લેન્ઝનો નિયમ : રશિયન ભૌતિકવિદ હેન્રિક લેન્ઝે 1835માં રજૂ કરેલો વિદ્યુત-ચુંબકીય પ્રેરણ(induction)નો નિયમ. આ નિયમ મુજબ જ્યારે જ્યારે વિદ્યુતવાહકમાં વિદ્યુતચાલક બળ (electromotive force/emf) પ્રેરિત થાય છે ત્યારે તે હમેશાં એવી દિશામાં હોય છે કે જેથી તેના દ્વારા ઉત્પન્ન થનારો વિદ્યુતપ્રવાહ પ્રેરિત વિદ્યુતચાલક બળ માટે કારણભૂત ફેરફારનો વિરોધ કરે છે. જો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતવાહકની ગતિમાં ફેરફાર થતો હોય તો પ્રેરિત પ્રવાહ એવી દિશામાં હોય છે, જેથી તેના વડે પેદા થતું બળ ગતિનો વિરોધ કરે છે.
n આંટાવાળા ગૂંચળામાં વિદ્યુતપ્રવાહનો ફેરફાર I, ગૂંચળામાં થઈને પસાર થતા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરે છે. પરિણામે ગૂંચળામાં વિદ્યુત-દબાણ પ્રેરિત થાય છે. પ્રેરિત વિદ્યુતદબાણ (voltage) એ વિદ્યુતપ્રવાહના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય છે. લેન્ઝના નિયમ મુજબ પ્રેરિત વૉલ્ટેજ પ્રયોજિત કરેલા વોલ્ટેજનો વિરોધ કરે છે.
એટલે કે જ્યાં L સ્વપ્રેરકત્વનો સહગુણાંક (coefficient of self-inductance) છે અને તેનો એકમ હેન્રી છે.
તે ગૂંચળાનો ગુણધર્મ છે. ઋણ સંજ્ઞા વિરોધ સૂચવે છે.
અહીં Vind વોલ્ટમાં, dI ઍમ્પિયરમાં, dt સમય સેક્ધડમાં અને L હેન્રીમાં છે. તેનું પારિમાણિક સૂત્ર L2 T-3 MI-1 થાય છે. લેન્ઝનો નિયમ એક રીતે ઊર્જા-સંરક્ષણના નિયમનું સ્વરૂપ છે; કારણ કે તે દર્શાવે છે કે ફેરફાર આપમેળે પ્રસરી શકતો નથી.
આનંદ પ્ર. પટેલ