વિલ્સન, જેમ્સ
February, 2005
વિલ્સન, જેમ્સ : વાઇસરૉયની કારોબારી સમિતિનો પ્રથમ નાણાકીય બાબતોના સભ્ય – બ્રિટિશ ભારતના પ્રથમ નાણામંત્રી. તેમની નિમણૂક ઈ. સ. 1859માં કરવામાં આવી; પરંતુ નવ મહિના કામ કર્યા બાદ અચાનક તેઓ અવસાન પામ્યા.
નાણાકીય બાબતોના તેઓ નિષ્ણાત વ્યવસ્થાપક હતા. તેથી તેમણે ભારતમાં નાણાકીય વહીવટની પુનર્વ્યવસ્થા કરી, અર્થવ્યવસ્થાને નિશ્ચિત રૂપ આપ્યું. તેમણે પાંચ વર્ષ માટે આવકવેરો દાખલ કર્યો તથા વાર્ષિક અંદાજપત્ર અને લેખાવિવરણ તૈયાર કરવાની પ્રથા શરૂ કરી.
જયકુમાર ર. શુક્લ