વિલા ફાર્નીસ, કાપ્રારોલા : ઇટાલિયન રેનેસાંસનો એક ભવ્ય મહેલ. આ મહેલનું બાંધકામ 1547માં વિગ્નોલા દ્વારા કરવામાં આવ્યું હતું. સુંદર વર્તુલાકાર પ્રાંગણમાં એક ભવ્ય સીડી છે જ્યાંથી ઉપરના ભાગે જઈ શકાય છે. મહેલનો આ ઉપરનો ભાગ ચૂનાકામનાં શિલ્પો અને ભીત્તિચિત્રો વડે સુશોભિત છે. આ સુશોભનનું કામ ઝુકારી અને ટેમ્પેસ્ટાએ કરેલું છે. તેમાં આવેલા ચૅપલ(નાનું દેવળ)માંની મહાન સેંટ જેમ્સની મૂર્તિ વિગ્નોલાનું સર્જન હોવાની સંભાવના છે. ફુવારાઓથી સુશોભિત તેના પાર્કમાં ખાસ પરવાનગી બાદ જાહેર જનતાને પ્રવેશ મળે છે. પાર્કમાં પેલેગ્ઝિના પ્રમુખ માટે ઉનાળાનું રહેણાંક આવેલું છે. મહેલની દક્ષિણમાં 21 કિમી. દૂર ગિરોલામો રેઇનાલ્ડી દ્વારા રચિત સાન્તા ટેરેઝા (સત્તરમી સદીની શરૂઆત) આવેલું છે.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર