શક્તિસિંહ : રાણા પ્રતાપના અનુજ ભાઈ. રાણા પ્રતાપથી રિસાઈને તત્કાલીન મુઘલ બાદશાહ અખબરને શરણે જઈ તેનું સેનાપતિપદ સ્વીકાર્યું. શક્તિસિંહે અકબર સમક્ષ રાજપૂતોના બધા ભેદ ખોલી દીધા. કહેવાય છે કે રાણા પ્રતાપ ઉપર આક્રમણ કરવામાં તેનો હાથ હતો. હલ્દીઘાટીનું યુદ્ધ થયું જેમાં રાણા પ્રતાપનો પરાજય થયો અને એ યુદ્ધમાં સેંકડો રાજપૂતો વીરગતિને પામ્યા એ જોઈને શક્તિસિંહને પશ્ચાત્તાપ થયો અને એનું હૃદય- પરિવર્તન થયું. રાણા પ્રતાપના ઘોડા ચેતકનું મૃત્યુ થતાં શક્તિસિંહે પોતાનો ઘોડો પ્રતાપને હવાલે કર્યો જેનાથી પ્રતાપ પોતાનો પ્રાણ બચાવતા રહ્યા. શક્તિસિંહના હૃદયપરિવર્તન અંગે અનેક કથાઓ અને ગાથાઓ લખાઈ છે.
પ્રવીણચંદ્ર પરીખ