બૉપ, ફ્રાન્ઝ (જ. 1791, જર્મની; અ. 1867) : જાણીતા ભાષાવિજ્ઞાની. તેમણે પૅરિસમાં 4 વર્ષ સુધી અભ્યાસ કર્યો. 1816માં તેમણે ઇન્ડૉ-યુરોપિયન વ્યાકરણ વિશે મહત્વનો ગ્રંથ લખ્યો. 1821માં બર્લિનમાં સંસ્કૃત અને તુલનાત્મક વ્યાકરણના વિષયમાં અધ્યાપક-વિશેષના પદે નિમાયા. મૂળ જર્મન ભાષામાં લખાયેલી તેમની મહાન કૃતિ તે ‘એ કમ્પૅરેટિવ ગ્રામર ઑવ્ સંસ્કૃત, ઝન્દ, ગ્રીક, લૅટિન, લિથુએનિયન, ઓલ્ડ સ્લૅવૉનિક, ગૉથિક ઍન્ડ જર્મન’. 1833થી ’52 દરમિયાન તે 6 ગ્રંથોમાં પ્રગટ થઈ હતી.
મહેશ ચોકસી