદાજે સન 2020માં વિશ્વમાં 150 લાખ કૅન્સરના નવા દર્દીઓ નોંધાશે એમ મનાય છે.

અમેરિકામાં સન 2007માં 14.54 લાખ જેટલા કૅન્સરના નવા દર્દીઓ નોંધાયા હશે; જેમાં 7.66 લાખ પુરુષો અને 6.78 લાખ સ્ત્રીઓનો સમાવેશ થશે એવો અંદાજ મુકાયેલો છે. મુંબઈમાં નોંધાયેલા કૅન્સરના નવસંભાવ્યદર (નવા દર્દીઓનો દર 1 લાખે સંખ્યા) – incidence – કરતાં અમેરિકામાં પુરુષોમાં 3ગણો અને સ્ત્રીઓમાં બમણો દર નોંધાયો છે. અમેરિકામાં નિદાન પછીના 5 વર્ષના સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવે તો આશરે 40 લાખ દર્દીઓ કૅન્સર થયા પછી જીવિત છે. જો છેલ્લાં 26 વર્ષમાં નિદાન પામેલી બધી જ કૅન્સરગ્રસ્ત વ્યક્તિઓને ગણતરીમાં લેવામાં આવે (જેમાંની ઘણીને તે મટી પણ ગયું હોય), તો હાલ તેવી જીવિત વ્યક્તિઓની કુલ સંખ્યા 90 લાખ થવાની સંભાવના છે. અમેરિકામાં કૅન્સર બધા પ્રકારનાં મૃત્યુકારક કારણોમાં 25 % ફાળો ધરાવે છે. તે બાળકોમાં અકસ્માતો પછી અને મોટી ઉંમરે હૃદયરોગ પછી મૃત્યુકારક વ્યાધિ તરીકે બીજું સ્થાન ધરાવે છે. હાલ ત્યાં ફેફસાંના કૅન્સરના નવસંભાવ્યદરમાં થયેલા ઘટાડાને કારણે (પુરુષોમાં) તથા સ્તન અને મોટા આંતરડાના કૅન્સરની સારવારમાં સુધારો થવાને કારણે કૅન્સરથી થતા મૃત્યુનું પ્રમાણ થોડેક અંશે પણ સ્પષ્ટ રીતે ઘટ્યું છે.

સારણી 37 અને 38માં અનુક્રમે સન 2002માં વિશ્વસ્તરે કૅન્સરનો નવસંભાવ્યદર (incidence) અને તે થવાની દુ:સંભાવના (જોખમ, risk) દર્શાવ્યાં છે.

વર્ષ દરમિયાન જે તે કૅન્સરના મૃતકોની સંખ્યા ભાગ્યા જે તે કૅન્સરના નવસંભાવ્યદર દ્વારા જે આંકડો આવે તેને વિસંભૂતિદર અથવા મારકતાદર (fatality rate) કહે છે. મુખ્ય 5 કૅન્સરનો વિસંભૂતિદર સારણી 39માં દર્શાવ્યો છે.

સારણી 37 : વિશ્વમાં સન 2002માં સ્ત્રીપુરુષોમાં કૅન્સરના નવા દર્દીઓની સંખ્યાનો અંદાજ

કૅન્સર નવા દર્દીઓ મૃત્યુદર
  પુરુષો સ્ત્રીઓ પુરુષો સ્ત્રીઓ
1.      મુખગુહા 1,75,916 98,373 80,736 46,723
2.      નાકગળું1 55,796 24,247 34,913 15,419
3.      ગળાનો અન્ય ભાગ 1,06,219 24,077 67,964 16,029
4.      સ્વરપેટી 1,39,230 20,011 78,629 11,327
5.      ફેફસું 9,65,214 3,86,891 8,48,132 3,30,786
6.      અન્નનળી 3,15,394 1,46,723 2,61,162 1,24,730
7.      જઠર 6,03,419 3,30,518 4,46,052 2,54,297
8. મોટું આંતરડુંમળાશય 5,50,465 4,72,687 2,78,446 2,50,532
9. યકૃત2 4,42,119 1,84,043 4,16,882 1,81,439
10. સ્વાદુપિંડ3 1,24,841 1,07,465 1,19,544 1,07,479
11. કૃષ્ણાર્બુદ4 79,043 81,134 21,952 18,829
12. મૂત્રપિંડ 1,29,223 79,257 62,696 39,199
13. મૂત્રાશય 2,73,858 82,694 1,08,310 36,699
14. મગજ 1,08,221 81,264 80,034 61,616
15. ગલગ્રંથિ5 37,424 1,03,589 11,297 24,078
16. લસિકાર્બુદ6 1,75,123 1,25,448 98,865 72,955
17. હૉજક્ધિાનો રોગ 38,218 24,111 14,460 8,352
18. બહુમજ્જાર્બુદ7 46,512 39,192 32,696 29,839
19. રુધિરકૅન્સર8 1,71,037 1,29,485 1,25,142 97,364
20. સ્તન 11,51,298 4,10,712
21. ગર્ભાશય-ગ્રીવા9 4,93,243 2,73,505
22. ગર્ભાશય-કાળ10 1,98,783 50,327
23. અંડપિંડ 2,04,499 1,24,866
24. પુર:સ્થ ગ્રંથિ11 8,79,023 2,21,002
25. શુક્રપિંડ 48,613 8,879
બધાં કૅન્સર (ચામડીના કૅન્સર વગર) 58,01,839 50,60,657 37,95,991 25,87,100

1,08,62,496

63,83,091

(1) nasopharynx, (2) liver, (3) pancreas, (4) melanoma, (5) thyroid, (6) lymphoma, (7) multiple myeloma, (8) leukaemia, (9) cervix,

(10) body uterus, (11) prostate

ફેફસાંનું કૅન્સર વિકસિત દેશોમાં વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે. તેનો સ્ત્રીઓમાં પણ વ્યાપ વધ્યો છે. તેનું મુખ્ય કારણ ધૂમ્રપાન મનાય છે. તેને કારણે ધૂમ્રપાનનો નિષેધ કરવાની વિશ્વવ્યાપી ઝુંબેશ ચાલે છે. હાલ વિકસિત દેશોની સરખામણીએ વિકાસશીલ દેશોમાં કૅન્સરનું પ્રમાણ લગભગ અર્ધું છે. ધૂમ્રપાન દ્વારા જોખમ રહે છે. ધૂમ્રપાન ન કરતી સ્ત્રીનો પતિ ધૂમ્રપાન કરતો હોય તો તેનો ધુમાડો પત્નીના શ્વાસમાં જાય છે અને આમ પરોક્ષ ધૂમ્રપાન થાય છે. લાંબા સમયના સતત ધૂમ્રપાનને કારણે ફેફસાં તથા અન્ય અવયવો(દા.ત., ગળું,

સારણી 38 : વિશ્વમાં સન 2002માં વિવિધ કૅન્સર થવાની દુ:સંભાવના (જોખમ, risk) 0થી 64 વર્ષની વયે. આંકડાટકાદર્શાવે છે.

મુખ્ય કૅન્સર કૅન્સર થવાની
દુ:સંભાવના
મૃત્યુ થવાની
દુ:સંભાવના
પુરુષ સ્ત્રી પુરુષ સ્ત્રી
 1. મોં, ગળું, નાકગળું વગેરે 1.1 0.4 0.7 0.1
 2. અન્નનળી, જઠર,
મોટું આંતરડું વગેરે
2.7 1.5 1.7 0.9
 3. યકૃત-સ્વાદુપિંડ 1.2 0.4 1.1 0.4
 4. ફેફસું 1.7 0.6 1.4 0.5
 5. સ્તન 2.6 0.9
 6. અંડપિંડ 0.5 0.2
 7. ગર્ભાશય-કાય 1.3 0.7
 8. ગર્ભાશય-ગ્રીવા 0.4 0.2
 9. શુક્રપિંડ 0.1 0.1
10. મૂત્રમાર્ગ 0.7 0.2 0.2 0.1
11. મગજ 0.2 0.2 0.2 0.1
12. લોહીનાં કૅન્સર તથા
લિમ્ફોમા, હૉજકિનનો
રોગ વગેરે
0.8 0.6 0.5 0.3
કુલ 10.3 9.5 6.4 4.9

સ્વરપેટી, અન્નનળી, મૂત્રાશય, સ્વાદુપિંડ અને મૂત્રપિંડ)નાં કૅન્સર થાય છે. દુનિયામાં પુરુષોમાં સૌથી વધુ ફેફસાંનું કૅન્સર અને સ્ત્રીઓમાં સ્તનનું કૅન્સર થાય છે. જ્યારે સ્ત્રી-પુરુષ દર્દીઓની સંયુક્ત સંખ્યા લેતાં પણ સૌથી વધુ ફેફસાના કૅન્સરનું પ્રમાણ છે. પુરુષોમાં પ્રથમ કૅન્સરગ્રસ્ત અવયવોમાં ક્રમશ: ફેફસું, પુર:સ્થ (prostate) ગ્રંથિ, જઠર, મોટું આંતરડું અને યકૃત આવે છે. સ્ત્રીઓમાં થતા કૅન્સર દ્વારા ક્રમશ: સ્તન, ગર્ભાશય-ગ્રીવા, મળાશય અને મોટું આંતરડું, ફેફસું, જઠર અસરગ્રસ્ત થાય છે. પુરુષો અને સ્ત્રીઓના સંયુક્ત આંકડા પ્રમાણે ક્રમશ: ફેફસું, સ્તન, મોટું આંતરડું, જઠર અને યકૃત સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે.

સારણી 39 : મહત્વના કૅન્સરનો વિસંભૂતિદર (મારકતાદર, fatality rate)

કૅન્સર નવસંભાવ્યદર
(ક્રમ)(incidence)
મૃત્યુદર (ક્રમ)(death rate)

વિસંભૂતિદર/મારકતાદર
(fatality rate)

1. ફેફસું 13.5 લાખ (1) 11.8 લાખ (1) 0.87
2. સ્તન 11.5 લાખ (2) 4 લાખ (5) 0.35
3. જઠર 9.34 લાખ (4) 7 લાખ (2) 0.75
4. યકૃત 6.26 લાખ (5) 5.98 લાખ (3) 0.96
5. મોટું આંતરડું-

મળાશય

10.2 લાખ (3) 5.29 લાખ (4) 0.52

વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા બે દેશો, ચીન અને ભારતમાં 18થી 20 વર્ષથી ઉપરના થી  પુરુષો તમાકુ ચાવવાના કે તેનું ધૂમ્રપાન કરવાના વ્યસની છે. કેટલાક અન્ય વિકાસશીલ દેશોમાં ક્યારેક આ પ્રમાણ 50 % જેટલું થાય છે. તમાકુનો સૌથી વધુ વાર્ષિક વપરાશ ચીનમાં થાય છે. તે પછી ક્રમશ: અમેરિકા, રશિયા, ભારત, જાપાન અને બ્રાઝિલ આવે છે. વિકાસશીલ દેશોમાં વિશ્વની કુલ તમાકુનો  ભાગ વપરાય છે. 20મી સદીમાં તમાકુને કારણે કૅન્સર તથા અન્ય રોગોથી 1,000 લાખ મૃત્યુ થયાં હતાં. વિશ્વમાં સન 2000માં નોંધાયેલ કૅન્સરના 40 % નવા દર્દીઓ અને 48 % મૃત્યુમાં તમાકુ અને ખોરાક મહત્વનાં પરિબળો હતાં. વીસમી સદીમાં 1,000 લાખ મૃત્યુનું કારણ તમાકુ છે. ધૂમ્રપાન કરનારામાંથી અર્ધાં કૅન્સરને કારણે મૃત્યુ પામે છે, જ્યારે 25 % જેટલા રાષ્ટ્રીય સંભવિત આયુષ્ય કરતાં વહેલાં મૃત્યુ પામે છે.

કૅન્સર કોઈ પણ ભાગમાં વિકસી શકે પરંતુ તે ક્યાંક ઓછા પ્રમાણમાં થાય છે; જેમ કે નાનું આંતરડું, હૃદય વગેરે અને ક્યાંક તેનું પ્રમાણ વધુ હોય છે; જેમ કે ફેફસાં, મોટું આંતરડું, ગર્ભાશય-ગ્રીવા, સ્તન વગેરે. વળી તેના વ્યાપમાં પ્રાદેશિક પરિબળો પણ કાર્યરત હોય છે; જેમ કે જાપાનમાં જઠરનું કૅન્સર વધુ જોવા મળે છે પરંતુ અમેરિકામાં વસતા જાપાનીઓમાં તેટલા પ્રમાણમાં તે થતું નથી. ક્યારેક ચોક્કસ લોકજાતિ(race)માં તે વધુ જોવા મળે છે; જેમ કે નાકની પાછળના ગળાના ભાગનું કૅન્સર આમ તો ભાગ્યે જ જોવા મળતું કૅન્સર છે પરંતુ તે વિશ્વમાં ગમે ત્યાં રહેતા દક્ષિણ ચીનના વતનીઓમાં વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. તેવી જ રીતે યહૂદી સ્ત્રીમાં ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર ભાગ્યે જ થાય છે, પરંતુ સ્તનનું કૅન્સર વધુ જોવા મળે છે. અમેરિકામાં જ શ્વેત નાગરિકો કરતાં અશ્વેત (હબસી) નાગરિકોમાં પુર:સ્થ ગ્રંથિનું કૅન્સર બમણા પ્રમાણમાં જોવા મળે છે. એક જ દેશમાં પણ જુદા જુદા વિસ્તારોમાં તેનું જુદું જુદું પ્રમાણ જોવા મળે છે; દા.ત., જઠરનું કૅન્સર જેટલું લિવરપૂલમાં જોવા મળે છે તેનાથી અર્ધું ઑક્સફર્ડમાં થાય છે અને ફ્રાન્સના બ્રિટની અને નૉર્મન્ડી વિસ્તારોને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં અન્નનળીનું કૅન્સર ઓછું વ્યાપક છે. જઠરના કૅન્સરના ઘણા દર્દીઓ ગરીબ અને શુક્રપિંડના કૅન્સરના ઘણા દર્દીઓ ધનિક હોય છે. ધૂમ્રપાન કરનારામાં ફેફસાંનું કૅન્સર વધુ થાય છે; પરંતુ ઍસ્બેસ્ટૉસ સાથે કામ કરતા અને ધૂમ્રપાન કરતા લોકોમાં તેનું પ્રમાણ 10ગણું વધી જાય છે.

સમયના ગાળા પ્રમાણે પણ કૅન્સરના પ્રમાણમાં વધઘટ થાય છે. વીસમી સદીના પહેલા-બીજા દાયકામાં અમેરિકામાં જઠરનું કૅન્સર જોવા મળતું હતું તેના કરતાં ઘણા જ ઓછા પ્રમાણમાં આજે થાય છે. જોકે હજુ પણ નાઇજીરિયામાં પૈસાદાર વર્ગને બાજુ પર રાખતાં, ફેફસાના કૅન્સરનું પ્રમાણ નહિવત્ છે. કૅન્સરના પ્રમાણમાં થતા આવા ફેરફારો જીવનપદ્ધતિમાં આવતા તફાવતોને કારણે હોઈ શકે. તેને જ કારણે અમેરિકાના જાપાનીઓને જઠરનું કૅન્સર જાપાનમાંના જાપાનીઓ કરતાં ઓછા પ્રમાણમાં થાય છે. ઇઝરાયલમાં રહેતા યુરોપિયનોમાં કૃષ્ણકોશી કૅન્સર (malignant melanoma) વધુ પ્રમાણમાં થાય છે. તેનું કારણ સૂર્યના પ્રકાશનો તફાવત મનાય છે.

કૅન્સરના વિવિધ સ્થળે અને સમયે જુદા જુદા પ્રમાણનું કારણ જીવનશૈલી મનાય છે. વ્યક્તિગત ટેવો (પાન ચાવવું, તમાકુ ચાવવી, ધૂમ્રપાન કરવું, મદ્યપાન કરવું, જાતીયતા, આહારની ટેવો વગેરે), સામાજિક પરિબળો (લગ્નની ઉંમર, બાળકોની સંખ્યા) વગેરે પાસાં આમાં અગત્યનો ભાગ ભજવે છે.

સન 2000માં વિશ્વમાં 560 લાખ મૃત્યુ નોંધાયાં હતાં, જેમાંનાં 12 % (62 લાખ) લોકો કૅન્સરથી મૃત્યુ પામ્યા હતા. તે વર્ષે વિશ્વમાં 53 લાખ પુરુષો અને 47 લાખ સ્ત્રીઓમાં કૅન્સર ઉદભવ્યું હતું. આ 100 લાખ નવા દર્દીઓમાં 40 % (40 લાખ) દર્દીઓનાં તમાકુ અને ખોરાકની શૈલીને કારણે મૃત્યુ થયાં હતાં. કૅન્સરકૃત મૃત્યુના 43 % એટલે 27 લાખ મૃત્યુ પણ તમાકુ અને આહારને કારણે થયાં હતાં. આમ તમાકુ અને આહારશૈલી પ્રમુખ કારણો બને છે અને તેમને કેન્દ્રમાં રાખીને કૅન્સરનો વ્યાપ ઘટાડવાના પ્રયત્નો પણ કરી શકાય તેમ છે. આ ઉપરાંત 23 % દર્દીઓને વિવિધ પ્રકારના ચેપ પણ કૅન્સર કરે છે; જેમ કે યકૃતશોથ (hepatitis)  બી અને સી, એચ.આઈ.વી., એચ. પાયલોરી વગેરે. તે પણ નિયંત્રણશીલ પરિબળ ગણી શકાય.

કૅન્સરના વધતા જતા પ્રમાણના કારણે ‘કૅન્સર સામે વૈશ્ર્વિક યુદ્ધ’ની ભૂમિકા સર્જાઈ છે. હાલ વિશ્વભરમાં તેને લગતાં સંશોધનોમાં ઘણી મોટી મૂડીનું રોકાણ થઈ રહ્યું છે. કૅન્સરની સારવારમાં શસ્ત્રક્રિયા ઉપરાંત વિકિરણનો અને દવાઓના ઉત્પાદનને કારણે કેટલાંય કૅન્સર હવે મટાડવાં શક્ય બન્યાં છે. અમેરિકાના રાષ્ટ્રીય કૅન્સર કાર્યક્રમમાં હાલ સારવાર ઉપરાંત કૅન્સર થતું અટકાવવાના પ્રયત્નોને સામેલ કરવામાં આવ્યા છે.

વિશ્વમાં કૅન્સર સાથે જીવિત વ્યક્તિઓ(5 વર્ષના સમયગાળામાં નિદાન)ના 17.9 %ને સ્તનનું, 11.5 %ને મોટા આંતરડા અને મળાશયનું અને 9.6 %ને પુર:સ્થ ગ્રંથિ(prostate gland)નું કૅન્સર હોય છે.

સારણી 40 : 5 વર્ષના જીવનકાળનો દર (ટકામાં)

કૅન્સર લિંગ ભારત વિકાસશીલ દેશો વિકસિત દેશો
અન્નનળી પુરુષ 13 17 15
  સ્ત્રી 14 16 8
જઠર પુરુષ 14 21 35
સ્ત્રી 14 20 31
મોટું આંતરડું પુરુષ 28 39 56
મળાશય સ્ત્રી 31 39 54
યકૃત પુરુષ 4 5 6
સ્ત્રી 9 3 0
ફેફસું પુરુષ 12 12 13
સ્ત્રી 11 12 20
સ્તન સ્ત્રી 46 57 73
ગર્ભાશય-ગ્રીવા સ્ત્રી 42 41 61
ગર્ભાશયકાય સ્ત્રી 59 67 82
પુર:સ્થ ગ્રંથિ પુરુષ 35 45 76
રુધિરકૅન્સર પુરુષ 19 19 40
સ્ત્રી 19 19 39

કૅન્સરના નવા દર્દીઓમાં પુરુષ-સ્ત્રીનો ગુણોત્તર 1.15 : 1 છે; જ્યારે મૃત્યુ માટેનો પુરુષ-સ્ત્રીનો ગુણોત્તર વધુ એટલે કે 1.3 : 1 છે; કેમ કે પુરુષોમાં થતાં કૅન્સરમાં ફેફસું, જઠર, યકૃત અને અન્નનળીના કૅન્સરનો મુખ્ય સમાવેશ થાય છે; જેમાં મૃત્યુદર વધુ રહે છે.

સારણી 41 : અમેરિકામાં કૅન્સરના મૃત્યુદરમાં થઈ રહેલા ઘટાડામાં વિવિધ કૅન્સરની સ્થિતિ (મૃત્યુદર = મૃતકસંખ્યા / 1 લાખ વસ્તી / એક વર્ષ)

કૅન્સર જાતિ મૃત્યુદર મૃત્યુદરમાં વધારો/ઘટાડો
1990/91 2003 ઘટાડો વધારો %
 1. ફેફસું પુરુષ 90.56 71.92 18.64 – 20.58
 2. પુર:સ્થ ગ્રંથિ1 પુરુષ 38.56 26.56 12.00 – 31.12
 3. મોટું આંતરડું/મળાશય પુરુષ 30.77 2.96 7.81 – 25.58
 4. અન્નનળી પુરુષ 7.10 7.74 0.58 + 8.10
 5. યકૃત અને
યકૃતાંત:
પિત્તનળીઓ*
પુરુષ 5.27 7.38 2.11 + 40.04
 6. ગલગ્રંથિ2 પુરુષ 0.37 0.42 0.05 + 13.51
 7. કૃષ્ણાર્બુદ3 પુરુષ 3.80 3.88 0.08 + 2.11
 8. અન્ય પુરુષ 10.03
 9. સ્તન સ્ત્રી 32.69 25.19 7.50 – 22.94
10. મોટું આંતરડું/

મળાશય

સ્ત્રી 20.30 16.05 4.25 20.94
11. ફેફસું સ્ત્રી 37.61 41.24 3.83 + 9.65
12. યકૃત અને
યકૃતાંત:
પિત્તનળીઓ*
સ્ત્રી 2.51 3.11 0.60 + 23.90
13. અન્ય સ્ત્રી 7.29
કુલ પુરુષ 279.82 234.12 45.70 16.33
કુલ સ્ત્રી 175.30 160.49 14.81 8.45
નોંધ : (-) ઘટાડો, (+) વધારો. પુરુષોમાં મૃત્યુદરની ટોચ 1990માં હતી અને સ્ત્રીઓમાં 1991માં હતી તેથી જે તે વર્ષના આંકડા સાથે સન 2003ના આંકડા સરખાવ્યા છે. (1) prostate gland, (2) liver and intra hepatic biliary ducts, (3) melanoma

ભારતમાં કૅન્સરનો વ્યાપ : ભારતમાં સન 1982માં રાષ્ટ્રીય કૅન્સર નોંધણી-કાર્યક્રમ (national cancer registry programme) શરૂ થયો. તેની અંતર્ગત કૅન્સરના વ્યાપ અને મૃત્યુ અંગે માહિતી મેળવવા માટે વિવિધ 19 જેટલી હૉસ્પિટલ-સ્થિત તથા વસ્તીવ્યાપી નોંધણીઓ (registries) કાર્યરત છે, જેને ભારતની રાષ્ટ્રીય કૅન્સર-નોંધણી-કાર્યક્રમ હેઠળ આવરી લેવાયેલી છે. તેમાં 12 શહેરી અને 2 ગ્રામીણ વસ્તીવ્યાપી નોંધણીઓ છે જ્યારે 5 હૉસ્પિટલ-સ્થિત નોંધણીઓનો સમાવેશ થાય છે. સન 2001-04નો સંયુક્ત અહેવાલ બહાર પડેલો છે. કુલ 12.03 કરોડની વસ્તીને આવરી લેતી 7 નોંધણીઓમાં 89,297 કૅન્સરના દર્દીઓ નોંધાયા હતા. શહેરી નોંધણીઓમાં પુરુષોમાં વય-સુસંગત નવસંભાવ્યદર (age adjusted incidence) 95.5થી 114.9 છે, જ્યારે ગ્રામવિસ્તારોમાં તે 43.8 (બર્શી) અને 68 (અમદાવાદ-ગ્રામ) છે. સ્ત્રીઓમાં આ આંકડા અનુક્રમે 101.7થી 116.5 અને 53.3 તથા 39.8 છે.

સારણી 42 : અમેરિકામાં બાળકોનાં કૅન્સરમાં 5 વર્ષથી વધુ જીવનકાળ ધરાવતાં કૅન્સર

 

કૅન્સર

5 વર્ષથી વધુ જીવનકાળ ધરાવનાર (%)
1975-1977માં
નિદાન

1996–2002માં
નિદાન

1. એક્યૂટ લિમ્ફેટિક લ્યૂકીમિયા 58 87
2. એક્યૂટ માયેલાઇડ લ્યૂકીમિયા 19 53
3. હાડકાં અને સાંધા 51 72
4. મગજ અને ચેતાતંત્ર 57 74
5. ન્યુરોબ્લાસ્ટોમા 52 69
6. હૉજકિનનો રોગ 81 95
7. લસિકાર્બુદ 43 88
8. મૃદુપેશી 61 72
9. વિલ્મની ગાંઠ 73 92
10. બધાં કૅન્સર 58 79

તેના પરથી ગણી કઢાયું છે કે શહેરી વિસ્તારમાં કૅન્સર થવાનું જોખમ (0થી 64 વર્ષની વયે) પુરુષોમાં દર 14થી 19ની વસ્તીએ એક છે, જ્યારે ગ્રામવિસ્તારમાં તે 35ની વસ્તીએ એક (બર્શી) અથવા 22ની વસ્તીએ એક (અમદાવાદ) છે. સ્ત્રીઓમાં આ આંકડા અનુક્રમે 12થી 15 અને 24થી 34 છે.

પુરુષોનાં કૅન્સરના અર્ધા જેટલા અને સ્ત્રીઓનાં કૅન્સરના 20 % દર્દીઓ તમાકુને કારણે રોગગ્રસ્ત થાય છે. આમ તમાકુને કારણે કૅન્સરગ્રસ્ત દર્દીઓ કુલ દર્દીઓમાંના ત્રીજા ભાગના છે.

ભારતમાં મૃત્યુનાં કારણોમાં કૅન્સરનું સ્થાન આઠમું હતું (1980) તે હવે સાતમું થયું છે (1990). ભારતમાં દર વર્ષે કૅન્સરના આશરે 6 લાખ નવા દર્દીઓ નોંધાય છે અને તેથી દર વર્ષે 25 લાખ દર્દીઓ કૅન્સરના રોગની સારવાર લે છે. ભારતની વિશાળતાને લીધે તેમાં પણ પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે. તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઓરિસામાં જઠરના કૅન્સરનું પ્રમાણ વધુ છે. કેરળમાં ફેફસાંનું કૅન્સર વધુ છે અને તેના પછી અન્નનળી, જઠર, યકૃત અને ગળાનો નીચલો ભાગ આવે છે. મુંબઈમાં ફેફસાંનું કૅન્સર તથા પુણે અને નાગપુરમાં અન્નનળીનું કૅન્સર સૌથી વધુ જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ ગળાનું કૅન્સર થાય છે. કાશ્મીરમાં અન્નનળીનું કૅન્સર વધુ જોવા મળે છે. દક્ષિણ ભારતના પુરુષોમાં જઠરનું કૅન્સર વધુ જોવા મળે છે, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્રમાં ગળા અને અન્નનળીનું કૅન્સર વધુ છે. ભારતીય સ્ત્રીઓમાં ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર મુખ્ય છે; પરંતુ અમદાવાદ, મુંબઈ જેવા શહેરી વિસ્તારમાં સ્તનનું કૅન્સર પણ વ્યાપક છે. ગુજરાતમાં દર વર્ષે કૅન્સરના લગભગ 35,000 નવા દર્દીઓ ઉમેરાય છે અને 1.4 લાખ દર્દીઓ કૅન્સરની સારવાર લે છે. ગુજરાતમાં દર વર્ષે કૅન્સરના 1,200 બાળદર્દીઓ ઉમેરાય છે તેમાંના ત્રીજા ભાગનાને લ્યૂકીમિયા થાય છે.

સારણી 43 : ભારતમાં વિવિધ નોંધણીઓમાં પ્રથમ 5 સ્થાને આવતાં કૅન્સર

       નોંધણી જાતિ સ્થાન
1 2 3 4 5
 1. અમદાવાદ
(ગ્રામીણ)
પુરુષ જીભ
10.5 %
મોં
10.5 %
ફેફસું
7.6 %
અધોગળું
6.9 %
અન્નનળી
5.2 %
સ્ત્રી સ્તન
19.3 %
ગર્ભાશય-
ગ્રીવા
14.4 %
અંડપિંડ
6.1 %
મોં
4.9 %
અન્નનળી
3.8 %
 2. બર્શી (ગ્રામીણ) પુરુષ અન્નનળી 10.4 % અધોગળું
7.3 %
યકૃત
6.9 %
મોં
6.9 %
ફેફસું
4.7 %
સ્ત્રી ગર્ભાશય-
ગ્રીવા
36.8 %
સ્તન
16.9 %
અન્નનળી
4.5 %
મોં
3.9 %
અંડપિંડ
3.4 %
 3. બૅંગલોર પુરુષ જઠર
9.3 %
ફેફસું
8.1 %
અન્નનળી
7.4 %
પુર:સ્થ
ગ્રંથિ
5.5 %
મગજ-
ચેતાતંત્ર
4.7 %
સ્ત્રી સ્તન
24.6 %
ગર્ભાશય-ગ્રીવા
15.9 %
અન્નનળી
5.9 %
અંડપિંડ
5.2 %
મોં
4.6 %
 4. ભોપાલ પુરુષ ફેફસું
11.1 %
જીભ
9.5 %
મુખ
8.3 %
અન્નનળી
6.7 %
અધોગળું
5.5 %
સ્ત્રી સ્તન
24.9 %
ગર્ભાશય-
ગ્રીવા
19.7 %
અંડપિંડ
6.5 %
મુખ
5 %
પિત્તાશય
4.5 %
 5. ચેન્નાઈ પુરુષ જઠર
10.2 %
ફેફસું
10 %
અન્નનળી
7.6 %
મોં
5.7 %
જીભ
5 %
સ્ત્રી સ્તન
26.1 %
ગર્ભાશય-
ગ્રીવા
21.2 %
અંડપિંડ
5.1 %
જઠર
4.7 %
મોં
4.3 %
 6. દિલ્હી પુરુષ ફેફસું
10.5 %
સ્વરપેટી
5.9 %
જીભ
5.4 %
પ્રોસ્ટેટ
5.3 %
લિમ્ફોમા
5.1 %
સ્ત્રી સ્તન
25.1 %
ગર્ભાશય-
ગ્રીવા
14.9 %
અંડપિંડ
7.2 %
પિત્તાશય
5.8 %
ગર્ભાશય-
કાય
3.3 %
7. મુંબઈ પુરુષ ફેફસું
8.2 %
મોં
7.7 %
સ્વરપેટી
5.8 %
અન્ન-
નળી
5.7 %
પુર:સ્થ
ગ્રંથિ
5.4 %
સ્ત્રી સ્તન
27.5 %
ગર્ભાશય-
ગ્રીવા
13.0 %
અંડપિંડ
7.3 %
અન્ન-
નળી
4.1 %
મોં
3.4 %

કૅન્સર હૉસ્પિટલો તથા કૅન્સરનિયંત્રણ માટેની સંસ્થાઓ : કૅન્સરના રોગની સારવાર આપતી તથા તેના વિશે સંશોધન કરતી સંસ્થાઓને 5 વિભાગમાં વહેંચી નંખાય છે : (1) સર્વગ્રાહી કૅન્સર કેન્દ્રો (comprehensive cancer centres), (2) કૅન્સર સંશોધન સંસ્થાઓ, (3) યુનિવર્સિટીના વિભાગો અથવા જૈવતબીબી (biomedical) સંશોધન કેન્દ્રો, (4) કૅન્સર હૉસ્પિટલો તથા અન્ય હૉસ્પિટલો જેમાં કૅન્સરની સારવારનો અલાયદો વિભાગ હોય તથા (5) કૅન્સરના રોગના નિયંત્રણ માટે કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ : મુખ્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સારણી 44માં દર્શાવી છે.

સારણી 44 : કૅન્સરનિયંત્રણ માટે કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ

1. ઇન્ટરનૅશનલ યુનિયન અગેન્સ્ટ કૅન્સર (UICC), જિનીવા
2. કમિટી ઑન ઇન્ટરનૅશનલ કોલૅબોરેટિવ ઍક્ટિવિટીઝ (CICA),
જિનીવા
3. ઇન્ટરનૅશનલ કૅન્સર રિસર્ચ ડેટા બૅન્ક (ICRDB), યુ.એસ.
4. યુરોપિયન ઑર્ગેનાઇઝેશન ફૉર રિસર્ચ ઑન ટ્રીટમેન્ટ ઑવ્
કૅન્સર (EORTC), સ્વિટ્ઝર્લૅન્ડ
5. ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સર, ફ્રાન્સ
6. ઑર્ગેનાઇઝેશન ઑવ્ યુરોપિયન કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ્સ (OECI),
સ્વિટ્ઝર્લૅન્ડ
7. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન કૅન્સર યુનિટ

ઇન્ટરનૅશનલ યુનિયન અગેન્સ્ટ કૅન્સર : એક આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સેવાભાવી બિનસરકારી સંસ્થા છે. તેનો મુખ્ય ઉદ્દેશ સંશોધનો, સારવાર, ઉપાયો તથા પ્રતિરોધ (prevention) સાથેની કૅન્સરવિરોધી આંતરરાષ્ટ્રીય ઝુંબેશ ચલાવવાનો છે. તે તબીબી તથા બિનતબીબી સંશોધનોને માટે ડૉક્ટરો તથા વૈજ્ઞાનિક સંશોધકોને પ્રોત્સાહિત કરે છે. 1986માં તેની છેલ્લી ડિરેક્ટરી બહાર પડી હતી અને તે પ્રમાણે તેમાં 81 દેશોની 248 સંસ્થાઓ સભ્ય તરીકે જોડાયેલી છે.

તે આંતરરાષ્ટ્રીય કૅન્સર મહાઅધિવેશનો(congresses)ની સાથે સંકળાયેલી છે. સૌપ્રથમ મહાઅધિવેશન 1947માં યુ.એસ.માં ભરાયું હતું. ત્યાર બાદ 1950થી દર ચાર વર્ષે વિશ્વના કોઈ એક ખૂણે તે ભરાય છે. 1994માં તે નવી દિલ્હી ખાતે ભરાવાનું હતું. તે ‘ઇન્ટરનૅશનલ જર્નલ ઑવ્ કૅન્સર’ તથા ‘ઇન્ટરનૅશનલ કૅન્સર ન્યૂઝ’ નામનાં બે સામયિકો બહાર પાડે છે તથા તેણે 79થી વધુ પુસ્તકો ધરાવતી ટૅકનિકલ રિપોર્ટની શ્રેણી પણ બહાર પાડેલી છે. આ ઉપરાંત કૅન્સરને લગતાં અન્ય પ્રકાશનો પણ કરેલાં છે. તેનાં ધ્યેયો પૂર્ણ કરવા માટે તે વિવિધ કાર્યક્રમો અને પ્રોજેક્ટ હાથ ધરે છે. પ્રચાર, વ્યવસ્થા અને જાહેર શિક્ષણના તેના કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં તથા કામધંધાની જગ્યાએ કૅન્સર અંગેની માહિતી અને શિક્ષણ આપવાં, કૅન્સર અંગેના શિક્ષણમાં ડૉક્ટરોનો સહકાર મેળવવો, રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક કાર્યશાળાઓ યોજવી વગેરે અનેક પ્રોજેક્ટ હાથ પર લેવાયેલા છે. આવી જ રીતે તે કૅન્સર અને નિદાનના કાર્યક્રમ, વસ્તીરોગવિદ્યા અને પ્રતિરોધ કાર્યક્રમ, આંતરરાષ્ટ્રીય સંશોધકોના વિનિમય કાર્યક્રમ, કૅન્સર સંસ્થાઓ વચ્ચે માહિતીની આપલે તથા સહકાર વિકસે માટે કમિટી ઑન ઇન્ટરનૅશનલ કોલૅબોરેટિવ ઍક્ટિવિટીઝનો કાર્યક્રમ, વ્યાવસાયિક શિક્ષણ કાર્યક્રમ, ધૂમ્રપાનનિયંત્રણ કાર્યક્રમ, સારવાર અને પુનર્વાસ કાર્યક્રમ, ટ્યૂમર બાયૉલૉજી કાર્યક્રમ વગેરે કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે.

અમેરિકાની નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટનું ઇન્ટરનૅશનલ કૅન્સર ઇન્ફર્મેશન સેન્ટર (ICIC) આંતરરાષ્ટ્રીય માહિતી વિતરણ માટે ઇન્ટરનૅશનલ કૅન્સર રિસર્ચ ડેટા બૅંક ચલાવે છે. યુરોપિયન ઑર્ગેનાઇઝેશન ફૉર રિસર્ચ ઍન્ડ ટ્રીટમેન્ટ ઑવ્ કૅન્સર નામની સંસ્થા પ્રાયોગિક કીમોથેરાપી તથા નવાં ઔષધોનું સંશોધન અને તેનો વિકાસ કરે છે. બહુકેન્દ્રીય સારવાર પ્રયોગોનું આયોજન કરે છે. ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑવ્ કૅન્સર નામની સંસ્થા પર્યાવરણમાંના કૅન્સરકારકો તથા તેમની સામેનાં શારીરિક પરિબળો, પૃથક્કારી વસ્તીરોગવિદ્યા (analytic-epidemiology), જૈવ આંકડાશાસ્ત્ર, આહાર અને કૅન્સર તથા વ્યાવસાયિક શિક્ષણનાં ક્ષેત્રોમાં કાર્ય કરે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું કૅન્સર યુનિટ પણ કૅન્સરની સારવાર અંગેનું સંશોધન, કૅન્સરનિયંત્રણ અને વસ્તીરોગવિદ્યા તથા વ્યાવસાયિક શિક્ષણનાં ક્ષેત્રોમાં કાર્ય કરે છે.

સારણી 45માં ભારતમાંની UICCની સભ્યસંસ્થાઓની યાદી આપેલી છે.

ભારતમાં કૅન્સરની સારવાર માટે નવાં કેન્દ્રો બની રહ્યાં છે અને વિકાસ પણ પામી રહ્યાં છે. ગુજરાતમાં હાલ 61 રેડિયોથેરાપી યંત્રોની

સારણી 45 : ભારતમાં આવેલી UICCની કેટલીક સભ્યસંસ્થાઓ

1. કૅન્સર કેર ટ્રસ્ટ ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ઇન્દોર
2. કૅન્સર હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર, ગ્વાલિયર
3. કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ, અડ્યાર, ચેન્નાઈ
4. ચિત્તરંજન નૅશનલ કૅન્સર રિસર્ચ સેન્ટર, કોલકાતા
5. સાયટોલૉજી રિસર્ચ સેન્ટર, નવી દિલ્હી
6. ગોવા કૅન્સર સોસાયટી, ગોવા
7. ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ
8. ઇન્ડિયન કૅન્સર સોસાયટી, મુંબઈ
9. ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઑન્કોલૉજી, મુંબઈ
10. કર્ણાટક કૅન્સરથેરાપી ઍન્ડ રિસર્ચ સેન્ટર, હૂબલી
11. કિડવાઈ મેમૉરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑન્કોલૉજી, બૅંગલોર
12. મેહરબાઈ ટાટા મેમૉરિયલ હૉસ્પિટલ, જમશેદપુર
13. ટાટા મેમૉરિયલ સેન્ટર, મુંબઈ

જરૂરિયાત સામે ફક્ત 10ની ઉપલબ્ધિ છે તથા મુખ્ય કૅન્સર-ચિકિત્સાલયો વિકસ્યાં છે, જેમાં ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ મુખ્ય છે. અન્ય કેન્દ્રો જામનગર, વડોદરા, રાજકોટ, સૂરત, નવસારી, ગોરજ, કરમસદ ખાતે આવેલાં છે.

શિલીન નં. શુક્લ

નરેન્દ્ર. એલ. પટેલ

ત્રિભોવન બી. પટેલ

પંકજ મ. શાહ

અનિતા ભાદુરી

દેવેન્દ્ર ડી. પટેલ

ભરત જે. પરીખ