બાલેવા, અબુબકર તફાવા (સર)

January, 2000

બાલેવા, અબુબકર તફાવા (સર) (જ. 1912, બાઉચી, નાઇજીરિયા; અ. 1966) : નાઇજીરિયાના રાજકારણી અને સર્વપ્રથમ સમવાયી (federal) વડાપ્રધાન. તે નોર્ધર્ન પીપલ્સ કૉંગ્રેસના સભ્ય હતા. 1947માં તેઓ ધારાસભામાં ચૂંટાયા. 1952–53 દરમિયાન બાંધકામ વિભાગના અને 1955થી ’57 દરમિયાન તેઓ વાહનવ્યવહાર વિભાગના પ્રધાન રહ્યા. ત્યારપછી તેઓ વડાપ્રધાન બન્યા.

1960માં નાઇજીરિયા સ્વતંત્ર થયું ત્યારે તેમને ‘સર’નો ખિતાબ અપાયો. 1966માં લશ્કરી બળવો થયો તેમાં તેમની હત્યા કરવામાં આવી.

મહેશ ચોકસી