રાય, સિતાંશુ (જ. 13 સપ્ટેમ્બર 1938, પરોટા, જિ. વીરભૂમ, પ. બંગાળ) : બંગાળી લેખક. તેમણે વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી બંગાળીમાં એમ.એ., સંગીત સ્નાતક તથા પીએચ.ડી.ની પદવી મેળવી. પછી વિશ્વભારતી યુનિવર્સિટીમાં રવીન્દ્ર સંગીતના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી.
તેમણે બંગાળી તેમજ અંગ્રેજી ભાષામાં 4 ગ્રંથો પ્રગટ કર્યા છે; જેવા કે ‘રવીન્દ્ર સાહિત્ય સંગીત ભાવના’ (1985, સાહિત્ય તથા સંગીત વિશે), ‘સૌંદર્યદર્શન : પ્રાથમિક પરિચય’, ‘સ્ટડીઝ ઇન મ્યૂઝિક ઍસ્થેટિક્સ’ (1989), ‘સ્ટડીઝ ઇન ઍસ્થેટિક્સ, મ્યૂઝિક ઍન્ડ ટાગોર’ (1995) આ તમામ તેમના વિવેચનગ્રંથો છે.
તેમના સંગીતવિષયક સાહિત્યિક પ્રદાન માટે તેમને 1961-62માં તાનસેન મ્યૂઝિક કૉમ્પિટિશન પ્રાઇઝ, 1990માં ટાગોર વિશે સંશોધન માટે એન. સી. ઘોષ મેમૉરિયલ પ્રાઇઝ અને સંગીત માટે અન્ય ઇનામો પ્રાપ્ત થયાં છે.
બળદેવભાઈ કનીજિયા