સૅફાયર વિલિયમ
January, 2008
સૅફાયર, વિલિયમ (જ. 1929, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના નામી પત્રકાર. અગાઉ તે પ્રમુખ નિક્સનનાં પ્રવચનોના લેખક અને ખાસ મદદનીશ હતા. પછી 1973થી ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ માટે વૉશિંગ્ટન ખાતેથી કટાર લખી મોકલવાની કામગીરી તેમણે સંભાળી. 1978માં તેઓ બહુવિધ અને રસપ્રદ સમીક્ષા માટે પુલિત્ઝર પારિતોષિકના વિજેતા બન્યા. ભાષાવિષયક પ્રશ્નોની છણાવટને લગતી સાપ્તાહિક કટારથી તેમની પ્રતિભા રાષ્ટ્રકક્ષાએ ઊભરી રહી અને તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા.
મહેશ ચોકસી