કૅન્ક્રિનાઇટ : ફેલ્સ્પૅથોઇડ સમૂહનું ખનિજ. રા. બં. – (Na-Ca)7-8 A16Si6O24 (CO3, SO4, Cl) 1.5-2, 1-5H2O અથવા 4(Na Al SiO4) CaCO3-H2O (લગભગ); સ્ફ. વ. – હેક્ઝાગોનલ; સ્વ.-જથ્થામય; રં. – રંગવિહીન, સફેદ, પીળો, નારંગી, ગુલાબીથી રતાશ પડતો, લાલ, આછા વાદળીથી રાખોડી વાદળી; ચ. – કાચમય, મૌક્તિક, તૈલી, પારદર્શકથી અર્ધપારદર્શક; ભં. સ. – અનિયમિત, બરડ, ચૂ. – રંગવિહીન; ક. – 5થી 6; વિ.ઘ. – 2.42થી 2.51; પ્ર. અચ. (અ) વક્રી. – ω = 1.507થી 1.528, ∈ = 1.495થી 1.503
(બ) 2V; પ્ર. સં. એકાક્ષી – Ve. પ્રા. સ્થિ. – મૅગ્માજન્ય અગ્નિકૃત ખડક. નેફેલિન સાયનાઇટમાં એક ઘટક તરીકે. નેફેલિનની પરિવર્તન-પેદાશ.
વ્રિજવિહારી દીનાનાથ દવે