યાકૂબ, મૅગ્દી હબીબ, સર

January, 2003

યાકૂબ, મૅગ્દી હબીબ, સર (જ. 1935, કેરો) : હૃદયને લગતી શસ્ત્રક્રિયાના નામી સર્જ્યન. તેમણે કેરો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને શિકાગો ખાતે અધ્યાપન કર્યું. ત્યારબાદ બ્રિટન ગયા અને ત્યાં 1969થી હેરફિલ્ડ હૉસ્પિટલ ખાતે હૃદય-વક્ષ:સ્થળ(cardio-thoracic)ના સલાહકાર સર્જન નિમાયા. વળી 1992થી તેમણે તબીબી સંશોધન તથા શિક્ષણ વિભાગના નિયામક તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો. 1986માં તેઓ નૅશનલ હાર્ટ ઍન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર પણ નિમાયા. હૃદય તેમજ ફેફસાંના પ્રત્યારોપણ(transplantation)ની ટૅકનિક વિકસાવવામાં તેમણે આગળ પડતી કામગીરી કરી છે. 1992માં તેમનું ‘સર’ના બિરુદથી સન્માન કરવામાં આવ્યું હતું.

મહેશ ચોકસી