મુજવંતો : હિમાલયમાં રહેતા પર્વતાળ ટોળીના લોકો. અથર્વવેદમાં મહાવૃષો, ગાંધારો, બાહલિકો સહિત મુજવંતોનો પણ ‘દૂર રહેનારા લોકો’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યજુર્વેદમાં પણ મુજવંતોને ‘દૂરના પ્રદેશમાં રહેતા લોકો’ તરીકે નિર્દેશવામાં આવ્યા છે. હિમાલય પર્વતમાં આવેલ મુજવંત ટેકરીઓ ઉપરથી ત્યાં વસતા લોકો માટે આ નામ આપવામાં આવ્યું હોય એમ માનવામાં આવે છે.
જયકુમાર ર. શુક્લ