સંવેગસંરક્ષણ (Conservation of Momentum) : સંવેગ-(વેગમાન)ના અચળત્વનો સિદ્ધાંત (ખ્યાલ). ગતિશાસ્ત્ર-(dynamics)ના મૂળભૂત નિયમને કારણે એકમ સમયદીઠ તંત્રના કુલ વેગમાનનો ફેરફાર તેના ઉપર લાગતાં બળોના સરવાળા બરાબર થાય છે. પદાર્થ કે કણોના તંત્ર બાબતે, પ્રતિક્રિયાના સિદ્ધાંત મુજબ, આંતરિક બળો અંદરોદર એકબીજાંને નાબૂદ કરે છે. આથી વેગમાનના ફેરફારમાં આવાં બળો કોઈ જ ભાગ ભજવતાં નથી; માત્ર બાહ્ય બળોની અસરને કારણે વેગમાનમાં ફેરફાર થતો હોય છે.

એકમ સમયમાં કુલ વેગમાનનો ફેરફાર બાહ્ય બળોના સરવાળા બરાબર હોય છે. એટલે કે જ્યાં  રેખીય વેગમાન અને – એ બાહ્ય બળ છે.

જો બાહ્ય બળ લાગતું ન હોય તો કુલ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે કે બાહ્ય બળોથી સ્વતંત્ર (મુક્ત) હોય તેવાં બિંદુવત્ દળોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચલ રહે છે.

તે જ રીતે, બિંદુવત્ દળોના તંત્રના કોણીય વેગમાનના ફેરફારનો સમયદર નીચે પ્રમાણે મળે છે :

જ્યાં એ બાહ્ય બળોને લીધે ટૉર્ક (બળ આધૂર્ણ) છે. જો બાહ્ય બળ શૂન્ય હોય તો બિંદુવત કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે એટલે કે તેનું સંરક્ષણ થાય છે.

બિંદુવત્ દળોના સંવૃત (closed) તંત્રના કુલ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે :

પ્રહ્લાદ છ. પટેલ