હૉર્નબ્લેન્ડ

February, 2009

હૉર્નબ્લેન્ડ : એમ્ફિબોલ વર્ગનું અગત્યનું ખનિજ. આયનોસિલિકેટ. રાસા. બં. : (Ca, Na, K)2–3 (Mg, Fe2+, Fe3+, Al)5 (Si, Al)8 O22 (OH)2. સ્ફ. વર્ગ : મોનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો લાંબાથી ટૂંકા પ્રિઝમેટિક. આડછેદમાં ષટકોણીય દેખાય, ઊભા છેદમાં ર્હોમ્બોહેડ્રલ છેડાવાળા. દળદાર પણ મળે; ઘનિષ્ઠ, દાણાદાર, સ્તંભાકાર, પતરી કે રેસાદાર પણ હોય. યુગ્મતા (100) ફલક પર  સાદી, પર્ણવત્. પારભાસકથી લગભગ અપારદર્શક. સંભેદ : (110) પૂર્ણ, (001) (100) ફલકો પર વિભાજકતા. પ્રભંગ : ખરબચડાથી આછો વલયાકાર, બરડ. ચમક : કાચમયથી રેશમી. રંગ : લીલો, ઘેરો લીલો, લીલો-કથ્થાઈ, કાળો. કઠિનતા : 5–6. વિ. ઘ. : 3.02 –3.27. પ્રકા. અચ. : α = 1.615થી 1.705, β = 1.618થી 1.714, γ = 1.632થી 1.730. પ્રકા. સંજ્ઞા : –Ve; 2V ~ 65  (ચલિત).

પ્રાપ્તિસ્થિતિ : બહોળા પ્રમાણમાં મળે છે. ઘણા અગ્નિકૃત અને વિકૃત ખડકોમાં આગળ પડતા ખનિજ તરીકે મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, નૉર્વે, સ્વીડન, ફિનલૅન્ડ, ઇટાલી, ઑસ્ટ્રિયા, ચેકોસ્લોવેકિયા, રશિયા, ભારત, જાપાન, કોરિયા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ તેમજ અન્યત્ર.

ગિરીશભાઈ પંડ્યા