મૂર, ફ્રાન્સિસ (જ. 1657, બ્રિજનૉર્થ; ઇંગ્લૅન્ડ: અ. આશરે 1715) : બ્રિટનના ફલજ્યોતિષી. 1700માં તેમણે ‘વૉઇસિઝ ઑવ્ ધ સ્ટાર્સ’ પ્રગટ કર્યું; પાછળથી તે ‘ઓલ્ડ મૂર્સ ઍલ્મનૅક’ તરીકે જાણીતું બન્યું; અને હજુ પણ તે વરસોવરસ છપાય છે અને તેમાં આગામી વર્ષની આગાહીઓ આપી હોય છે.
મહેશ ચોકસી