બર્ડસે, ક્લૅરન્સ

January, 2000

બર્ડસે, ક્લૅરન્સ (જ. 1886, ન્યૂયૉર્ક સિટી; અ. 1956) : અમેરિકાના ઉદ્યોગપતિ અને સંશોધનકાર. નાનાં નાનાં પૅકેજમાં આહારસામગ્રીને ઠારવાની પ્રક્રિયાના શોધક તરીકે તે ખૂબ જાણીતા બન્યા. આ પૅકૅજ છૂટક વેચાણ માટે અત્યંત અનુકૂળ નીવડ્યાં.

1924માં તેમણે ‘જનરલ સીફૂડ્ઝ કંપની’ની સ્થાપના કરી. 1930થી ’34 દરમિયાન ‘બર્ડસે ફ્રૉસ્ટેડ ફૂડ્ઝ’ તેમજ 1935થી ’38 દરમિયાન ‘બર્ડસે ઇલેક્ટ્રિક કંપની’ના અધ્યક્ષપદે રહ્યા. તેમના નામે 300 પેટન્ટ નોંધાયેલી છે. તેમની અન્ય શોધોમાં ઇન્ફ્રારેડ હીટ લૅમ્પ, માછલાં પકડવા માટે વળતો ધક્કો ના વાગે તેવી ગન અને આહારમાંથી જળતત્વ શોષી લેવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

મહેશ ચોકસી