બર્ન, વિક્ટર (જ. 1911, બુડાપેસ્ટ; અ. 1972) : ટેબલટેનિસના ખ્યાતનામ રમતવીર. તે 1933થી 1953 દરમિયાન 20 ઇંગ્લિશ ‘ટાઇટલ’ જીત્યા હતા અને એ રીતે તેમણે વિક્રમ સર્જ્યો હતો. આ ઉપરાંત તે 15 વિશ્વ-વિજયપ્રતીક (title) જીત્યા હતા, તેમાં 5 એકલ વિજયપ્રતીકો(single titles)નો સમાવેશ થતો હતો. આ રમતના આ રીતે તે એક મહાન રમતવીર બની રહ્યા.
પહેલાં તેમણે ફ્રાન્સમાં સ્થળાંતર કર્યું અને તે પછી 1938માં બ્રિટનનું નાગરિકત્વ મેળવ્યું. નિવૃત્તિ પછી તે નિદર્શન ખાતર રમતા રહ્યા.
મહેશ ચોકસી