સ્પેસ્કી, બૉરિસ વૅસિલેવિચ (જ. 1937, લેનિનગ્રાડ, રશિયા) : રશિયાના ચેસ-ખેલાડી અને વિશ્વ ચૅમ્પિયન (1969થી ’72). બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે એક બાળગૃહમાં આશ્રિત તરીકે રહ્યા હતા
બૉરિસ વૅસિલેવિચ સ્પેસ્કી
ત્યારે તે ચેસ રમવાનું શીખ્યા હતા. 1953માં તે આ રમતના ‘ઇન્ટરનૅશનલ માસ્ટર’ બન્યા. 1955માં તે જુનિયર વિશ્વ ચૅમ્પિયન બન્યા. 1969માં તેમણે ટિગ્રાન પૅટ્રોસિયન સામે વિશ્વકક્ષાની ચૅમ્પિયનશિપ મેળવી; પણ 1972માં બૉબી ફિશર સામે તેમનો પરાજય થયો. 1992માં તે બંને અગાઉના યુગોસ્લેવિયામાં પુન: મૅચ રમ્યા, પણ ફિશરે સ્પેસ્કીને હાર આપી.
મહેશ ચોકસી