મૉસન, સર ડગ્લાસ (જ. 1882, શિપ્લે, વેસ્ટ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1958) : આંગ્લ સાહસખેડુ સંશોધક અને ભૂસ્તરવિજ્ઞાની. 1907માં તે અર્ન્સ્ટ શૅકલ્ટનના નેજા હેઠળના દક્ષિણ ધ્રુવના આઇસ-અભિયાનમાં વૈજ્ઞાનિક સ્ટાફમાં નિયુક્તિ પામ્યા હતા. ટી. ડબ્લ્યૂ. ઇ. ડૅવિડના સહયોગમાં તેમણે ‘સાઉથ મૅગ્નેટિક પોલ’ની શોધ કરી. 1911થી 1914 સુધી તેમણે ઑસ્ટ્રેલિયાના દક્ષિણ ધ્રુવ સાહસ-સંશોધનપ્રવાસની નેતાગીરી સંભાળી અને તેમાં 2,000 માઈલનો કાંઠા-પ્રવાસ કર્યો. ત્યાંથી પાછા આવ્યા બાદ તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો. તેમણે બ્રિટિશ–ઑસ્ટ્રેલિયન–ન્યૂઝીલૅન્ડ એમ ત્રણે દેશના સંયુક્ત દક્ષિણ ધ્રુવ તરફના અભિયાનની નેતાગીરી સંભાળી હતી. (1929થી ’31).
મહેશ ચોકસી