મિત્રદત્ત બીજો (શાસનકાળ – ઈ. સ. પૂ. 123–88) : પૂર્વ ઈરાનનો પહલવ (પાર્થિયન) જાતિનો સમ્રાટ. પહલવ સમ્રાટ મિત્રદત્ત બીજા(Mithradates II)એ શકોને પાર્થિયામાંથી હાંકી કાઢ્યા તે ઘણી મોટી સિદ્ધિ ગણાય છે. તેના સિક્કા પરથી જાણવા મળે છે કે તેણે ‘ગ્રેટ કિંગ ઑવ્ કિંગ્ઝ’(મહારાજાધિરાજ)નો ખિતાબ ધારણ કર્યો હતો. શક-પહલવોએ પ્રથમ ઈરાનમાં અને ત્યારબાદ ભારતમાં પોતાનાં સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યાં હતાં.
જયકુમાર ર. શુક્લ