બાર્નમ, ફિનિયસ ટર્નર (જ. 1810, બેથલ; અ. 1891) : જાણીતા અને કુશળ મનોરંજન-નિષ્ણાત (showman). તેઓ ન્યૂયૉર્કમાં એક મ્યુઝિયમ ચલાવતા હતા અને ચિત્રવિચિત્ર તથા અવનવા પ્રકારની વસ્તુઓ લાવી મનોરંજનપ્રધાન કાર્યક્રમ ગોઠવતા. તેમાં તેમની આગવી કુશળતા હતી.
1842માં તેમણે અતિપ્રખ્યાત બની ગયેલા ઠિંગુજી જનરલ ટૉમ થમ્બને લાવીને સૌને દંગ કરી મૂક્યા અને સાથોસાથ ભભકાદાર પ્રચાર-ઝુંબેશ પણ આદરી. 1881માં તેમણે પોતાના હરીફ જેમ્સ ઍન્થની બૅઇલી સાથે સહકાર સાધ્યો અને તેના પરિણામે સુખ્યાત ‘બાર્નમ ઍન્ડ બેઇલી’ સરકસની સ્થાપના થવા પામી.
મહેશ ચોકસી