બ્લૅન્કર્ન-કૉન, ફેની (જ. 1918, ઍર્મ્સ્ટડડેમ) : જાણીતાં રમતવીર. 1948માં વિશ્વ ઑલિમ્પિક રમતોમાં તેઓ મહિલાઓ માટેની સ્પર્ધાઓમાં ખૂબ ઝળકી ઊઠ્યાં અને 4 સુવર્ણચન્દ્રકોનાં વિજેતા બન્યાં. તેમને જેમાં વિજય મળ્યો તે રમતસ્પર્ધાઓમાં 100 મી. અને 200 મી. દોડ, 80 મી.ની વિઘ્ન-દોડ અને 4 x 100 મી.ની રીલે દોડનો સમાવેશ થાય છે.
મહેશ ચોકસી