બુરજ : મિનાર અથવા દીવાલો સાથે સાંકળવામાં આવતો નળાકાર ભાગ, જે મોટી દીવાલોને આધારરૂપ પણ રહેતો. બુરજ દીવાલોના ભાગ તરીકે ઘણી જગ્યાએ જોવા મળે છે. જ્યાં કોટ-કિલ્લાની રાંગ હોય, તથા ઘાટ વગેરેની દીવાલો હોય ત્યાં તે દીવાલની ટોચે બંધાયેલ હોય છે. બુરજની રચનામાં ઘણી વાર ઇમારતોના આંતરિક ભાગો પણ સાંકળી લેવામાં આવે છે અને ઘણી વાર એમાં સીડીઓની પણ રચના કરવામાં આવે છે. સંરક્ષણાત્મક વ્યૂહના એક ભાગ તરીકે કિલ્લાઓમાં બુરજનું ઘણું જ મહત્વ રહેલું છે, જેનાં ર્દષ્ટાંતો આપણા ઘણા ઐતિહાસિક કિલ્લાઓમાં જોવા મળે છે.

રવીન્દ્ર વસાવડા