બાર્બિકન : કિલ્લાઓના દરવાજાને આવરી લઈને કરાતી વિશિષ્ટ ઇમારતી રચના. તેના દ્વારા કિલ્લાઓના પ્રવેશ આંટીઘૂંટીવાળા બની જતા. તેથી આગંતુક જૂથ સહેલાઈથી કિલ્લાની અંદર પ્રવેશી ન શકે. આ જાતની રચના ખાસ કરીને સલામતીની ર્દષ્ટિએ કિલ્લાઓમાંના પ્રવેશને સામાન્ય ન બનાવવા માટે કરાતી. આવી રચનાને horn work પણ કહેવામાં આવે છે. આ જાતની રચના મધ્યયુગ દરમિયાન બંધાયેલા કિલ્લાઓમાં ખાસ જોવા મળે છે. દૌલતાબાદના કિલ્લામાં કરાયેલ આવી રચના અત્યંત અભેદ્ય અને સચોટતાથી કરાયેલ હોઈ તે મધ્યભારતના અભેદ્ય કિલ્લાઓમાં ગણના પામ્યો હતો.
રવીન્દ્ર વસાવડા