વ્યાસ, હરિશચંદ્ર (જ. 16 માર્ચ 1939, બીકાનેર, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે પોલિટિકલ સાયન્સમાં એમ.એ. અને એમ.એડ.ની પદવીઓ મેળવી હતી. તેઓ સરકારી આઇ.એ.એસ.ઈ. બીકાનેરમાં સિનિયર અધ્યાપક તરીકે રહેલા.
તેમણે અત્યારસુધીમાં 36 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હિમાલય કે ઉસ પાર’ (1986) તેમની જાણીતી નવલકથા છે. ‘ધૂલ ભરા હીરા’ (1962) તેમનો બાળકો માટેનો વાર્તાસંગ્રહ છે. ‘આજ દેશ પુકાર રહા હૈ’ (1992) કાવ્યસંગ્રહ છે, ‘નહેરુ મોહન’ (1998) જીવનચરિત્ર છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને વન અને પર્યાવરણ મંત્રાલયનો ઍવૉર્ડ, માનવ સંસાધન મંત્રાલય ઍવૉર્ડ અને રાજસ્થાન હિંદી ગ્રંથ અકાદમી ઍવૉર્ડ (બે વાર) પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા