બેલફ્રાય : દેવળની સ્થાપત્યરચનાનો એક ભાગ. પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યમાં દેવળની ઇમારતોના છાપરા ઉપર અને મહદ્અંશે ટાવર ઉપર ઘંટ બંધાતો, જેથી સમય પ્રમાણે અને પ્રાર્થનાને વખતે ઘંટારવ કરી શકાય. આ ઘંટ બાંધવાની વ્યવસ્થા માટે રચાતા ઇમારતી ભાગને બેલફ્રાય કહેવામાં આવે છે. ઘટનાં કદ-આકાર અને ઉપયોગ પ્રમાણે આની રચના થતી. દેવળોના બાંધકામમાં બેલફ્રાય એક અગત્યનું અંગ હોઈ તેની રચના દ્વારા મકાનનો મોભો પણ નક્કી થતો હોય છે.
રવીન્દ્ર વસાવડા