બેગન : બૅંગણ (રીંગણાં) – egg plant : બંગાળનાં મંદિરોની એક શૈલી. બંગાળનાં બેગુનિયા મંદિરોનો આકાર રીંગણા જેવો હોવાથી તેઓ આ નામે પ્રચલિત થયેલાં. બંગાળમાં પાલ શૈલીનાં આ મંદિરો (નવમી અને દસમી સદી) સ્થાનિક ભાષામાં બેગુનિયા મંદિરો તરીકે ઓળખાય છે. આવાં મંદિરોનાં જૂથ (સમૂહ) બારાકાર, બરદ્વાન નજીક જોવા મળે છે. આ જાતની શૈલી સ્થાનિક અને એ વિસ્તાર પૂરતી જ સીમિત રહેલ. ખાસ કરીને નળાકાર ઇમારત પર ગોળાઈવાળું શિખર એ આવાં મંદિરોનું લક્ષણ હતું, જેમાં  બીજા કોઈ જ પ્રકારના ભાગો જોવામાં આવતા નથી.

રવીન્દ્ર વસાવડા