સ્ટોન, ઑલિવર (. 1946, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના જાણીતા ફિલ્મ દિગ્દર્શક. તેમણે ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. પ્રારંભમાં તેમણે નિર્માણ થયા વગરની કેટલીય ફિલ્મ માટે પટકથાઓ લખી.

ઑલિવર સ્ટોન

તેમણે દિગ્દર્શક તરીકે પ્રારંભ કર્યો કૅનેડિયન હૉરર ફિલ્મ ‘સિઝર’ (1973)થી. ‘મિડનાઇટ ઍક્સપ્રેસ’(1978)ની પટકથા બદલ તેમને ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો.

વિયેતનામના યુદ્ધના તેમનાં અનુભવ-સ્મરણોના આધારે સર્જાયેલી ફિલ્મ ‘પ્લેટૂન’(1987)ને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઑસ્કાર ઍવૉર્ડ, ‘બૉર્ન ઑન ધ ફૉર્થ ઑવ્ જુલાઈ’ (1989) બદલ બીજી વાર ઑસ્કાર ઍવૉર્ડ (1989) અને દિગ્દર્શક તરીકેનાં તેમનાં અન્ય ચિત્રોમાં ‘ધ ડૉર્સ’ (1991), ‘જે એફ કે’ (1991) તથા ‘નિક્સન’ (1995) મુખ્ય છે. તેમણે નિર્માણ કરેલું ચિત્ર તે ‘પીપલ વર્સીસ લૅરી ફ્લિન્ટ’ (1996).

મહેશ ચોકસી