સેલેનાઇટ (Selenite) : ચિરોડીનો સ્પષ્ટ સ્ફટિક પ્રકાર. રાસા. બં. : CaSO4.2H2O. તેના બધા જ ગુણધર્મો ચિરોડીને મળતા આવે છે. તેનાં વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે : રંગવિહીન, પારદર્શક, ક્યારેક તે મોટા પત્રવત્ સ્વરૂપમાં પણ મળે. સામાન્યપણે નમનીય, તેથી રેસાદાર પ્રભંગ આપે; પરંતુ ફ્રાન્સના પૅરિસ નજીકમાંથી મળતી તેની જાત બરડ હોય છે.

એ સેલેનાઇટ જિપ્સમ ખનિજનો એક પ્રકાર છે. ગ્રીસમાં પૂજાતી દેવી Seleneના નામ પરથી તેનું નામ સેલેનાઇટ આપવામાં આવ્યું છે. ‘સેલેનાઇટ’ દેવદૂતની સાથે સંચાર પ્રસ્થાપિત કરી શકે તેવી માન્યતા છે. તેની ઉપસ્થિતિથી ધ્યાન (meditation), Feng shui અને આધ્યાત્મિક વગેરે ક્રિયાઓ વધુ ઘનિષ્ટ રીતે થાય છે.

ગિરીશભાઈ પંડ્યા

પ્રકાશ ભગવતી