રુધરફૉર્ડાઇન : રાસા. બં. : UO2CO3. સ્ફટિકવર્ગ : ઑર્થોરહોમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : 3 મિમી. સુધીની લંબાઈના પટ્ટી જેવા છૂટા સ્ફટિકો; (001) ફલક સાથે લાંબા, (100) ફલક સાથે મોટા અને (010) ફલકવાળા ઓછા જોવા મળે. સૂક્ષ્મ રેસાદાર જૂથમાં પણ મળી આવે, વિકેન્દ્રિત ઝૂમખાં જેવા પણ હોય.
કઠિનતા : નિર્ણીત નથી. ઘનતા : 5.7થી 5.724.
સંભેદ : (010) પૂર્ણ, (001) સ્પષ્ટ.
પ્રકાશીય અચલાંકો : α = 1.700 – 1.723, β = 1.716 – 1.730, γ = 1.755 – 1.795.
પ્રકાશીય સંજ્ઞા : + Ve, 2V = 46° (ચલિત).
રંગ : શ્વેત, આછો પીળોથી અંબર-કેસરી અને કથ્થાઈ પીળાશ પડતો લીલો પણ હોય. ચમક : જૂથમાં હોય ત્યારે નિસ્તેજથી મૃણ્મય; રેસાદાર પોપડીઓ રેશમી હોય.
પ્રાપ્તિસ્થિતિ – પ્રાપ્તિસ્થાનો : ઝાયરમાં તે બેક્વેરેલાઇટ અને માસુયાઇટના સહયોગમાં મળે છે. ટાન્ઝાનિયામાં યુરેનિનાઇટની પરિવર્તન-પેદાશ તરીકે પેગ્મેટાઇટમાં મળે છે. યુ.એસ.માં ન્યૂ હૅમ્પશાયર, મેઇન, કૉલોરાડો ઉચ્ચપ્રદેશ, વાયોમિંગ તથા દક્ષિણ ઑસ્ટ્રેલિયામાંથી મળે છે.
ગિરીશભાઈ પંડ્યા