સેન્ટ લૉરેન્સ (ટાપુ અને રાષ્ટ્રીય ઉદ્યાન)
January, 2008
સેન્ટ લૉરેન્સ (ટાપુ અને રાષ્ટ્રીય ઉદ્યાન) : કૅનેડાના અગ્નિ ઑન્ટેરિયોમાં આવેલી સેન્ટ લૉરેન્સ નદીમાંના ટાપુઓ અને નાના બેટ તેમજ મુખ્ય ભૂમિને જોડતો-આવરી લેતો, કિંગ્સ્ટન અને બ્રૉકવિલે વચ્ચે પથરાયેલો ઉદ્યાન. ભૌગોલિક સ્થાન : 44° 18´ ઉ. અ. અને 76° 08´ પ. રે.. મુખ્ય ભૂમિ પરનું આ આરક્ષિત સ્થળ બ્રૉકવિલેથી પશ્ચિમ તરફ 19 કિમી.ને અંતરે આવેલું છે. સહસ્ર ટાપુવિસ્તાર પૈકીના 18 ટાપુઓ જંગલ-આચ્છાદિત છે. આ બધાનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવેશ થાય છે. 1904માં સ્થપાયેલા આ ઉદ્યાનનું કુલ ક્ષેત્રફળ 40 હેક્ટર (1013 એકર) જેટલું છે.
ગિરીશભાઈ પંડ્યા