સાયકિયા વસુંધરા
January, 2008
સાયકિયા, વસુંધરા (જ. 12 નવેમ્બર 1921, નૌગોંગ, આસામ) : આસામી લેખિકા અને અનુવાદક. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી આઇ.એસસી.ની પદવી મેળવી. તેઓ સાહિત્યસભા, જોરહટનાં સભ્ય; સોશિયલ વેલફેર, આસામ, ગુવાહાટીનાં ઉપાધ્યક્ષા પણ રહ્યાં.
તેમના 4 ગ્રંથો ઉલ્લેખનીય છે. તેમાંના ‘પૂર્ણકુંભ’ અને ‘દત્તા’ (1992) બંગાળીમાંથી અનૂદિત કૃતિઓ છે. ‘સમ ક્રિકેટર્સ ઑવ્ ઇન્ડિયા’ આસામમાં અનૂદિત ચરિત્રગ્રંથ છે. આ અનૂદિત કૃતિઓ માટે તેમને 1995માં ભારતીય સાહિત્ય અકાદમીનું ટ્રાન્સલેશન પ્રાઇઝ પ્રાપ્ત થયું હતું.
બળદેવભાઈ કનીજિયા