સેવર્ન (નદી) : બ્રિટનની લાંબામાં લાંબી નદી. તે મધ્ય વેલ્સના પુમ્લુમૉન(પ્લાયનિમૉન)ના ઊંચાણવાળા પ્રદેશમાંથી નીકળે છે. ત્યાંથી તે 350 કિમી.ના અંતર સુધી વહીને બ્રિસ્ટોલની ખાડીમાં ઠલવાય છે. શેપસ્ટવની દક્ષિણમાં સેવર્ન નદી હેઠળ તૈયાર કરાયેલા 6 કિમી. લાંબા બોગદામાં થઈને ભૂગર્ભીય રેલમાર્ગ પસાર થાય છે. નદી પર ઝૂલતો પુલ બનાવી 1966માં ખુલ્લો મુકાયો છે. તે બંને છેડા તરફના માર્ગવ્યવહારને સાંકળે છે. દક્ષિણ વેલ્સનો મોટાભાગનો વાહનવ્યવહાર આ બે માર્ગો દ્વારા થાય છે. આ બે માર્ગો થવાથી અગાઉનું નદી આજુબાજુનું લાંબું અંતર ઘણું ટૂંકું થઈ ગયું છે.
ગિરીશભાઈ પંડ્યા